અનૂપ તળાવ

વિકિપીડિયામાંથી
એક અનૂપ તળાવ

નદીઓના મુખ પર સમુદ્રના પ્રવાહો અથવા પવનને કારણે રેતી-માટી ઘસડાઈને એક જગ્યાએ એકત્રિત થઈ ટેકરાનું નિર્માણ કરે છે, આને કારણે કુદરતી બંધનું નિર્માણ થવાથી તે જળપ્રદેશ સમુદ્રથી અલગ થાય છે, તે અનૂપ તળાવ અથવા જળાશય અથવા સરોવર કહેવાય છે. ભારત દેશના પૂર્વીય તટ પર ઓરિસ્સામાં આવેલ ચિલ્કા અને નેલ્લોરના પુલીકટ તળાવો, ગોદાવરી અને કૃષ્ણા નદીના  મુખત્રિકોણ પ્રદેશમાં કોલેરુ તળાવ (આંધ્ર પ્રદેશ) આ જ રીતે બનેલાં છે. ભારતના પર પશ્ચિમી કિનારા પર કેરળ રાજ્યમાં પણ અસંખ્ય અનૂપ, ખારકચ્છ (મરાઠી) અથવા કયાલ (મલયાલમ) જોવા મળે છે.