લખાણ પર જાઓ

વિકિપીડિયા:વિષે

વિકિપીડિયામાંથી
(Wikipedia થી અહીં વાળેલું)
વિકિપીડિયા

વિકિપીડિયા
વિકિપીડિયાનું ચિહ્ન, વિવિધ લિપિઓના મૂળાક્ષરો દર્શાવતો વિશ્વનો ગોળો
Screenshot
અંગ્રેજી વિકિપીડિયાનું મુખપૃષ્ઠ
અંગ્રેજી વિકિપીડિયાનું મુખપૃષ્ઠ, જુલાઇ ૨૩ ૨૦૧૮
પ્રકાર
ઓનલાઇન જ્ઞાનકોશ
પ્રાપ્ત છે૩૦૧ ભાષાઓ
માલિકવિકિમીડિયા ફાઉન્ડેશન
બનાવનારજિમ્મી વેલ્સ, લેરી સેંગર[]
વેબસાઇટwikipedia.org
એલેક્સા ક્રમાંકSteady 5 (Global, August 2018)
વ્યવસાયિક?ના
નોંધણીવૈકલ્પિક[notes ૧]
શરૂઆત૧૫ જાન્યુઆરી ૨૦૦૧
હાલની સ્થિતિસક્રિય
સામગ્રી પરવાનો
CC Attribution / Share-Alike 3.0
મોટાભાગનું લખાણ GFDL સાથે દ્વિ-લાયસન્સમાં છે; માધ્યમોના લાયસન્સ વિવિધ છે
પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલલેમ્પ પ્લેટફોર્મ[]
OCLC ક્રમાંક52075003

વિકિપીડિયા વેબસાઇટ આધારિત બહુભાષિય મુક્ત[] વિશ્વ જ્ઞાનકોશ છે. જેની શરૂઆત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા શબ્દ હવાઇયન ભાષાના શબ્દ વિકિ (wiki)-કે જેનો અર્થ ત્વરિત કે ઝડપી એવો થાય છે અને વેબસાઇટ સમૂહ બનાવવા માટે આ નામની એક ટેકનિક (સૉફ્ટવેર) પણ છે-જેનો ઉપયોગ વિકિપીડિયા કરે છે તેના પરથી વિકિ અને અંગ્રેજી ભાષામાં જ્ઞાનકોશ માટેના શબ્દ એન્સાઇક્લોપીડિયા પરથી પીડિયા શબ્દ મળીને વિકિપીડિયા શબ્દ બનેલો છે. દુનિયાભરના સ્વયંસેવકો દ્વારા લેખો બનાવીને વિકિપીડિયાને સમૃદ્ધ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ વિકિપીડિયામાં યોગદાન આપી શકે છે[] તેમજ વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતીનો કોઈ પણ ઉપયોગ કરી શકે છે.[] જેની શરૂઆત ઈ.સ. ૨૦૦૧માં જિમી વેલ્સ અને લૈરી સંગેર દ્વારા કરવામા આવી હતી.[] આ વર્તમાનમાં ઇન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય સંદર્ભ છે.[][][] વિકિપીડિયાના આલોચકો દ્વારા વિકિપીડિયા પર કેટલાક દોષોનું આરોપણ કરવામાં આવે છે, તેઓ માને છે કે વિકિપીડિયામાં સંપાદન સત્યાપનીય વિવાદમાં સામાન્યપણે આમસહમતીનો પક્ષ લેવામાં આવે છે.[૧૦] વિકિપીડિયાની વિશ્વસનીયતા પણ એક ચર્ચાનો મુદ્દો છે.[૧૧] અન્ય આલોચકોના મત મુજબ નકલી અને અસત્ય જાણકારીનો સમાવેશ અને ભાંગફોડ તથા વિધ્વંસક પ્રવૃત્તિઓ પણ તેનો એક દોષ છે. જો કે વિકિપીડિયાથી સારા જાણકાર હોય તેવા વિદ્વાનોના મતે આવી ભાંગફોડ પ્રવૃત્તિ સામાન્ય રીતે અલ્પકાલીન હોય છે.[૧૨][૧૩]ન્યૂયોર્ક ટાઇમ્સના જોન્સન ડી[૧૪]અને એંડ્રયુ લીહે ઓનલાઈન પત્રકારિતા પર પાંચમી આંતરરાષ્ટ્રીય સંગોષ્ટિમાં[૧૫] વિકિપીડિયાના મહત્વને માત્ર વિશ્વકોશના સંદર્ભમાં આંકવાના બદલે વારંવાર અદ્યતન થનારા સમાચાર સ્ત્રોતના સંદર્ભમાં પણ વર્ણન કર્યું હતુ. કારણ કે તે વર્તમાન ઘટનાઓ પર ઘણી ઝડપી રીતે લેખો પ્રસ્તુત કરે છે. જ્યારે ટાઇમ પત્રિકાએ યૂ(You)ને વર્ષ 2006ના ટાઇમ પર્સન ઑફ ધી યરની માન્યતા આપી ત્યારે વેબ 2.0 સેવાઓના ઉદાહરણોમાં વિકિપીડિયાની યૂ ટ્યૂબ અને માયસ્પેસની હરોળમાં ગણતરી કરી હતી.[૧૬]

