લખાણ પર જાઓ

જિદ્દુ કૃષ્ણમૂર્તિ

વિકિપીડિયામાંથી
જિદ્દુ કૃષ્ણમૂર્તિ
જન્મc. ૧૨ મે ૧૮૯૫  Edit this on Wikidata
મૃત્યુ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૬ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Paris-Sorbonne University - Paris IV Edit this on Wikidata
વ્યવસાયતત્વજ્ઞાની Edit this on Wikidata
કાર્યોSee Jiddu Krishnamurti bibliography Edit this on Wikidata
વેબસાઇટhttp://www.jkrishnamurti.org Edit this on Wikidata

જિદ્દુ કૃષ્ણમૂર્તિ એક દાર્શનિક ,પ્રવચનકાર અને લેખક હતા.વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે કેલિફોર્નિયામાં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા. કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તેમણે સદૈવ ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપ્યું. બધેથી અહમને નાબૂદ કરવાની ઇચ્છાને લઈને તે વિશાળ જનસમુદાયના હ્રદયમાં સ્થાન પામ્યા.

વિશ્વમાં આધ્યાત્મનો પ્રભાવ પાડનાર ભારતીય દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિનો જન્મ ૧૨ મે ૧૮૯૫માં દક્ષિણ ભારતના મદનપલ્લી ગામમાં થયો હતો.તેઓ એક સંવેદનશીલ અને અસ્વસ્થ બાળક હતા. તેમના પિતા નારાયણૈયા રેવન્યુ ખાતામાં નોકરી કરતાં હતા. માતા સંજીવમ્મા કૃષ્ણભક્ર્ત અને ધાર્મિક હતા.

જે.કૃષ્ણમૂર્તિ શાળામાં અંતર્મુખી અને શરમાળ સ્વભાવના વિદ્યાર્થી હતા. ડો.એની બેસન્ટે તેમને ૬ માર્ચ , ૧૯૧૦ના રોજ શિક્ષણ માટે પસંદ કર્યા હતા.આઘ્યાત્મિક તાલીમ દરમિયાન તેમણે 'શ્રી ગુરુ ચરણે' પુસ્તિકા લખી.[]

વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ”નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું. પરંતુ જીવનની અંતજ્યોર્તિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ આ પદનો ત્યાગ કરી ઈંગ્લેન્ડ, અમેરિકા, અને ભારતમાં તેમણે એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું કે જ્યાં વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે અને જાહેર કર્યું કે ‘સત્ય એક પાથ વગરની જમીન છે. માનવી માત્ર સત્યનો અનુયાયી છે. સત્ય દ્વારા સમજણ પ્રાપ્ત થાય છે, સત્ય શોધવું હોય તો કુંઠિત મનની સીમાઓથી પાર જવું જોઈએ. તેઓ કોઇની પણ કંઠી બાંધવાની ના પડતાં હતા, પોતાની પણ નહી.[]

તેઓ કહેતા કે “માત્ર પુસ્તકનું શિક્ષણ ભરોસાપાત્ર નથી ભરોસો આંતરમાંથી આવવો જોઈએ". "તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા, ધન, કીર્તિનો ઢગલો ન કર્યા કરતા. જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે ભંગારના પતરાની જેમ કથીર બનાવી નાખો છો."

તેઓ મનોવૈજ્ઞાનિક ક્રાંતિ,મનની પ્રકૃતિ,ધ્યાન,માનવ સંબંધો, સમાજ વગેરેમાં સકારાત્મક પરીવર્તન કેવી રીતે લાવી શકાય તેના નિષ્ણાત હતા. તેઓ હમેશા કહેતા કે દરેક મનુષ્યને માનસિક ક્રાંતિની જરૂર છે.અને આવી ક્રાંતિ કોઈ બાહ્ય પરિબળ દ્વારા શકય નથી પછી ભલે તે ધાર્મિક,સામાજિક કે રાજકીય હોય.

કાર્યો

[ફેરફાર કરો]

તેમના ભાષણો ,સંવાદ,પત્ર,રોજનીશીએ સઘળું ૭૦ પુસ્તકોમાં સમાવિષ્ટ શિક્ષણ અને સંસ્કાર પરના એમના ગ્રંથોએ વિશ્વભરના બૌદ્ધિકોને એક નવો જ રાહ ચીંધ્યો હતો.તેમણે જીવનની મુક્ત અને પરમ દશાનું બયાન કરતી પ્રસાદ પ્રેરિત કવિતાઓ લખી છે. ઋષિવેલી-આધ્ર, રાજઘાટ બેસન્ટ શાળા તથા બ્રોકવૂડ પાર્ક જેવા સ્થળે તેમના વિચરકોને કાર્યાન્વિત કરતી શાળાઓ છે. તેઓ સ્વિટઝરલેંડમાં રહી, ચર્ચાઓ માટે વિશ્વપ્રવાસ કરતા. શ્રોતાને વિચારતો કરનારી સાદી, સરળ અંગ્રેજીમાં થયેલી પ્રવચન પરિચર્ચાઓના ધ્વનિ-મુદ્રણ પરથી ગ્રંથો બન્યા છે. ગુજરાતીમાં પણ તે ભાષાંતરિત થયા છે. તેજસ્વી આંખો અને સોહામણું વ્યક્તિત્વ ધારાવતા આ અકિંચન આંતરરાષ્ટ્રીય ચિંતકે અગણિત જનોને પોતાની જીવનદ્રષ્ટિ વિકસાવવામાં અને પોતાની સમજના શિષ્ય બનાવવામાં સહાય કરી.[]

૧૭ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ અમેરિકના કેલિફોર્નિયા રાજયના ઑ' હેર નગરમાં તેમનું અવસાન થયું.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ પટેલ, બબાભાઇ સી. (૨૫ ઓક્ટોબર ૧૯૮૮). ગુજરાતી વિશ્વકોશ. . અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૮૦-૮૮૧.