લખાણ પર જાઓ

સ્ટેફી ગ્રાફ

વિકિપીડિયામાંથી
સ્ટેફી ગ્રાફ
[[File:|frameless|alt=]]
CountryGermany
ResidenceLas Vegas, Nevada
Height1.76 metres (5 ft 9 in)
Weight64 kilograms (141 lb)
Turned pro1982
Retired1999
PlaysRight-handed (one-handed backhand)
Prize moneyUS$21,891,306[]
(4th in all-time rankings)
Int. Tennis HOF2004 (member page)
Singles
Career record900–115 (88.7%)
Career titles107 (4th all-time)
Highest rankingNo. 1 (August 17, 1987)
Grand Slam Singles results
Australian Open4W (1988, 1989, 1990, 1994)
French Open6W (1987, 1988, 1993, 1995, 1996, 1999)
Wimbledon7W (1988, 1989, 1991, 1992, 1993, 1995, 1996)
US Open5W (1988, 1989, 1993, 1995, 1996)
Other tournaments
Championships5W (1987, 1989, 1993, 1995, 1996)
Olympic Games Gold medal (1988)
Doubles
Career record173–72
Career titles11
Highest rankingNo. 3 (March 3, 1987)
Grand Slam Doubles results
Australian OpenSF (1988, 1989)
French OpenF (1986, 1987, 1989)
WimbledonW (1988)
US OpenSF (1986, 1987, 1988, 1989)
Last updated on: N/A.
સ્ટેફી ગ્રાફ
ચંદ્રક યાદી
Women's Tennis
Competitor for ઢાંચો:FRG
સુવર્ણ 1988 Seoul Singles
કાંસ્ય 1988 Seoul Doubles
Competitor for ઢાંચો:GER
રજત 1992 Barcelona Singles

સ્ટેફની મારિયા ગ્રાફ (14 જૂન, 1969 રોજ મેન્નહેઇમ, બેડેન-વુર્ટેમ્બર્ગ, પશ્ચિમ જર્મનીમાં જન્મેલા) પૂર્વ વિશ્વ ક્રમાંક. 1 જર્મન મહિલા ટેનિસ ખેલાડી છે.

ગ્રાફે કુલ 22 ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે, જે કોઇ પણ પુરૂષ અને મહિલા ખેલાડીઓમાં માર્ગારેટ કોર્ટના 24 ટાઇટલ પછી બીજા ક્રમે આવે છે. 1988માં, તે એક જ કેલેન્ડર વર્ષમાં ચારેય ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ અને ઓલિમ્પિક સુવર્ણ પદક જીતીને કેલેન્ડર યર ગોલ્ડન સ્લેમની સિદ્ધી મેળવનારી પ્રથમ ટેનિસ ખેલાડી (પુરૂષ અથવા મહિલા) બની. પુરૂષ કે મહિલા ખેલાડીઓમાં એક જ કેલેન્ડર વર્ષમાં ચારેય ગ્રેન્ડ સ્લેમ જીતનારી તે છેલ્લી ખેલાડી હતી.

વીમેન્સ ટેનિસ એસોસિએશન (ડબલ્યુટીએ (WTA)) દ્વારા ગ્રાફને સળંગ વિક્રમી 377 અઠવાડિયા માટે વિશ્વ ક્રમાંક.1 તરીકે ક્રમાંકિત કરવામાં આવી હતી, જે ડબલ્યુટીએ (WTA) અને એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ દ્વારા ક્રમાંકો આપવાના શરૂ થયા પછી કોઇ પણ પુરૂષ કે સ્ત્રી ખેલાડી માટે સૌથી લાંબા સમયનો વિક્રમ છે. તેઓ ટેનિસના ઓપન એરામાં વર્ષનાં અંતે સૌથી વધુ વખત વિશ્વ ક્રમાંક.1 રહેવાનો વિક્રમ પણ ધરાવે છે, જે તેમણે આઠ વખત બનાવ્યો છે.[] તેમણે 107 સિંગલ્સ ટાઇટલ્સ જીત્યા છે, જે ડબલ્યુટીએ (WTA)ના કોઇ પણ સમયના ખેલાડીઓમાં માર્ટિના નવરાતિલોવા (167 ટાઇટલ્સ) અને ક્રિસ એવર્ટ (154 ટાઇટલ્સ) પછી ત્રીજા ક્રમે આવે છે.

ગ્રાફનું નોંધપાત્ર લક્ષણ એ હતું કે તે તમામ પ્રકારનાં કોર્ટ પર રમવાની આવડત ધરાવતી હતી. જેના લીધે દરેક ગ્રેન્ડ સ્લેમ ઓછામાં ઓછી ચાર વખત જીતનારી તે વિશ્વની એકમાત્ર ખેલાડી બની ગઇ હતી. તેણીએ છ ફ્રેન્ચ ઓપન સિંગલ્સ ટાઇટલો (એવર્ટ પછી બીજા ક્રમે) અને સાત વિમ્બલડન સિંગલ્સ ટાઇટલો (નવરાતિલોવા અને હેલેન વિલ્સ મૂડી પછીના ક્રમે) જીત્યાં છે. તમામ ત્રણ મહત્વના ટેનિસ કોર્ટ (ગ્રાસ કોર્ટ, ક્લે કોર્ટ અને હાર્ડ કોર્ટ) પર રમીને કેલેન્ડર યર ગ્રેન્ડ સ્લેમ જીતનારા તે એકમાત્ર ખેલાડી છે, કારણ કે તે પહેલા કેલેન્ડર યર ગ્રેન્ડ સ્લેમ જીતનારા ખેલાડીઓ ત્યારે થઇ ગયા જ્યારે ઓસ્ટ્રેલિયન અને યુએસ (US) ઓપન્સ ગ્રાસ કોર્ટ પર રમાતાં હતાં. 1987 ફ્રેન્ચ ઓપનથી 1990 ફ્રેન્ચ ઓપન સુધી ગ્રાફ સળંગ તેર ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલ્સમાં પહોંચી હતી, જેમાંથી તેણીએ નવમાં વિજય મેળવ્યો હતો. પોતાનાં પ્રથમ ગ્રેન્ડ સ્લેમ વિજય એવા 1987 ફ્રેન્ચ ઓપનથી 1999 ફ્રેન્ચ ઓપનનાં છેલ્લા વિજય સુધી તેઓ 36 ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ સ્પર્ધાઓ રમ્યાં હતાં, જેમાં તેઓ 29 વખત ફાઇનલ્સમાં પહોંચીને 22 વખત ટાઇટલ જીત્યાં હતાં. તેઓ કુલ 31 ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ફાઇનલ્સમાં પહોંચ્યાં હતાં, જે એવર્ટ (34 ફાઇનલ્સ) અને નવરાતિલોવા (32 ફાઇનલ્સ) પછી ત્રીજા ક્રમે આવે છે.[સંદર્ભ આપો]

