લખાણ પર જાઓ

ટ્રિંકોમલી, શ્રીલંકા

વિકિપીડિયામાંથી
ટ્રિંકોમલી જિલ્લાનો નકશો

ટ્રિંકોમલી અથવા ત્રિંકોમલી (અંગ્રેજી:Trincomali ; તમિલ: திருகோணமலை / તિરુકોણમલ્લે ; સિંહાલી: තිරිකුණාමළය / તિરિકુણામળય ) શ્રીલંકા દેશના પૂર્વીય પ્રાંતમાં આવેલ ટ્રિંકોમલી જિલ્લાનું વહીવટી વડું મથક તેમ જ મુખ્ય બંદર છે. તે શ્રીલંકાના પૂર્વીય તટ પર આવેલ જાફનાથી ૧૧૩ માઇલ દક્ષિણમાં તથા બટ્ટિકલોવાથી ૬૯ માઇલ ઉત્તરમાં આવેલ છે. લગભગ બે હજાર વર્ષથી તે શ્રીલંકામાં તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે.

તે શ્રીલંકાના ઉત્તર-પૂર્વીય કિનારા પર સ્થિત શહેર અને બંદર છે. આ વિશ્વનાં કુદરતી બંદરો પૈકીનું એક છે. આ બંદરનું મહત્વ નૌસેના મથકને કારણે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ ૬૫.૮ ઈંચ અને સરેરાશ વાર્ષિક તાપમાન ૨૭° સે. રહે છે. અહીંથી પશ્ચિમમાં ટૈબાલાગામના છીછરા જળાશય (lagoons)માં મોતી મળે છે. બંદર પરથી ચોખા અને ઘરવખરીની વસ્તુઓની આયાત અને ડાંગર, તમાકુ, ઇમારતી લાકડું, સૂકી માછલી અને હરણના શીંગડાં અને ચામડાની નિકાસ કરવામાં આવે છે. ટ્રિંકોમલી તમિલ લોકો દ્વારા સ્થાપિત શ્રીલંકાનું પ્રથમ શહેર છે.