લખાણ પર જાઓ

કુરાન્ડા સિનિક રેલવે

વિકિપીડિયામાંથી
કુરાન્ડા સિનિક રેલવે
કુરાન્ડા સિનિક રેલવે, કેર્ન્સ

કુરાન્ડા સિનિક રેલવે એ એક રેલવે લાઈનનું નામ છે, જે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ ખાતે આવેલા કેર્ન્સથી શરૂ થઈ ને નજીકના નગર કુરાન્ડા સુધી દોડે છે. આ પ્રવાસી રેલવેનો રસ્તો સર્પાકાર છે, જે મૅકઍલિસ્ટેર પર્વતની ટોચ સુધી જાય છે. આ રેલવેનો ઉપયોગ નિયમિત સફર માટે નથી થતો. કુરાન્ડા પહોંચતા પહેલા, આ રેલ લાઈન સ્ટ્રેટ્ફર્ડ, ફ્રેશવોટર અને રેડલિંચ સ્ટેશન પરથી પસાર થાય છે. આ રેલવે લાઇન અમુક માલગાડી અને ધ સવાનાલેન્ડર જેવી યાત્રી સેવાઓ માટે પણ ઉપયોગમાં લેવાય છે.

આ રેલવે લાઈન ૩૭ કિલોમીટર (૨૩ માઈલ) લાંબી છે અને એ નીચે કેર્ન્સથી ઉપર કુરાન્ડા પર ચઢતા એક કલાક અને ૪૫ મિનિટ લે છે.

આકર્ષણ

[ફેરફાર કરો]
કુરાન્ડા સિનિક રેલવેનો નકશો

કુરન્ડા રેલવે સ્ટેશનના વિસ્તારમાં આવેલા ઉષ્ણ કટિબંધિય બગીચાઓ અહિનું જાણીતું આકર્ષણ છે. નીચે ઢળતા માર્ગ પર આવેલો બેરન ફોલ્સ (ધોધ) પણ ખાસ જોવા જેવો છે. આ પ્રવાસી ટ્રેન બેરન ફોલ્સનો નજારો જોવા માટે સ્ટોની ક્રિક ફોલ્સ નામના સ્ટેશનની સામે રોકવામાં આવે છે. આ પ્રવાસી ટ્રેનની સવારી દરમ્યાન અન્ય ઘણા નાનાનાના ધોધ ટ્રેનમાંથી થોડા જ મીટરની દૂરી પર જોવા મળે છે.

જ્યારે ટ્રેન પર્વત પર ઉપરથી નીચેની દિશામાં ચાલવાનું શરૂ કરે છે ત્યારે આ રેલવેનાં બાંધકામ વિષે વિગતવાર વિવરણ આપવામાં આવે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
કુરાન્ડા સ્ટેશન, ૧૯૨૪

૧૮૮૨માં આ રેલ્વેનું બાંધકામ ચાલું થયું હતુ જે ૧૮૯૧માં કુરાન્ડા સુધી આવી ને પૂરું થયું હતું. યાત્રીસેવાના કામકાજ ૨૫ જૂન ૧૮૯૧થી શરૂ થયા હતા.

અનેક સુરંગ અને પૂલ બનાવતી વખતે ઘણા લોકોએ એમના જીવ ગુમાવ્યા હતા. દરિયાની સપાટીથી ૩૨૮ મીટર ઉપર મૅકઍલિસ્ટેર સુધી ચઢવા માટે ૧૫ સુરંગ અને ૩૭ પુલ હાથથી બાંધવામાં આવ્યા હતા. બાંધકામ દરમિયાન ૩૦ લાખ ઘનમીટર જમીન ખોદી કાઢવામાં આવી હતી.

કેર્ન્સથી કુરાન્ડા સુધીની પ્રવાસી રેલગાડીનું પહેલું કાર્ય ૧૯૩૬માં ચાર સમાંતર બેઠક વાળી ગાડીઓનો ઉપયોગ કરીને થયું હતું. ૧૯૯૧માં મોટા ખડકના પડવાને કારણે રેલગાડીના પાટાઓને ઘણું નુકસાન થયું હતું. જેથી કરીને મુખ્ય સમારકામ કરાવવામાં આવ્યું હતું. ૨૬ માર્ચ ૨૦૧૦ના દીવસે ભૂસ્ખલન થવાથી રેલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી અને ૨૫૦માથી ૫ પ્રવાસીઓને ઈજા થઈ હતી. બધી પ્રવાસી સેવાઓ ૭ મે ૨૦૧૦ સુધી બંધ કરવામાં આવી હતી અને આ દરમિયાન ટ્રેક અને જોખમ પરીક્ષણની ભૌતિકશાસ્ત્રીય સમીક્ષા કરવામા આવી હતી.

પુરસ્કારો

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]