કેટલાક લોકો ગ્રાફને સૌથી મહાન મહિલા ખેલાડી તરીકે ગણે છે. બિલી જેન કિંગે 1999માં કહ્યું હતું કે, "સ્ટેફી ચોક્કસથી કોઇ પણ સમયની મહાન મહિલા ટેનિસ ખેલાડી છે."[] માર્ટિના નવરાતિલોવાએ પોતાની મહાન ખેલાડીઓની યાદીમાં ગ્રાફનો સમાવેશ કર્યો છે.[] એસોસિયેટેડ પ્રેસ દ્વારા નીમાયેલી નિષ્ણઆતોની પેનેલે ડિસેમ્બર 1999માં ગ્રાફને 20મી સદીની મહાન મહિલા ટેનિસ ખેલાડી તરીકે જાહેર કરી હતી.[] ટેનિસ લેખક સ્ટીવ ફ્લિન્કે તેમના પુસ્તક ધ ગ્રેટેસ્ટ ટેનિસ મેચીસ ઓફ ધ ટ્વેન્ટીઅથ સેન્ચ્યુરી માં સ્ટેફીની 20મી સદીના શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે ગણના કરી છે.[]

1999માં પોતે વિશ્વ ક્રમાંક.3 હતાં ત્યારે ગ્રાફે નિવૃત્તિ લીધી હતી. ઓક્ટોબર 2001માં તેમણે પૂર્વ વિશ્વ ક્રમાંક.1 પુરૂષ ટેનિસ ખેલાડી આન્દ્રે અગાસી સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો, જેડન ગિલ અને જાઝ એલ્લે છે.

જીવનચરિત્ર

[ફેરફાર કરો]

શરૂઆતની કારકિર્દી

[ફેરફાર કરો]

સ્ટેફી ગ્રાફને ટેનિસનો પરિચય તેમના પિતા પીટર ગ્રાફે કરાવ્યો હતો, જે કાર અને વીમાના સેલ્સમેન તેમજ ઉભરતાં ટેનિસ કોચ હતાં. પીટરે તેમની સાડા-ત્રણ વર્ષની દિકરીને ઘરના બેઠકખંડમાં લાકડાનું રેકેટ ફેરવતાં શીખવ્યું. તેણીએ ચાર વર્ષની ઉંમરે જ કોર્ટ પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી અને પાંચ વર્ષની ઉંમરે તો પોતાની પ્રથમ સ્પર્ધા પણ રમી લીધી હતી. ખૂબ જ ઝડપથી તેણી નિયમિત રીતે જુનિયર સ્પર્ધાઓ જીતવા લાગી હતી, અને 1982માં તો તેણીએ યુરોપીયન ચેમ્પિયનશિપ્સ 12ની અને 18ની જીતી લીધી હતી.

ગ્રાફ ઓક્ટોબર 1982માં જર્મનીનાં સ્ટુટગાર્ટમાં પોતાની પ્રથમ વ્યવસાયિક સ્પર્ધામાં રમી હતી. તેણી પોતાની પ્રથમ તબક્કાની મેચ 6-4, 6-0થી ટ્રેસી ઓસ્ટિન સામે હારી ગઇ. ટ્રેસી બે વખતની યુએસ (US) ઓપન ચેમ્પિયન અને પૂર્વ વિશ્વ ક્રમાંક.1 ખેલાડી હતી. (બાર વર્ષ બાદ, ગ્રાફે ઇન્ડિયન વેલ્સ, કેલિફોર્નિયામાં એવર્ટ કપની બીજા તબક્કાની મેચમાં ઓસ્ટિનને 6-0, 6-0થી હરાવી હતી, જે બંનેની એકબીજા સામેની બીજી અને અંતિમ મેચ હતી.)

