લખાણ પર જાઓ

રીંછ

વિકિપીડિયામાંથી
બ્રાઉન રીંછ, અલાસ્કા
સ્લોથ રીંછ, નાગરહોલ અભયારણ્ય, ભારત

રીંછ એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. રીંછની હાલમાં કુલ ૮ પ્રજાતિઓ અસ્તિત્વમાં છે અને તેઓ ઉત્તર ગોળાર્ધમાં વિપુલ પ્રમાણમાં અને આંશિક રીતે દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. રીંછ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ અને એશિયામાં જોવા મળે છે. રીંછોની સામાન્ય લાક્ષણિકતાઓ વિશાળ કદ, નાનાં કાન, ટૂંકા પગ, વાળ, પંજા, પાંચ દંત ધરાવતા જડબાં અને ટૂંકી પૂંછડી છે.