લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:જોશી પરેશ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય જોશી પરેશ, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

શબ્દનાદ[ફેરફાર કરો]

ઓ પ્રિયતમ ! તેઓ પધારી રહ્યાં છે... ઓ પ્રિય ! આ શબ્દમંદીરમાં તમારું સ્વાગત છે. તમારીજ માટે મારાં પ્રિયતમે આ શબ્દાલય સજાવ્યું છે. તમે અહિં પધાર્યા છો તેમાંજ તમારી શ્રેષ્ઠતા દેખાય છે. તમારો ભાવવિભોર ચહેરો, એક એક શબ્દશિલ્પને બારીકાઈથી નિહાળતી કુતૂહલ ભરી નજરો અને આ સુંદર રચનાઓમાં ગુંજતો શબ્દારવ તમને પુલકિત કરી રહ્યો છે. વાક્યોનાં ઉબરે મસ્તક નમાવી તમે ખોબામાં રહેલાં સુંદર શબ્દપુષ્પો ધરાવો છો. ચરણામૃત અને પ્રસાદ ગ્રહણ કરીને તમે આત્મદિપકનાં અજવાળામાં મારાં પ્રિયતમનાં દર્શન કરવા ઈચ્છો છો... સાચું જ કહું છું ઓ પ્રિય ! મારાં પ્રિયતમે આ શબ્દમંદિર તમારી જ માટે બંધાવ્યું છે... તેને ખબર છે કે તમે એકવાર જરૂર અહીં દર્શન કરવાં આવશો. અને આજે તમે આવી ગયાં છો. ઓ પ્રિય ! આ તમારું જ શબ્દમંદિર છે. હું તો ખાલી પુજારી છું ! તમારીજ રાહ જોતો તમારાંજ પ્રિયતમને સાચવીને બેઠો છું. તમારીજ સાથે મેળવવા ! આવ્યાં જ છો તો એકવાર પ્રદક્ષિણા જરૂર કરજો. આ શબ્દતિર્થની એક એક રચના રૂપી મૂર્તિઓ તમારીજ રાહ જુએ છે ! જરા ધ્યાનથી જુઓ તો ખરા મારાં પ્રિયતમને ! તમારી સામે મરક મરક મલકતી મૂર્તિ એ ખરેખર મારાં જ પ્રિયતમનીજ છે ! ક્યાંક આ હસતો ચહેરો તમારોજ તો નથીને ? ઓ પ્રિય ! સાચું કહેજો હો ! ક્યાંક તમેજ મારાં પ્રિયતમ બનીને પધાર્યા નથીને !!! જોશી પરેશ (ચર્ચા) ૧૧:૦૪, ૨૪ જુલાઇ ૨૦૨૨ (IST)[ઉત્તર]

વહેલી પરોઢે તમારા ગાલ પર ટપલી મારીને જગાડતાં સમિરને કે પછી હળવેકથી ઢંઢોળતાં ઉષાકિરણને તમે કદિ પુછો છો ખરાં કે તમે કોણ છો? જેને ખોળે માથુ ઢાળીને રોજ તમે પોઢિ જાઓ છો એ અજ્ઞાતને તમે કદિ પુછો છો ખરાં કે તમે કોણ છો? કુંડામાં હમણાંજ પાંગરેલાં છોડનાં એ નાનકડાં પુષ્પને તમે કદિ પુછો છો ખરાં કે તમે કોણ છો? એ તો ઠીક પણ મધુર દાંપત્યનાં માધુર્યસમાં એ નાનકડાં બાલુડાંને ચુમતાં પહેલાં તમે કદિ પુછો છો ખરાં કે તમે કોણ છો? તમેં ક્યાં ઓળખો છો માંરાં પ્રિયતમને ? હું વિચારોનાં સથવારે લેખનિની હોડીમાં શબ્દોનાં હલેસાં મારતો તમને જ તો તેડવા અવ્યો છું…કે એક વાર તેને જઇને પુછિયે તો ખરાં કે તમે કોણ છો? ને તમે મને જ પુછો છો કે તમે કોણ છો? સાવ સાચું કહેજો હોં તમે કદિ એકાંતમાં તમને પોતાને પુછો છો ખરાં કે તમે કોણ છો? જોશી પરેશ (ચર્ચા) ૧૧:૧૧, ૨૪ જુલાઇ ૨૦૨૨ (IST)[ઉત્તર]

તમે પુછો છો કે હું કોણ છું ? પથ્થર શું જાણે કે તે કોણ છે ? એ તો શિલ્પીનેજ ખબર... અમેતો પુજાઈએ ત્યારે જાણીએ કે અમે કોણ છીએ ! અમને આમ કંડારનારા ઓ શિલ્પી ! ચાલ હવે ટાંકણું ચલાવ મારે મારી પહેચાન મેળવવી છે ! અને જરા ધ્યાન રાખજે હો... હું બરડ પથ્થર છું ! જોશી પરેશ (ચર્ચા) ૧૧:૧૬, ૨૪ જુલાઇ ૨૦૨૨ (IST)[ઉત્તર]

હું જીવનના સંગીતને શબ્દોથી સજાવું છું. નિઃશબ્દનું વર્ણન શબ્દોથી તો શું કરું ? કિંતુ તેની વીણાની મીઠાશના માધુર્યને ભરપુર માણું છું. આ તેમનોજ પ્રસાદ છે ઓ પ્રિય ! મારા આ પ્રિયતમના પ્રસાદને વહેચવાનું હવે તમનેજ સોપું છું. જોશી પરેશ (ચર્ચા) ૧૧:૧૭, ૨૪ જુલાઇ ૨૦૨૨ (IST)[ઉત્તર]

તમે મને પ્રેમ કરો છો. તમને આવું લખાણ પણ કદાચ ગમે છે. કારણકે "પ્રેમ કરવો" એ તમારો સ્વભાવ છે. અને તેથી જ જ્યારે "પ્રતિભાવ" આપવાનો થાય છે ત્યારે તમે પ્રસંષા કરો છો. જે નથી ગમતું ત્યાં મૌન રહો છો. અને બીલકુલ નથી ગમતું તેને અવગણીને આગળ વધી જાઓ છો. તમારો પ્રતિભાવ તમારી લાગણીઓનો સાચો પડઘો ક્યાં છે ? તમારો નૂતન દ્રષ્ટિકોણ મને નવી દ્રષ્ટિ ન આપી શકે ? આપણે બન્ને સાથે મળીને કંઇક નવું ન સર્જી શકીએ ? જોશી પરેશ (ચર્ચા) ૧૧:૧૮, ૨૪ જુલાઇ ૨૦૨૨ (IST)[ઉત્તર]

પ્રકૃતિ[ફેરફાર કરો]

આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી; નક્કી કોઈ ટહુકો પાંદડે પાંદડે ફર્યો હશે ! જોશી પરેશ (ચર્ચા) ૨૨:૦૦, ૨૪ જુલાઇ ૨૦૨૨ (IST)[ઉત્તર]