ગ્રાફે પોતાનાં પ્રથમ સંપૂર્ણ વ્યવસાયિક વર્ષની શરૂઆત 1983માં કહી હતી, જેમાં 13-વર્ષીય ગ્રાફને વિશ્વ ક્રમાંક.124 આપવામાં આવ્યો હતો. તે પછીના ત્રણ વર્ષમાં તેણીએ કોઇ જ ટાઇટલો જીત્યાં ન હતાં, પરંતુ તેણીનો ક્રમ નિયમિત સુધરતો રહ્યો હતો. જે 1983માં વિશ્વ ક્રમાંક. 98, 1984માં ક્રમાંક. 22 અને 1985માં ક્રમાંક. 6 થયો હતો. 1984માં, પ્રથમ વખત ગ્રાફ પર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ધ્યાન ગયું કારણ કે વિમ્બલડનમાં સેન્ટર કોર્ટમાં રમાયેલી ચોથા તબક્કાની મેચમાં યુનાઇટેડ કિંગડમની જો ડ્યુરી સામેની મેચમાં તેણીએ લગભગ અપસેટ સર્જી દીધો હતો. ઓગસ્ટમાં 15-વર્ષીય છોકરી (સૌથી યુવાન વયે પ્રવેશ) તરીકે પશ્ચિમ જર્મનીનું પ્રતિનિધિત્વ કરીને તેણીએ લોસ એન્જલસમાં 1984 ઓલિમ્પિક ગેમ્સની ટેનિસની પ્રદર્શન મેચ પણ જીતી લીધી.[]

ગ્રાફ થાકી ન જાય તે હેતુથી તેના પિતા સમયપત્રક પર ખૂબ જ કડક નિયંત્રણો રાખતા હતા. ઉદાહરણ તરીકે, 1985માં તે યુએસ (US) ઓપન સુધીની માત્ર 10 જ સ્પર્ધામાં રમી હતી, જ્યારે અન્ય ઉભરતી ખેલાડી એવી આર્જેન્ટિનાની ગેબ્રિઅલા સબાટિનીએ ગ્રાફ કરતાં એક વર્ષ નાની હોવા છતાં 21 સ્પર્ધામાં ભાગ લીધો હતો. પીટરે ગ્રાફના અંગત જીવન પર પણ કડક લગામ રાખી હતી. પ્રવાસ વખતે ગ્રાફનું લક્ષ માત્ર પ્રેક્ટિસ અને મેચ રમવા પર જ હોવાને કારણે સામાજિક આમંત્રણોને નકારી કાઢવામાં આવતાં હતાં. પિતા સાથે કામ કરતાં અને બાદમાં કોચ એવા પાવેલ સ્લોઝિલ સાથે ગ્રાફ દિવસના ચાર કલાક સુધી પ્રેક્ટિસ કરતી હતી. મોટેભાગે તે એરપોર્ટથી સીધી જ પ્રેક્ટિસ કોર્ટ પર જ જતી હતી. આ પ્રકારે રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાને લીધે પહેલેથી જ શરમાળ અને એકાંતપ્રિય સ્વભાવ ધરાવતી ગ્રાફને[સંદર્ભ આપો] પ્રવાસનાં શરૂઆતનાં વર્ષોમાં ખૂબ જ ઓછા મિત્રો બન્યાં, પરંતુ તેનાથી તેની રમતમાં નિયમિત સુધારો ચોક્કસ આવ્યો.

1985માં અને 1986ની શરૂઆતમાં ગ્રાફ પ્રભુત્વ ધરાવતી માર્ટિના નવરાતિલોવા અને ક્રિસ એવર્ટ સામે મોટા પડકાર તરીકે ઊભરી આવી હતી. એ સમય દરમિયાન, ગ્રાફ એવર્ટ સામે છ વખત અને નવરાતિલોવા સામે ત્રણ વખત હારી ચૂકી હતી, જે તમામ પરાજય સીધા સેટોમાં થયાં હતાં. તેણી સ્પર્ધા જીતતી ન હતી, પરંતુ સતત સ્પર્ધાઓની ફાઇનલ્સ અને સેમિફાઇનલ્સમાં પહોંચી રહી હતી, જેમાં યુએસ (US) ઓપનમાં સેમિ ફાઇનલમાં તેણીનો નવરાતિલોવા સામેનો પરાજય મુખ્ય હતો.

13 એપ્રિલ, 1986માં ગ્રાફે પોતાની પ્રથમ ડબલ્યુટીએ (WTA) સ્પર્ધા જીતી અને હિલ્ટન હેડ, સાઉથ કેરોલિનામાં ફેમિલી સર્કલ કપની ફાઇનલમાં એવર્ટને પ્રથમ વખત હરાવી. (બાદમાં તેણી એવર્ટ સામે ક્યારેય હારી નહીં, અને સતત સાડા ત્રણ વર્ષ સુધી સાત વખત એવર્ટને હરાવી.) ગ્રાફે પછી એમેલિયા આઇલેન્ડ, ચાર્લસ્ટન અને બર્લિન ખાતેની તેમની ત્રણેય સ્પર્ધાઓ જીતી લીધી, જેમાં એમેલિયા આઇલેન્ડની સ્પર્ધાની ફાઇનલમાં નવરાતિલોવાને 6-2, 6-3થી હરાવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ફ્રેન્ચ ઓપનમાં ગ્રાફને ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો હતો, જોકે બધા તેમને સ્પર્ધા જીતવાના દાવેદાર તરીકે જોવા લાગ્યાં હતાં. જોકે, તેણીને વાઇરસ લાગ્યો અને હાના મેન્ડલિકોવા સામે ક્વાર્ટરફાઇનલ્સમાં 2-6, 7-6, 6-1થી તે હારી ગઇ. બીમારીને લીધે તેણીએ વિમ્બલડન સ્પર્ધા ગુમાવવી પડી અને થોડા અઠવાડિયા પછી થયેલા એક અકસ્માતમાં અંગૂઠો ભાંગી જતાં તેમનો લય તૂટી ગયો. યુએસ (US) ઓપન પહેલા તેણીએ માહવાહ ખાતે યોજાયેલી એક નાની સ્પર્ધા જીતીને પુનરાગમન કર્યું. વર્ષની સૌથી અનુમાનિત મેચમાંથી એક એવી યુએસ (US) ઓપનની સેમિફાઇનલમાં તેણીની ટક્કર નવરાતિલોવા સામે જ થઇ. આ મેચ 2 દિવસ સુધી રમાઇ હતી, જેમાં અંતે ત્રણ મેચ પોઇન્ટ બચાવનારી નવરાતિલોવાનો 6-1, 6-7, 7-6થી વિજય થયો હતો. બાદમાં, સીઝનના અંતે ન્યૂયોર્ક સિટીમાં વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સમાં ફરી એક વખત નવરાતિલોવા સામે ટકરાતાં પહેલા ગ્રાફે ટોક્યો, ઝુરિચ અને બ્રાઇટન ખાતે રમાયેલી ત્રણ સ્પર્ધાઓ સળંગ જીતી લીધી. આ વખતે, નવરાતિલોવાએ ગ્રાફને 7-6, 6-3, 6-2થી હરાવી.