ઇતિહાસ

[ફેરફાર કરો]
વિકિપીડિયાનો વિકાસ મૂળતઃ અન્ય એક વિશ્વકોશ પરિયોજના ન્યૂપીડિયા(Nupedia)માંથી થયો છે

વિકિપીડિયાની શરૂઆત ન્યૂપીડિયાની એક પૂરક પરિયોજનાના સ્વરૂપમાં થઈ હતી. ન્યૂપીડિયા અંગ્રેજી ભાષાની એક ઓનલાઇન મુક્ત જ્ઞાનકોશ પરિયોજના છે, જેના લેખો વિશેષજ્ઞો દ્વારા લખાયા હતા અને ઔપચારિક પ્રક્રિયા હેઠળ તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

ન્યૂપીડિયાની સ્થાપના ૯ માર્ચ, ૨૦૦૦ના વેબ પૉર્ટલ કંપની બોમિસના સ્વામિત્વ હેઠળ થઈ હતી. પ્રારંભે તેના મુખ્ય સદસ્યો જિમી વેલ્સ, બોમિસ (સીઇઓ) અને લૈરી સંગેર (મુખ્ય સંપાદક) હતા. શરૂઆતમાં ન્યૂપીડિયાને તેના પોતાના ન્યૂપીડિયા ઓપન કન્ટેન્ટ લાયસન્સ તળે લાયસન્સ અપાયુંં હતુંં અને રિચર્ડ સ્ટાલમનના પ્રસ્તાવથી વિકિપીડિયાની સ્થાપના પૂર્વે તેને GNUના મુક્ત ડૉક્યુમેન્ટેશન લાયસન્સમાં બદલવામાં આવ્યું હતું.[૧૭] લૈરી સંગેર અને જિમી વેલ્સ વિકિપીડિયાના સંસ્થાપક છે.[૧૮][૧૯]સાર્વજનિક રૂપમાં સંપાદનયોગ્ય વિશ્વકોશના નિર્માણના ઉદ્દેશ્યને પરિભાષિત કરવાનું શ્રેય વેલ્સને જાય છે.[૨૦][૨૧] જ્યારે આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે વિકિની રણનીતિનો ઉપયોગ કરવાનો શ્રેય સંગેરના ફાળે જાય છે.[૨૨] ૧૦ જાન્યુઆરી ૨૦૦૧ના લૈરી સંગેરે ન્યૂપીડિયા માટે એક ફિડર પરિયોજનાના રૂપમાં એક વિકિનું નિર્માણ કરવા માટે ન્યૂપીડિયા મેઇલિંગ યાદીમાં પ્રસ્તાવ મૂક્યો.[૨૩] ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ www.wikipedia.com પર એકમાત્ર અંગ્રેજી ભાષાના સંસ્કરણ તરીકે વિકિપીડિયાનો પ્રારંભ થયો હતો.[૨૪] તેની સૌપ્રથમ જાહેરાત લૈરી સંગેર દ્વારા ન્યૂપીડિયા મેઇલિંગ લિસ્ટ પર કરવામાં આવી હતી. [૨૦] વિકિપીડિયાની "ન્યૂટ્રલ પોઇન્ટ ઑફ વ્યૂ"[૨૫]ની નીતિને પ્રારંભિક મહિનામાં ક્રમબદ્ધ કરવામાં આવી હતી, તે ન્યૂપીડિયાની પક્ષપાતહીન નીતિ જેવી હતી. પ્રારંભે ઘણા ઓછા નિયમો હતા અને વિકિપીડિયાની કામગીરી ન્યૂપીડિયાના બદલે સંપૂર્ણ સ્વતંત્ર રીતે થતી હતી.[૨૦]

અંગ્રેજી વિકિપીડિયા પર લેખોનું પ્રગતિ ચિત્ર, 10 જાન્યુઆરી, 2001થી 9 સપ્ટેમ્બર, 2007 સુધી (દસ મિલિયન લેખો પૂર્ણ થવાની તિથિ)

