લખાણ પર જાઓ

એંગોલા

વિકિપીડિયામાંથી
એંગોલા પ્રજાસત્તાક

República de Angola
એંગોલાનો ધ્વજ
ધ્વજ
એંગોલા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Virtus Unita Fortior"
એકતાથી શક્તિ મજબુત
રાષ્ટ્રગીત: Angola Avante
સૌથી આગળ એંગોલા
 એંગોલા નું સ્થાન  (ઘેરો ભુરો) in આફ્રિકી સંગઠન  (આછો ભુરો)
 એંગોલા નું સ્થાન  (ઘેરો ભુરો)

in આફ્રિકી સંગઠન  (આછો ભુરો)

રાજધાનીલૌન્ડા
8°50′S 13°20′E / 8.833°S 13.333°E / -8.833; 13.333
અધિકૃત ભાષાઓપોર્ટુગિઝ
અન્ય ભાષાઓ
  • કિકોંગો
  • કિમ્બુન્ડુ
  • ઉંબુન્ડુ
વંશીય જૂથો
(૨૦૦૦)
૩૬% ઓવિમ્બુન્ડુ
૨૫% અમ્બુન્ડુ
૧૩% બકોંગો
૨૨% અન્ય આફ્રિકી
૨% મેસ્તિસો
૧% ચીની
૧% યુરોપિયન
લોકોની ઓળખએંગોલન
સરકારસંઘીય પક્ષીય રાષ્ટ્રપતિય ગણતંત્ર
• રાષ્ટ્રપતિ
જોઆઓ લૌરેન્સો
• ઉપરાષ્ટ્રપતિ
બોર્નિટો ડિ'સૌસા
સંસદઅંગોલા રાષ્ટ્રિય સંસદ
સ્થાપના
• પોર્ટુગિઝ વસાહતીકરણ
૧૫૭૫
• પોર્ટુગલ વિરુદ્ધ સ્વાતંત્ર્ય યુદ્ધ
૧૧ નવેમ્બર ૧૯૭૫
• સંયુક્ત રાષ્ટ્ર સંઘની સભ્યતા
૨૨ નવેમ્બર ૧૯૭૬
• બંધારણનો અમલ
૨૧ જાન્યુઆરી ૨૦૧૦
વિસ્તાર
• કુલ
124,670 km2 (48,140 sq mi) (૨૨મો)
• જળ (%)
નગણ્ય
વસ્તી
• ૨૦૧૪ વસ્તી ગણતરી
૨૫,૭૮૯,૦૨૪[]
• ગીચતા
20.69/km2 (53.6/sq mi) (૧૯૯મો)
GDP (PPP)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૨૧૭.૯૭૪ અબજ[] (૬૪મો)
• Per capita
$૭,૯૪૩[] (૧૦૭મો)
GDP (nominal)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૧૧૨,૫૩૩[] (૬૧મો)
• Per capita
$૪,૧૦૧[] (૯૧મો)
જીની (૨૦૦૯)42.7[]
medium
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૮)Increase 0.581[]
medium · ૧૪૭મો
ચલણક્વાન્ઝા (AOA)
સમય વિસ્તારUTC+૧ (પશ્ચિમ આફ્રિકી સમય)
વાહન દિશાજમણી બાજુ
ટેલિફોન કોડ+૨૪૪

એંગોલા સત્તાવાર નામે એંગોલા પ્રજાસત્તાક, મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો દેશ છે. તે આફ્રિકાનો સાતમો સૌથી મોટો દેશ છે, એંગોલાની દક્ષિણમાં નામિબીઆ, ઉત્તરમાં કોંગોનું ડેમોક્રેટિક રિપબ્લિક, પૂર્વમાં ઝામ્બિયા અને પશ્ચિમમાં એટલાન્ટિક સમુદ્ર છે. એંગોલાની રાજધાની અને સૌથી મોટું શહેર લૌન્ડા છે.