પ્રગતિની શરૂઆતનું વર્ષ: 1987

[ફેરફાર કરો]

ગ્રેન્ડ સ્લેમમાં ગ્રાફને સફળતા મળવાની શરૂઆત 1987માં થઇ. તેણીએ આ વર્ષમાં ફ્રેન્ચ ઓપન તરફ આગળ વધતાં છ સ્પર્ધામાં વિજય સાથે મજબૂત શરૂઆત કરી. આ અદભૂત પ્રદર્શન દરમિયાન ગ્રાફે મિયામીમાં યોજાયેલી સ્પર્ધાની સેમિફાઇનલમાં માર્ટિના નવરાતિલોવાને તેમજ ફાઇનલમાં ક્રિસ એવર્ટને હરાવી અને સ્પર્ધાના સાત તબક્કામાં માત્ર 20 જ ગેમ ગુમાવી. ફ્રેન્ચ ઓપનમાં ત્રણ-સેટની સેમિફાઇનલમાં ગેબ્રિઅલા સબાટિનીને હરાવીને ગ્રાફે ફાઇનલમાં વિશ્વ ક્રમાંક.1 નવરાતિલોવાને 6-4, 4-6 અને 8-6થી હરાવી.

બાદમાં ગ્રાફે નવરાતિલોવા સામે 7-5, 6-3થી વિમ્બલડન ફાઇનલ ગુમાવી, જે વર્ષનો તેનો પ્રથમ પરાજય હતો. જોકે, ત્રણ અઠવડિયા પછી વાનકુંવર, કેનેડામાં યોજાયેલી ફેડરેશન કપની ફાઇનલમાં તેણીએ સરળતાથી એવર્ટને 6-2, 6-1થી હરાવી. યુએસ (US) ઓપનની ફાઇનલમાં નવરાતિલોવાએ ગ્રાફને 7-6, 6-1થી હરાવતાં તેના અંતમાં કોઇ રોમાંચ ન રહ્યો.

1987માં ત્રણમાંથી બે ગ્રેન્ડ સ્લેમની ફાઇનલમાં નવરાતિલોવાએ ગ્રાફને હરાવી હતી, જોકે અન્ય રીતે ગ્રાફનું પ્રદર્શન સારું રહ્યું હોઇ (નવરાતિલોવાનાં ચારની સામે તે દસ ટાઇટલ જીતી હતી) , નવેમ્બરમાં યોજાનારી વર્જિનીયા સ્લેમ ચેમ્પિયનશિપ્સમાં વિશ્વ ક્રમાંક. 1 કોણ તે નક્કી થવાનું હતું. જોકે ક્વાર્ટરફાઇનલ્સમાં અપસેટ સર્જીને સબાટિનીએ જ નવરાતિલોવાને હરાવી દેતાં અને બાદમાં ગ્રાફે સબાટિનીને ફાઇનલમાં પરાજય આપતાં તેણીએ મોટાભાગના નિરીક્ષકોની નજરમાં પ્રથમ ક્રમાંક મેળવી લીધો હતો, કારણ કે વર્ષના અંતે તેણીનો 74-2નો મેચ રેકોર્ડ હતો.

"ગોલ્ડન સ્લેમ": 1988

[ફેરફાર કરો]
સીઉલનું ક્ષીણ થતાં જતાં સ્કોરબોર્ડનું ચિત્ર, જે સ્પર્ધાના લગભગ 20 વર્ષ પછી લેવામાં આવ્યું છે તે ગ્રાફનો ત્યાં થયેલો વિજય દર્શાવે છે.

ગ્રાફે 1988ના વર્ષની શરૂઆત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ક્રિસ એવર્ટને 6-1, 7-6થી હરાવીને કરી. સમગ્ર સ્પર્ધા દરમિયાન ગ્રાફે એક પણ સેટ ગુમાવ્યો ન હતો અને કુલ માત્ર 29 જ ગેમ ગુમાવી હતી.

ગ્રાફ વસંત દરમિયાન માત્ર બે જ વખત ગેબ્રિઅલા સબાટિની સામે હારી હતી, જેમાં એક વખત બોકા રેટન, ફ્લોરિડા ખાતે હાર્ડકોર્ટ પર અને એક વખત એમેલિયા આઇલેન્ડ, ફ્લોરિડા ખાતે ક્લે કોર્ટ પરની હારનો સમાવેશ થતો હતો. જોકે, ગ્રાફે સાન એન્ટોનિયો, ટેક્સાસમાં સ્પર્ધા જીતી લીધી તેમજ મિયામીમાં તેનું ટાઇટલ જાળવી રાખ્યું, જેમાં તેણીએ ફાઇનલમાં એવર્ટને હરાવી હતી. ગ્રાફે બાદમાં બર્લિનમાં સ્પર્ધા જીતી, જ્યાં પાંચ મેચ દરમિયાન તેણીએ માત્ર બાર જ ગેમ ગુમાવી હતી.

