લખાણ પર જાઓ

મત્સ્યેન્દ્રનાથ

વિકિપીડિયામાંથી

મત્સ્યેન્દ્રનાથ અથવા મચ્છીન્દ્રનાથ (સંસ્કૃત ભાષા: मत्स्येन्द्रनाथ) એ નવમી-દસમી સદીના સમયમાં થઇ ગયેલા એક સંત હતા, તેઓ ચોર્યાસી મહાસિદ્ધો પૈકીના એક ગણાય છે. તેઓ હઠયોગના પ્રણેતા એવા ગુરુ ગોરખનાથના ગુરુ હતા.

મત્સ્યેન્દ્રનાથનાથ સંપ્રદાયમાં નવનાથ માનાં પ્રથમ સંત હતાં. તેમની ઉચ્ચ કોટિની તપશ્ચર્યાથી ભગવાન દત્તાત્રેય પ્રભાવિત થયા અને મત્સ્યેન્દ્રનાથને પોતાના શિષ્ય બનાવી નાથ સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેઓને કવિ નારાયણનો અવતાર માનવામાં આવે છે. તેઓ માછલીનાં ઉદરમાંથી પ્રગટ થયા હોવાથી તેઓ અયોનિજન્મ કહેવાય છે, અને તેટલા માટે જ તેનું નામ મત્સ્યેન્દ્રનાથ પડયુ હતું. લોકબોલીમાં તેઓને મચ્છંદરનાથ તરીકે પણ ઓળખાય છે.

પ્રાગટ્ય કથા []

[ફેરફાર કરો]

કળયુગના પ્રારંભ સમયે ભગવાન રમાપતિ એ કળયુગની યાતનાઓ અને અસરોમાં પૃથ્વી પર થનારી આપત્તિઓના નિરાકરણ અર્થે ઉપાયો વિચારવા યોગીઓમાં શ્રેષ્ઠ એવા નવ નરાયણોનેે આમંત્રણ પાઠવી બોલાવ્યા. આ નવ નારાયણો ભગવાન વિષ્ણુના અવતારો છે. સભા મંડપમાં સૌને સુવર્ણાસન આપી ભગવાન દ્રારકાધિશે ષોડોપચારથી પૂજન કર્યુ. નવે નવ નારાયણો જેમાં, પ્રથમ કવિ નારાયણ, બીજા હરિ નારાયણ, ત્રીજા અતિ ચતુર એવા અંતરિક્ષ નારાયણ, ચોથા મહા બુદ્ધિશાળી એવા પ્રબુદ્ધ નારાયણ, પાંચમાં પિપ્પલાયન મહારાજ, છઠ્ઠા આવિર્હોત્ર નારાયણ. સાતમાં દ્રુમિલ નારાયણ, આઠમાં ચમસ નારાયણ અને નવમાં કરભાજન નારાયણ.

અત્યંત ભાવવિભોર થઈ કવિ નારાયણે ભગવાન ને પ્રશ્ન કરી તેમને બોલાવવાનું પ્રયોજન પૂછ્યું. આથી દ્રારકાધિશ ભગવાને કહ્યું કે, પૃથ્વી ઉપર કળીયુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એના પ્રભાવ સ્વરૂપે અનેક આધિ વ્યાધિ-ઉપાધિઓ જનસમુહને ધેરી વળશે. કષ્ટદાયક આપત્તિઓ આતંક ફેલાવશે. આથી મારા મનમાં આ કલીકાલથી ત્રસ્ત ધરતીને સાંત્વન અને સહાય આપવા પૃથ્વી ઉપર અવતાર લેવાની ઈચ્છા છે. માટે તમે સૌ મારી સાથે પૃથ્વી પર અવતાર ધારણ કરો. ભગવાન દ્રરકાધિશના વચનો સાંભળી અત્યંત ભાવ પૂર્વક નવ નારાયણોએ અવતાર દિક્ષા ગ્રહણ કરી, ક્યા નામે, ક્યા સ્થળે અવતાર ધારણ કરવો અને એના લક્ષણો તથા કાર્યો વિષે ભગવાન ને પૂછ્યું. આથી ભગવાને કવિ નારાયણને પૃથ્વી ઉપર મત્સ્યેન્દ્રનાથ તરીકે અવતાર ધારણ કરવા કહ્યું. હરી નારાયણે ગોરક્ષનાથ તરાકે મત્સ્યેન્દ્રનાથના શિષ્ય તરીકે જન્મ લેવા અ્ને જનહિતાર્થે નાથપંથની સ્થાપના કરવા કહ્યું. ત્રીજા અંતરિક્ષ નારાયણને જાલંધરનાથ તરીકે, ચોથા પ્રબુદ્ધ નારાયણે જાલંધરનાથના શિષ્ય બની કાનિફનાથ તરીકે, પાંચમાં પ્પિપલાયમ નારાયણને ચરપટીનાથ, છઠ્ઠા અવિહોત્ર નારાયણને નાગેશનાથ નામે, સાતમાં દ્રુમિલ નારાયણને ભર્તૃહરિનાથ નામે, આઠમાં ચમસ નારાયણને રેવણનાથ નામે, અને નવમાં કરભંજન નારાયણને ગહેનીનાથ નામે આવકાર ધારણ કરી જગમાં પ્રસિદ્ધ થવા ભગવાને આદેશ કર્યો. ભગવાને પોતે પણ જ્ઞાનદેવ તરીકે અવતાર લેવાની જાણ કરી.