એંગોલાના ભુ-પેટાળમાં વિશાળ ખનિજ ભંડાર અનામતો છે, એંગોલાનું અર્થતંત્ર એ વિશ્વના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા અર્થતંત્ર પૈકીનું છે, ખાસ કરીને ગૃહ યુદ્ધના અંતથી; જો કે, મોટાભાગની વસ્તીનું જીવનધોરણ ખુબ નીચું છે,[] એંગોલાનો આર્થિક વિકાસ અત્યંત અસમાન છે, કારણ કે દેશની મોટા ભાગની સંપત્તિ વસ્તીના પ્રમાણમાં નાના ક્ષેત્રોમાં કેન્દ્રિત છે.[]

એંગોલા સંયુક્ત રાષ્ટ્ર સંઘ, ઓપેક, આફ્રિકી સંગઠન, પોર્ટુગીઝ ભાષાના રાષ્ટ્ર સમુદાય અને દક્ષિણ આફ્રિકી વિકાસ સમુદાયનું સભ્ય રાજ્ય છે. એક બહુ જાતિય દેશ, એંગોલાના ૨૫.૮ મિલિયન લોકો આદિવાસી જૂથો, રિવાજો અને પરંપરાઓ ધરાવે છે. એંગોલાની સંસ્કૃતિ પર પોર્ટુગીઝ ભાષા અને કેથોલિક ચર્ચનું ખાસ પ્રભુત્વ છે.

વ્યુત્પતિ

[ફેરફાર કરો]
ન્દોન્ગો રાજ્યને દશાવતો નક્શો

એંગોલા નામ પોર્ટુગિઝ વસાહતી નામ રિનો ડી અંગોલા પર થી આવ્યું છે, જેનો પ્રથમુલ્લેખ ડિઆસ ડી' નોવઆઈસ ના ૧૫૭૫ના ચાર્ટરમાં કરાયો હતો.[] પોર્ટુગિઝોએ અંગોલા શબ્દ ન્દોન્ગો રાજાઓના રાજશિર્ષક શબ્દ ન્ગોલા પરથી લીધો હતો.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આધુનિક એંગોલા પહેલાં નોમાડિક ખોઈ અને સાન જાતિના આદીવાસીઓ દ્વારા વસેલું હતું. ખોઈ અને સાન પશુપાલકો કે ખેડુતો નહતા, પરંતુ શિકારીઓ હતા.[] તેઓને ઉત્તરથી આવતા બન્ટુ લોકો દ્વારા વિસ્થાપિત કરવામાં આવ્યા હતા,[] બન્ટુ લોકોએ એંગોલાની ભુમી પર સૌપ્રથમવાર ખેતી અને પશુપાલનની શરુઆત કરી હતી.[૧૦]

પોર્ટુગિઝ વસાહતીકરણ

[ફેરફાર કરો]
લુઆન્ડામાં ૧૬૫૭માં પોર્ટુગિઝ વહિવટદાર સાથે શાંતિકરાર કરી રહેલી રાણી ન્ઝિન્ગાનું ચિત્ર

પોર્ટુગિઝ સાહસિક ડિઓગો કાઓ વર્ષ ૧૪૮૪માં આ વિસ્તારમાં પહોંચ્યા હતો. પાછલા વર્ષે, પોર્ટુગલે કોંગો સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા. પોર્ટુગિઝોએ તેમની પ્રથમ વેપારી કોઠી સોયામાં સ્થાપિત કરી હતી, જે એંગોલાનું ઉત્તરીય શહેર છે.[૧૧] પાઉલો ડિઆસ ડી' નોવઆઈસે ૧૫૭૬ માં સાલો પૌલો ડિ લુઆન્ડા ની સ્થાપના કરી હતી, પોર્ટુગિઝ વસાહતીઓના ૧૦૦ કુટુંબો અને ચારસો સૈનિકો સાથે.[૧૨][૧૩][૧૪]