વિકિપીડિયાને પ્રારંભિક યોગદાનકર્તાઓ ન્યૂપીડિયામાંથી મળ્યા. ૨૦૦૧ના અંત સુધીમાં વિકિપીડિયા(અંગ્રેજી) પર ૨૦૦૦૦ લેખો અને અન્ય ૧૮ ભાષાઓના સંસ્કરણો બની ગયા હતા. ૨૦૦૨ના અંત સુધીમાં ૨૬ ભાષાઓના સંસ્કરણો થઈ ગયા. ૨૦૦૩ના અંત સુધીમાં ૪૬ અને ૨૦૦૪ના અંત સુધીમાં ૧૬૧ ભાષામાં સંસ્કરણો થઈ ગયા હતા.[૨૬] ૨૦૦૩માં ન્યૂપીડિયા હંમેશ માટે બંધ કરીને તેના લેખોનું વિકિપીડિયામાં વિલીનીકરણ કરી દેવાયું હતું. ત્યાં સુધી બન્ને સ્વતંત્ર રીતે કામ કરતા હતા. ૯ સપ્ટેમ્બર, ૨૦૦૭ના રોજ અંગ્રેજી વિકિપીડિયાએ ૨ મિલિયન લેખોની સંખ્યા પાર કરી. આ તે સમયનો સૌથી મોટો વિશ્વકોશ બન્યો. એટલું જ નહીં આ આંકડાએ યોંગલ વિશ્વકોશના ૬૦૦ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો. [૨૭]

વિકિપીડિયાની પ્રકૃતિ

[ફેરફાર કરો]

સંપાદન

[ફેરફાર કરો]

વિશ્વસનીયતા

[ફેરફાર કરો]

વિકિપીડિયા સમુદાય

[ફેરફાર કરો]

ઑપરેશન

[ફેરફાર કરો]

વિકિમીડિયા ફાઉન્ડેશન

[ફેરફાર કરો]

વિકિમીડિયા ફાઉન્ડેશન એ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, સંયુક્ત રાજ્ય અમેરિકામાં આવેલી નફારહિત સંસ્થા છે, જે વિકિપીડિયા, વિકિસોર્સ, વિકિપુસ્તક વગેરે પરિયોજનાઓનું સંચાલન કરે છે.

સોફ્ટવેર અને હાર્ડવેર

[ફેરફાર કરો]

લાયસન્સ અને ભાષા સંસ્કરણ

[ફેરફાર કરો]