ફ્રેન્ચ ઓપન ખાતે ગ્રાફે 32 જ મિનિટની ફાઇનલમાં નતાશા ઝવેરેવાને હરાવીને સફળતાપૂર્વક પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું.[] 1911 પછી ગ્રેન્ડ સ્લેમ ફાઇનલમાં બેવડી બેગલ પ્રથમ વાર નોંધાઇ હતી.[]

ચોથા તબક્કામાં માર્ટિના નવરાતિલોવાને હરાવી દેનારી ઝવેરેવા સમગ્ર મેચ દરમિયાન માત્ર 13 જ પોઇન્ટ જીતી શકી હતી.[]

બાદમાં વિમ્બલડન આવ્યું, જ્યાં નવરાતિલોવાએ સળંગ છ ટાઇટલો જીત્યાં હતાં. ફાઇનલમાં નવરાતિલોવા સામે 7-5, 2-0થી પાછળ હોવા છતાં ગ્રાફે 5-7, 6-2, 6-1થી મેચને જીતી લીધી. બાદમાં તે હેમ્બર્ગ અને માહવાહ (જ્યાં તેણીએ સમગ્ર સ્પર્ધા દરમિયાન માત્ર આઠ જ ગેમ ગુમાવી)માં સ્પર્ધાઓ જીતી.

યુએસ (US) ઓપન ખાતે ગ્રાફે સબાટિનીને ત્રણ-સેટની ફાઇનલમાં હરાવીને કેલેન્ડર યર ગ્રેન્ડ સ્લેમ જીત્યું. તે પહેલા આ પ્રકારનું પરાક્રમ 1953માં મૌરીન કોન્નોલી બ્રિન્કર અને 1970માં માર્ગારેટ કોર્ટ જ કર્યું હતું.

ગ્રાફે બાદમાં સીઓલ ખાતે ઓલિમ્પિક રમતોમાં સુવર્ણ પદક મેચમાં સબાટિનીને 6-3, 6-3થી હાર આપી અને તેનાથી તે માધ્યામોએ આપેલી "ગોલ્ડન સ્લેમ"ની ઉપમા મેળવવામાં સફળ થઇ.

ગ્રાફે તે જ વર્ષે વિમ્બલડનમાં સબાટિની સાથે મળીને પોતાનું એક માત્ર ગ્રેન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ પણ મેળવ્યું અને ઓલિમ્પિકમાં મહિલા ડબલ્સમાં કાંસ્ય પદક પણ લીધું.

વર્ષના અંતે વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સ ખાતે પામ શ્રીવેરે ગ્રાફને હરાવીને અપસેટ સર્જ્યો. વર્ષ દરમિયાન ગ્રાફની આ ત્રીજી હાર હતી. 1988 બીબીસી (BBC) ઓવરસીઝ સ્પોર્ટસ પર્સનાલિટી ઓફ ધ યર તરીકે તેણીને સન્માનિત કરવામાં આવી.

નવા પડકારનારા અને અંગત પડકારો

[ફેરફાર કરો]

1989ની શરૂઆતમાં પ્રચલિત માન્યતાઓ પ્રમાણે ગ્રાફ વધુ એક ગ્રેન્ડ સ્લેમ જીતશે તેવી અટકળો વહેતી થઇ ગઇ હતી. માર્ગારેટ કોર્ટ જેવા નિરીક્ષકોએ કહ્યું હતું કે ગ્રાફ હજુ ઘણી વખત ગ્રેન્ડ સ્લેમ જીતી શકે છે. અને આશાઓ પ્રમાણે જ વર્ષની શરૂઆત થઇ. ઓસ્ટ્રેલિયન ઓપન ખાતે ફાઇનલમાં હેલેના સુકોવાને હરાવીને ગ્રાફે ગ્રેન્ડ સ્લેમની સંખ્યા પાંચ પર પહોંચાડી. સેમિફાઇનલમાં તેણીએ ગેબ્રિઅલા સબાટિનીને 6-3, 6-0થી હરાવ્યાની ઘટનાને અનુભવી નિરીક્ષક ટેડ ટિન્લિંગે "કદાચ, મેં જોયેલી ટેનિસની શ્રેષ્ઠ રમત" તરીકે વર્ણવી હતી.[]

ગ્રાફે આ પ્રકારનાં સરળ વિજયો મેળવવાનું તે પછીની વોશિંગ્ટન, ડી.સી. (D.C.), સાન એન્ટોનિયો, ટેક્સાસ, બોકા રેટન, ફ્લોરિડા અને હિલ્ટન હેડ, સાઉથ કેરોલિના ખાતેની સ્પર્ધાઓમાં પણ ચાલુ રાખ્યું. વોશિંગ્ટન, ડી.સી. (D.C.) સ્પર્ધા નોંધનીય રહી હતી કારણ કે ગ્રાફ ઝિના ગેરિસન સામેની ફાઇનલમાં પ્રથમ વીસ પોઇન્ટ જીતી હતી.[૧૦] બોકા રેટન ફાઇનલમાં ગ્રાફે ક્રિસ એવર્ટની સામેની સાત ફાઇનલ મેચોમાં પ્રથમ વખત કોઇ સેટ ગુમાવ્યો હતો.[૧૧]

ક્લે કોર્ટ પરની ત્યાર પછીની એમેલિયા આઇલેન્ડ સ્પર્ધાની ફાઇનલમાં ગ્રાફે સબાટિની સામે હારીને વર્ષની પોતાની પ્રથમ મેચ ગુમાવી, જોકે યુરોપીયન ક્લે કોર્ટ પર હેમ્બર્ગ અને બર્લિનમાં વિજયો મેળવીને તેણીએ પુનરાગમન કર્યું.