પોર્ટુગિઝોએ એંગોલન દરિયાકાંઠાની સાથે સાથે અન્ય ઘણી વસાહતો, કિલ્લાઓ અને વેપારી કોઠીની સ્થાપના કરી, મુખ્યત્વે બ્રાઝિલમાં ખેતી માટે અંગોલન ગુલામોનો વેપાર કરવા.[૧૫] સ્થાનિક વેપારીઓ યુરોપમાં ઉત્પાદીત થતા માલના બદલામાં મોટી સંખ્યામાં પોર્ટુગીઝ સામ્રાજ્ય માટે ગુલામો પ્રદાન કરતા હતા. એટલાન્ટિકમાં ગુલામોના વેપારનો આ રસ્તો બ્રાઝિલની સ્વતંત્રતા પછી ચાલુ રહ્યો હતો.[૧૬]

પોર્ટુગિઝો દ્વારા કોંગોના રાજવી પરિવારની હત્યા સમયનું ચિત્ર

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 2014 population census (INE Angola) સંગ્રહિત ૬ મે ૨૦૧૬ ના રોજ વેબેક મશિન
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Report for Selected Countries and Subjects: Angola". International Monetary Fund.
  3. "Gini Index". World Bank. મૂળ માંથી 9 February 2015 પર સંગ્રહિત.
  4. "2018 Human Development Report". United Nations Development Programme. 2018. મૂળ માંથી 14 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 September 2018.
  5. "Life expectancy at birth". World Fact Book. United States Central Intelligence Agency. 2014. મૂળ માંથી 2018-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-22.
  6. "Transparency and Accountability in Angola". Human Rights Watch. મેળવેલ 1 April 2016.
  7. Heywood, Linda M. & Thornton, John K. (2007) Central Africans, Atlantic Creoles, and the foundation of the Americas, 1585–1660. Cambridge University Press. p. 82. ISBN 0521770653
  8. Henderson, Lawrence (1979). Angola: Five Centuries of Conflict. Ithaca: Cornell University Press. પૃષ્ઠ 40–42. ISBN 978-0812216202.
  9. Miller, Josep h (1979). Kings and Kinsmen: Early Mbundu States in Angola. Ithaca: Cornell University Press. પૃષ્ઠ 55–56. ISBN 978-0198227045.
  10. "The Story of Africa". BBC. મેળવેલ 27 June 2010.
  11. Fleisch, Axel (2004). "Angola: Slave Trade, Abolition of". માં Shillington, Kevin (સંપાદક). Encyclopedia of African History 3-Volume Set. 1. Routledge. પૃષ્ઠ 131–133. ISBN 1-57958-245-1.
  12. Global Investment and Business Center (1 January 2006). Angola in the Eighteenth Century: Slave trading in the 1700s. Angola President Jose Eduardo Dos Santos Handbook. Int'l Business Publications. પૃષ્ઠ 153. ISBN 0739716069.
  13. World Bank. The History of Brazil–Africa Relations (PDF). Bridging the Atlantic. પૃષ્ઠ 27. મેળવેલ 14 May 2016.
  14. Collelo, Thomas, સંપાદક (1991). Angola, a Country Study. Area Handbook Series (Third આવૃત્તિ). Washington, D.C.: Department of the Army, American University. પૃષ્ઠ 14–26. ISBN 978-0160308444.
  15. Corrado, Jacopo (2008). The Creole Elite and the Rise of Angolan Protonationalism: 1870–1920. Amherst, New York: Cambria Press. પૃષ્ઠ 11–13. ISBN 978-1604975291.
  16. Iliffe, John (2007) Africans: the history of a continent. Cambridge University Press. p. 68. ISBN 0-521-68297-5. For valuable complements for the 16th and 17th centuries see Beatrix Heintze, Studien zur Geschichte Angolas im 16. und 17. Jahrhundert, Colónia/Alemanha: Köppe, 1996