ભગવાને સવિશેષ જાણકારી આપતા કહ્યું કે, મહાદેવ નિવૃતિ નામે અવતાર ધારણ કરશે અને સત્યનાથ બ્રહ્મા સોપાનદેવ તરીકે પ્રગટ થશે. જ્યારે યોગમાયા મુક્તાબાઈ નામે અવતરશે. હનુમાનજી રામદાસ નામે પ્રસિદ્ધ થશે. જ્યારે કુબજાદાસી જનાબાઈ નામે પ્રખ્યાત થશે. વાલ્મિકી મૂનિ જયદેવ તરીકે પ્રગય થશે. મારો દાસ ઉદ્ધવ નામદેવ તરીકે , જાંબુવન નરહરી તરીકે અને મારા વડિલ બંધુ બલરામ પુંડરીક તરીકે જન્મ ધારણ કરી ઓળખાશે. બધાએ ભોગા મળી બહુજનહિતાય ભક્તિમાર્ગનું મહાત્મય અને મહત્વ વધારવાનું કાર્ય કરવાનું છે. ભગવાન દ્વારકાધિશે નવેય નારાયણોને જન્મ વિશેની કાર્ય-કારણ-સાંભવ નીતિ રીતિ, અંગે શ્રી વ્યાસમૂનિએ ભવિષ્ય પુરાણમાં સવિસ્તાર આલેખી હોવાનું કહી તોમના સૂચન અને સંકેત પ્રમાણે યથા સ્થળે. યથા કાળે જીવદશા પ્રાપ્ત કરવા કહ્યું.

ભવિષ્ય પુરાણ અનુસાર પહેલા અઠ્યાસી હજાર ઋષિઓ વિધિ વિર્યથી સંકેત અનુસરી નિર્વાણ પામ્યા. અમાંનું કેટલુંક વિર્ય પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે પડ્યું. જેમાથી જુદા જુદા પ્રકારે જીવો જન્મ્યા. આમાના એક ઉપરિચરવસુ નામે મૂનિ એકવાર વિમાન માર્ગે ઉડ્ડયન કરી રહ્યાં હતાં, ત્યારે તમના જોવામાં એક અતિ સુંદર સ્વરૂપવાન સ્વર્ગની અપ્સરા ઉર્વશી આવી. જેને જોઈ કામવશ એમના વિર્યનું સ્ખલન થયું. જે પૃથ્વી સ્થિત દર્ભના ઝૂંડો ઉપર પડતા ત્રણ ભાગ થયા. જેમાથી બે ભાગ પડિયામાં અને એક ભાગ યમુના નદીના જળમાં પડ્યો. પડિયામાં પડેલા બે ભાગના વિર્ય માંથી દ્રોણનો જન્મ થયો, જ્યારે નદીના જળમાં પડેલા એક ભાગના વિર્યને એક માછલી ગળી ગઈ. જેમાંથી મત્સ્યેન્દ્રનાથનો જ્ન્મ થયો.આમાં માછલીના ઉદરમાંથી જન્મેલા કવિ નારાયણ મત્સ્યેન્દ્રનાથ અથવા મચ્છેન્દ્રનાથ જગતમાં પ્રસિદ્ધિ પામ્યા.

એકવાર પર્વતીજીએ મહાદેવને પોતે જે મંત્રનો નિશદિન જપ કરતાં તે મંત્ર વિશે જાણવા આગ્રહ કર્યો. આથી મહાદેવે આ અલૌકિક મંત્ર કોઈ સાંભળી ન જાય તે માચે યમુના નદી તટ પર એકાંત સ્થાન પસંદ કર્યું. ભગવાને પાર્વતીજીને સંજીવની મંત્રની દિક્ષા આપી રહ્યાં હતાં ત્યારે ગર્ભિણી માછલી ત્યાં જળમાં વિચરણ કરી રહી હતી. ગર્ભમાં રહેલા કવિ નારાયણે ભગવાનના સ્વમુખે કહેલા સંજીવની મંત્ર સાંભળી લીધો. એ સાથે જ તેમને જ્ઞીની પ્રાપ્તી થઈ. પાર્વતીજીને બ્રહ્મજ્ઞાન આપી ભગવાને તેના મહત્વ વિશે પૂછ્યું ત્યારે અધવ્ચેથી જ ગર્ભસ્થ કવિ નારાયણે ઉત્તર આપી દીધો. શંકર-પાર્વતીતો આશ્ચર્ય ચકિત થઈ જોઈ રહ્યાં. ભગવાને તરત રહસ્ય જાણી લીધું કે. કવિ નારાયણેનો જન્મ થવાનો છે. પ્રસંન્ન શિવજીએ ગર્ભસ્થ કવિ નારાયણને જન્મ પછી બદ્રીકાશ્રમ જઈ ભગવાન દત્તાત્રેયના શ્રીમુખે બ્રહ્મમય મહિમા સાંભળવા આજ્ઞા કરી પોતે પાર્વતીજી સાથે કૈલાશ તરફ પ્રયાણ કર્યું.