ગ્રાફનાં ગ્રેન્ડ સ્લેમ વિજયોનો સિલસિલો ફ્રેંચ ઓપનમાં તૂટ્યો, જ્યાં સ્પેનની 17 વર્ષીય આરાંક્ષા સાંચેઝ વિકારિયોએ ગ્રાફને ત્રણ સેટોમાં હરાવી. ગ્રાફે મેચ બચાવવા માટે ત્રીજા સેટમાં 5-3ના સ્કોરે સર્વિસ કરી, પરંતુ સરખા પોઇન્ટે તેણીએ ગેમ ગુમાવી અને મેચમાં વધારાના ત્રણ પોઇન્ટ મેળાવ્યા સિવાય વધુ કંઇ પણ તે ન કરી શકી. સેમિફાઇનલમાં મોનિકા સેલેસને 6-3, 3-6, 6-3થી હરાવવામાં પણ તેને સંઘર્ષ કરવો પડ્યો હતો.

જોકે ગ્રાફે વિમ્બલડનની ફાઇનલમાં માર્ટિના નવરાતિલોવાને 6-2, 6-7, 6-1થી હરાવીને પુનરાગમન કર્યું, જે પહેલા તેણીએ ચોથા તબક્કાની મેચમાં સેલેસને 6-0, 6-1થી, ક્વાર્ટરફાઇનલમાં સાંચેઝ વિકારિયો અને સેમિફાઇનલમાં ક્રિસ એવર્ટને હરાવી હતી.


સાન ડીએગો અને માહવાહની સ્પર્ધાઓમાં સરળ વિજયો મેળવીને ગ્રાફે યુએસ (US) ઓપનની તૈયારીઓ કરી લીધી હતી. યુએસ (US) ઓપન ખાતેની સેમિફાઇનલમાં મેચમાં ગ્રાફે સબાટિનીને 3-6, 6-4, 6-2થી પરાજય આપ્યો. ફાઇનલમાં નવરાતિલોવા 6-3, 4-2થી આગળ હતી ત્યારે જ ગ્રાફે વળતો પ્રહાર કરીને 3-6, 7-5, 6-1થી મેચ જીતી લઇને વર્ષનું ત્રીજું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું.

ઝુરિચ અને બ્રાઇટન ખાતેના વિજયો બાદ વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સમાં ગ્રાફે નવરાતિલોવાને ફાઇનલમાં 6-4, 7-5, 2-6, 6-2થી હરાવીને પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું. ગ્રાફે 1989નું વર્ષ 86-2 મેચ રેકોર્ડ સાથે પૂરૂં કર્યું અને સમગ્ર વર્ષ દરમિયાન તેણીએ માત્ર બાર જ સેટ ગુમાવ્યાં હતાં.

ગ્રાફે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં મેરી જો ફર્નાન્ડીઝને હરાવી હતી, જે છેલ્લા નવ ગ્રેન્ડ સ્લેમમાં તેણીનું આઠમુ ગ્રેન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ હતું. તેમનો જીતવાનો સિલસિલો (1989 ફ્રેન્ચ ઓપનથી અપરાજીત ગ્રાફ આરાંક્ષા સાંચેસ વિકારિયો સામે હારી) ટોક્યો, એમેલિયા આઇલેન્ડ અને હેમ્બર્ગમાં વિજયો સાથે ચાલુ રહ્યો. બર્લિનમાં ફાઇનલમાં મોનિકા સેલેસ સામે હાર્યા પહેલાં તે પોતાનો અપરાજીત રહેવાનો વિક્રમ 66 પર લઇ ગઇ (ડબલ્યુટીએ (WTA)ના ઇતિહાસમાં માર્ટિના નવરાતિલોવાના 74 વિજયો પછી બીજા ક્રમે).

બર્લિન ટુર્નામેન્ટ ચાલતી હતી ત્યારે જ જર્મનીમાં સૌથી વધુ ફેલાવો ધરાવતાં ટેબ્લોઇડ બિલ્ડ દ્વારા ગ્રાફના પિતાને સંડોવતાં એક કૌભાંડનો લેખ વહેતો કરવામાં આવ્યો. આ બાબતે વિમ્બલડન ખાતેની પત્રકાર પરિષદમાં સામનો કરવો પડ્યો ત્યારે ગ્રાફને પ્રશ્નોના જવાબ આપવામાં સમસ્યા સર્જાઇ હતી, અને તે રડી પડી હતી. બાદમાં વિમ્બલડન સત્તાવાળાએ જો તે વિવાદ બાબતે પ્રશ્નો પૂછવા હોય તો ભવિષ્યમાં કોઇ પણ પત્રકાર પરિષદ ન યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. આ કૌભાંડે ગ્રાફના પ્રદર્શન પર અસર કરી હતી કે નહીં તે બાબતે ચર્ચાઓ શરૂ થઇ ગઇ. જુલાઇ 1990માં સ્ટર્ન સામાયિકને આપેલી મુલાકાતમાં ગ્રાફે જણાવ્યું હતું કે, "હું હંમેશની જેમ લડત આપી શકી ન હતી."[૧૨]

ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ગ્રાફનો ફરી 7-6, 6-4થી મોનિકા સેલેસ સામે પરાજય થયો, જેમાં સેલેસે પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં સળંગ ચાર સેટ પોઇન્ટ બચાવ્યાં હતાં. વિમ્બલડનની સેમિફાઇનલમાં ગ્રાફ ઝિના ગેરિસન સામે હારી ગઇ. મોન્ટ્રિઅલ અને સાન ડિએગોમાં વિજયો પછી ગ્રાફ યુએસ (US) ઓપનની ફાઇનલમાં પહોંચી, જ્યાં સબાટિની સામે તેનો સીધા સેટોમાં જ પરાજય થયો. યુએસ (US) ઓપન પછી ગ્રાફે ચાર ઇનડોર સ્પર્ધાઓ જીતી, પરંતુ વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સની સેમિફાઇનલમાં ફરી એક વખત તે સબાટિની સામે હારી ગઇ. 1990માં ગ્રાફ માત્ર એક જ સિંગલ્સ ગ્રેન્ડ સ્લેમ મુકાબલો જીતી હોવા છતાં તે વર્ષ તેણે ટોચની ખેલાડી તરીકે જ પૂરૂં કર્યું.

ઇજાની સમસ્યાઓ, અંગત તકલીફો અને રમતની ધાર ગુમાવવાના કારણે 1991નું વર્ષ ગ્રાફ માટે કાઠું રહ્યું. મહિલા પ્રવાસમાં સેલેસે પોતાને પ્રભુત્વ ધરાવતી નવી ખેલાડી તરીકે સ્થાપીને ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ (US) ઓપન જીતી લીધા. માર્ચમાં તો તેણીએ ગ્રાફનો સળંગ 186 અઠવાડિયા વિશ્વ ક્રમાંક. 1 રહેવાનો વિક્રમ પણ તોડી નાખ્યો. વિમ્બલડન જીતીને ગ્રાફે ટૂંક જ સમયમાં ફરીથી ટોચનો ક્રમ મેળવ્યો તો ખરો પરંતુ યુએસ (US) ઓપનમાં નવરાતિલોવા સામે હાર સાથે તેણીએ ફરીથી તે સ્થાન ગુમાવ્યું.

બાદમાં ગ્રાફ યાના નોવોત્ના સામે ઓસ્ટ્રેલિયન ઓપનમાં હારી ગઇ. 1986 ફ્રેન્ચ ઓપન પછી પ્રથમ વખત એવું બન્યું હતું કે તે સિંગલ્સ ગ્રેન્ડ સ્લેમ સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચી ન હોય. તે પછીની ત્રણ સ્પર્ધાઓમાં તેણીએ ગેબ્રિઅલા સબાટિની સામેની પોતાની ત્રણેય મેચો ગુમાવી. જોકે બાદમાં સાન એન્ટોનિયોમાં યોજાયેલી યુ.એસ. (U.S.) હાર્ડકોર્ટ ચેમ્પિયનશિપ્સની ફાઇનલમાં તેણીએ મોનિકા સેલેસને હરાવી સ્પર્ધા જીતી લીધી. એમેલિયા આઇલેન્ડ, ફ્લોરિડામાં સબાટિની સામે પોતાની સળંગ પાંચમી મેચ ગુમાવ્યા બાદ ગ્રાફે ફરી એક વખત હેમ્બર્ગની ફાઇનલમાં સેલેસને હરાવી. બર્લિનમાં સ્પર્ધા જીત્યા બાદ, ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલમાં ગ્રાફે પોતાની કારકિર્દીના સૌથી ખરાબ પરાજયોમાંથી એક કહી શકાય તેવો પરાજય મેળવ્યો. જેમાં આરાંક્ષા સાંચેસ વિકારિયો સામે તે માત્ર બે જ ગેમ જીતી શકી અને 1984 પછી પ્રથમ વખત 6-0થી સેટ ગુમાવ્યો. જોકે, ગ્રાફે આ વર્ષે પોતાનું ત્રીજું વિમ્બલડન ટાઇટલ મેળવ્યું, જેમાં ફાઇનલમાં તેણે સાબટિનીને પરાજય આપ્યો. બાદમાં યુએસ (US) ઓપનમાં નવરાતિલોવાએ તેને 7-6, 6-7, 6-4થી પરાજય આપ્યો, જે ચાર વર્ષમાં ગ્રાફ સામે તેણીનો પ્રથમ વિજય હતો. ગ્રાફે બાદમાં લેઇપઝિગ ક્વાર્ટરફાઇનલમાં જુદિથ વીસનરને હરાવીને પોતાની કારકિર્દીનો 500મો વિજય મેળવ્યો. ઝુરિચ અને બ્રાઇટન ખાતે બે ઇન્ડોર સ્પર્ધાઓ જીતી લીધા બાદ તે ફરી એક વખત વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સમાં નિષ્ફળ ગઇ અને ક્વાર્ટર ફાઇનલમાં નોવોત્ના સામે તેનો પરાજય થયો. પરાજય પછી તરત જ તેણીએ લાંબા-સમયથી પોતાના કોચ એવા પાવેલ સ્લોઝિલ સાથે છેડો ફાડ્યો.