સાંસ્કૃતિક મહત્વ

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  1. અમુક કાર્યો જેવા કે સુરક્ષિત પાનાંમાં ફેરફાર, ફાઇલ ચડાવવી કે અંગ્રેજી વિકિપીડિયામાં નવા પાનાં બનાવવા નોંધણી જરૂરી છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Sidener, Jonathan (December 6, 2004). "Everyone's Encyclopedia". U-T San Diego. મૂળ માંથી January 14, 2016 પર સંગ્રહિત. મેળવેલ October 15, 2006.
  2. Chapman, Roger (૬ સપ્ટેમ્બર ૨૦૧૧). "Top 40 Website Programming Languages". roadchap.com. મૂળ માંથી ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૬ સપ્ટેમ્બર ૨૦૧૧.
  3. અંગ્રેજી વિકિપીડિયા પર કેટલીક ગૈરમુક્ત સામગ્રી પણ છે
  4. કેટલાક લેખોને સંપાદનોથી સુરક્ષિત કે અર્ધસુરક્ષિત કરીને સંપાદનને અવરોધિત પણ કરવામાં આવે છે
  5. આ ઉપયોગ ક્રિયેટીવ કોમન્સ લાયસન્સને આધીન હોય છે
  6. Mike Miliard (2008-03-01). "Wikipediots: Who Are These Devoted, Even Obsessive Contributors to Wikipedia?". Salt Lake City Weekly. મેળવેલ 2008-12-18.
  7. "Five-year Traffic Statistics for Wikipedia.org". Alexa Internet. મેળવેલ 2008-07-15.
  8. Bill Tancer (2007-05-01). "Look Who's Using Wikipedia". Time. મેળવેલ 2007-12-01. The sheer volume of content [...] is partly responsible for the site's dominance as an online reference. When compared to the top 3,200 educational reference sites in the U.S., Wikipedia is #1, capturing 24.3% of all visits to the category Italic or bold markup not allowed in: |publisher= (મદદ) सीएफ. बिल टॉनसर (वैश्विक प्रबंधक, हिटवाइज, "विकिपीडिया, सर्च एंड स्कूल होमवर्क", हिटवाइज: एक एक्सपीरियन कंपनी 1 मार्च 2007. पुनः प्राप्त दिसंबर 18, 2008.
  9. Alex Woodson (2007-07-08). "Wikipedia remains go-to site for online news". Reuters. મેળવેલ 2007-12-16. Online encyclopedia Wikipedia has added about 20 million unique monthly visitors in the past year, making it the top online news and information destination, according to Nielsen//NetRatings.
  10. Danah Boyd (2005-01-04). "Academia and Wikipedia". Many 2 Many: A Group Weblog on Social Software. Corante. મેળવેલ 2008-12-18. [The author, Danah Boyd, describes herself as] an expert on social media[,] ... a doctoral student in the School of Information at the University of California, Berkeley [,] and a fellow at the Harvard University Berkman Center for Internet & Society [at Harvard Law School.]
  11. Simon Waldman (2004-10-26). "Who knows?". Guardian.co.uk. મેળવેલ 2007-02-11.
  12. Fernanda B. Viégas, Martin Wattenberg, and Kushal Dave (2004). "Studying Cooperation and Conflict between Authors with History Flow Visualizations" (PDF). Proceedings of the ACM Conference on Human Factors in Computing Systems (CHI). Vienna, Austria: ACM SIGCHI: 575–582. doi:10.1145/985921.985953. ISBN 1-58113-702-8. મેળવેલ 2007-01-24.CS1 maint: multiple names: authors list (link)
  13. Reid Priedhorsky, Jilin Chen, Shyong (Tony) K. Lam, Katherine Panciera, Loren Terveen, and John Riedl (GroupLens Research, Department of Computer Science and Engineering, University of Minnesota) (2007-11-04). "Creating, Destroying, and Restoring Value in Wikipedia" (PDF). Association for Computing Machinery GROUP '07 conference proceedings. Sanibel Island, Florida. મેળવેલ 2007-10-13.CS1 maint: multiple names: authors list (link)
  14. Jonathan Dee (2007-07-01). "All the News That's Fit to Print Out". The New York Times Magazine. મેળવેલ 2007-12-01.
  15. Andrew Lih (2004-04-16). "Wikipedia as Participatory Journalism: Reliable Sources? Metrics for Evaluating Collaborative Media as a News Resource" (PDF). 5th International Symposium on Online Journalism. University of Texas at Austin. મેળવેલ 2007-10-13.
  16. "Time's Person of the Year: You". TIME. Time, Inc. 2006-12-13. મેળવેલ 2008-12-26.
  17. Richard M. Stallman (2007-06-20). "The Free Encyclopedia Project". Free Software Foundation. મેળવેલ 2008-01-04. CS1 maint: discouraged parameter (link)
  18. Jonathan Sidener (2004-12-06). "Everyone's Encyclopedia". The San Diego Union-Tribune. મેળવેલ 2006-10-15.
  19. Meyers, Peter (2001-09-20). "Fact-Driven? Collegial? This Site Wants You". New York Times. The New York Times Company. મેળવેલ 2007-11-22.  'I can start an article that will consist of one paragraph, and then a real expert will come along and add three paragraphs and clean up my one paragraph,' said Larry Sanger of Las Vegas, who founded Wikipedia with Mr. Wales.
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ Sanger, Larry (April 18, 2005). "The Early History of Nupedia and Wikipedia: A Memoir". Slashdot. મેળવેલ 2008-12-26.
  21. Sanger, Larry (जनवरी 17, 2001). "Wikipedia Is Up!". Internet Archive. મેળવેલ 2008-12-26. Check date values in: |date= (મદદ)
  22. "Wikipedia-l: LinkBacks?". મેળવેલ 2007-02-20.
  23. Sanger, Larry (2001-01-10). "Let's Make a Wiki". Internet Archive. મૂળ માંથી 2003-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-26.
  24. "Wikipedia: HomePage". મૂળ માંથી 2001-03-31 પર સંગ્રહિત. મેળવેલ 2001-03-31.
  25. "વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ, વિકિપીડિયા (21 જાન્યુઆરી 2007)
  26. "Multilingual statistics". Wikipedia. March 30, 2005. મેળવેલ 2008-12-26.
  27. "Encyclopedias and Dictionaries". Encyclopædia Britannica, 15th ed. 18. Encyclopædia Britannica. 2007. પૃષ્ઠ 257–286.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]