સમય જતાં માછલીએ મૂકેલા ઈંડા માંથી કવિ નારાયણનો જ્ન્મ થયો. તેવામાં ત્યાંથી એક કામિક નામનો માછીમાર પસાર થતો હતો. તેણે બાળક ને જોયુ. તેને બાળકને ઉછેરવા અને મચ્છેન્દ્રનાથ નામ રાખવા આકાશવાણી સંભળઈ. કામિક બાળકને તેના ઘરે લઈ ગયો. બાળકને તેની પત્નિના ખોળામાં મૂકી વિગતવાર વાત કરી. બન્નેના આનંદનો પાર ન રહ્યો.

બાળ મચ્છેન્દ્રના જોત-જોતામાં પાંચ વરસના થયા. કામિક એકવા મચ્છેન્દ્રનાથને લઈ યમુના નદી ગયો. બાળકને કિનારે બેસવાનું કહી માલછીઓ પકવા જળ માં ગયો. કિનારે માછલીનો ઢગલો કરી ફરી પાછો જળમાં ગયો. મરી રહેલી માછલીઓને જોઈ બાળ મચ્છેન્દ્રનું દિલ દ્રવી ઉઠ્યું. બધી માછલીઓને ઉઠાવી ફરી જળમાં ફેકી જીવત દાન આપ્યું. આ જોઈ કામિક ભરે ગુસ્સે ભરાયો. બાળકને મારવા લાગ્યો. બાળકને ભીખ માગી ખાવા ના કટુ વેણ કઢતાં બાળ મચ્છેન્દ્રનાથે કામિકને છોડી ચૂપચાપ ચાલતી પકડી. બદરીકાશ્રમ સ્થિત યોગદ્રુમ સ્થળે આવી બાર વરસ તપ કર્યું.

દત્તાત્રેય પાસેથી ગુરૂદિક્ષા

[ફેરફાર કરો]

એવામાં આકસ્મિક પણે ભગવાન દત્તાત્રેય બદરીકાશ્રમ સ્થિત યોગદ્રુમ સ્થળે જ્યાં મચ્છેન્દ્રનાથ તપ કરી રહ્યાં હતાં ત્યાં આવી ચડ્યા. ગુરુ-શિષ્યનું મિલમ થતાં દત્ત ભગવાને મંત્ર દિક્ષા આપી. સકળ રિદ્ધિ-સિદ્ધિ આપી, જારણ, મારણ, ઉચ્ચાટન, શાપોનું નિવારણ વગેરે મંત્ર-તંત્ર આદી ગુહ્ય વિદ્યાનું જ્ઞાન સહ પોતાનું તપોબળ અર્પણ કર્યું. મચ્છેન્દ્રનાથના કાન ફાડી સનાથ અને નિર્ભય બનાવ્યા.શૃંગી, શૈલીના આભુષણો આપ્યા અને નાથપંથના આદ્ય પ્રચારક તરીકે માન્યતા પ્રદાન કરીને જનતાજનાર્દનમાં નાથપંથનો પ્રચાર પ્રસાર કરવા માટે તિર્થાટન કરવાની આજ્ઞા આપી.

તિર્થાટન કરતાં કરતાં મચ્છેન્દ્રનાથ નાસિક પાસે સપ્તશ્રૃંગીના પર્વત ુપર બિરાજમાન માં સપ્તશ્રૃંગીના દર્શન કરવા આવ્યા. ભગવાતીએ દર્શન આપી લોકોને ઉપયોગી થાય અને બખીજ જ્ગ્યાએ કામ લાગે એવું કિવત્વ પ્રદાન કર્યું. માંના આશીર્વાદથી તેમણે સાબર મંત્રોની રચના કરી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. બ્રહ્મલિન પ.પૂ. ગુરુવર્ય સાનેદાદા-નાથપંથી (ગજાનંદ ગંગાધર સાને). નવનાથ ભક્તિરસામૃત. નાથ આશ્રમ, બિલીમોરા: નવનાથ આશ્રમ-બિલીમોરા.

બાહ્ય કડિઓ

[ફેરફાર કરો]