જર્મન ઓરીની માંદગીએ ગ્રાફને 1992ની પ્રથમ મહત્વની સ્પર્ધા ઓસ્ટ્રેલિયન ઓપન ચૂકી જવા મજબૂર કરી. તેનું સમગ્ર વર્ષ પરાજયથી ભરેલું રહ્યું અને પોતાની પ્રથમ ચાર સ્પર્ધામાંથી ત્રણમાં તેની હાર થઇ, જોકે બોકા રેટન, ફ્લોરિડામાં તેની આશ્ચર્યજનક રીતે જીત થઇ. હેમ્બર્ગ અને બર્લિનના વિજયોએ (બંનેની ફાઇનલ્સમાં આરાંક્ષા સાંચેઝ વિકારિયોને હરાવીને) તેને ફ્રેન્ચ ઓપન માટે તૈયાર કરી, જ્યાં સેમિફાઇનલ્સમાં પ્રથમ સેટ 6-0થી ગુમાવ્યાં બાદ તેણીએ સાંચેઝ વિકારિયોને હરાવી. ફાઇનલમાં તેણીએ મોનિકા સેલેસ સાથેની પ્રતિસ્પર્ધા તાજી કરી, જોકે ત્રીજા સેટમાં સેલેસ 10-8થી જીતી ગઇ. સેલેસ છેક પાંચમા મેચ પોઇન્ટમાં આ મેચ જીતી; તે પહેલાં ગ્રાફ મેચની જીતની 2 પોઇન્ટ નજીક પહોંચી ગઇ હતી. વિમ્બલડનમાં શરૂઆતના તબક્કાની મેચોમાં તળિયાના ક્રમ ધરાવતી મેરિયાન દે સ્વાર્દત અને પેટ્ટી ફેન્ડિક સામે ત્રણ સેટમાં જીત્યાં પછી તેણીએ ક્વાર્ટરફાઇનલમાં નતાશા ઝવેરેવાને, સેમિફાઇનલમાં સબાટિનીને અને ફાઇનલમાં 6-2, 6-1થી સેલેસને હરાવી. પોતાના ડરકવાનાં અવાજો સામે માધ્યમો અને ખેલાડીઓએ મોટાપાયે ટીકાઓ કરતાં સેલેસ આ મેચ સંપૂર્ણ મૌન સાથે રમી હતી. બાદમાં ગ્રાફે ફેડ કપની તમામ પાંચ મેચો જીતીને ફાઇનલમાં જર્મનીને સ્પેનને હરાવવામાં મદદ કરી હતી, જેમાં તેણીએ સાંચેઝ વિકારિયોને 6-4, 6-2થી હરાવી હતી. બાર્સેલોના ખાતેની ઓલિમ્પિક રમતોની ફાઇનલમાં જેનિફર કેપ્રિઆતી સામે હારી જતાં ગ્રાફે રજત ચંદ્રકથી જ સંતોષ માનવો પડ્યો. યુએસ (US) ઓપનની ક્વાર્ટરફાઇનલમાં અપસેટ સર્જીને સાંચેઝ વિકારિયોએ ગ્રાફને 7-6(5), 6-3થી હરાવી. પાનખર ઋતુમાં ચાર સળંગ ઇન્ડોર સ્પર્ધાઓ જીતતાં તેણીનું વર્ષ સુધર્યું, જોકે સતત ત્રીજા વર્ષ માટે તે વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સ જીતવામાં નિષ્ફળ ગઇ, જ્યાં પ્રથમ તબક્કામાં જ તે લોરી મેકનેઇલ સામે હારી ગઇ.

પ્રભુત્વનો બીજો તબક્કો

[ફેરફાર કરો]

ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં મોનિકા સેલેસે ગ્રાફને ત્રણ સેટોમાં 4-6, 6-3, 6-2થી હાર આપી. તેમની વચ્ચે ઝડપથી આગળ વધી રહેલી પ્રતિસ્પર્ધા આ મેચ પછી ઠંડી પડી ગઇ. હેમ્બર્ગમાં સેલેસ અને માગ્દાલીના મલીવા વચ્ચેની ક્વાર્ટરફાઇનલ દરમિયાન ગ્રાફના જર્મન પ્રસંશક અને માનસિક રોગી ગુન્ટર પાર્શેએ સેલેસનાં ખભાંનાં હાડકા વચ્ચે ચાકુથી હુમલો કર્યો. આ પ્રસંશકે દાવો કર્યો હતો કે તેણે આ હુમલો ગ્રાફને ફરીથી વિશ્વ ક્રમાંક. 1 મેળવવા મદદ થાય તે માટે કર્યો હતો. બે વર્ષથી વધુ સમય વીત્યાં પછી સેલેસ ફરી પાછી કોર્ટ પર પરત ફરી.

સેલેસની ગેરહાજરીમાં ગ્રાફે ચારમાંથી ત્રણ ગ્રેન્ડ સ્લેમ જીતીને મહિલા ટેનિસમાં ફરીથી પ્રભુત્વ ધરાવતી ખેલાડી તરીકે પોતાને સ્થાપિત કરી. જોકે, વર્ષની પ્રથમ છ સ્પર્ધામાં પડકારનારા ખેલાડીઓથી પોતાની જાતને અલગ કરતાં ગ્રાફને થોડો સમય લાગ્યો: છમાંથી બે વખત તે આરાંક્ષા સાંચેઝ વિકારિયો તેમજ એક-એક વખત સેલેસ અને 36 વર્ષીય માર્ટિના નવરાતિલોવા સામે હારી હતી. બર્લિનની સ્પર્ધામાં તેણીએ સબિને હેક સામે સંઘર્ષ કરતાં 6-0થી સેટ ગુમાવ્યો. જોકે બાદમાં તે મેરી જો ફર્નાન્ડીઝ અને ગેબ્રિઅલા સબાટિની સામે ત્રણ-સેટની મેચોમાં જીતીને તેણે બર્લિનમાં આઠ વર્ષમાં પોતાનું સાતમુ ટાઇટલ મેળવ્યું. ફ્રેન્ચ ઓપનમાં પણ ગ્રાફ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી ન હોવા છતાં ફાઇનલમાં ત્રણ સેટમાં ગ્રાફે ફર્નાન્ડીઝને હરાવીને 1988 પછી પ્રથમ વખત આ ટાઇટલ મેળવ્યું. આ વિજયથી 22 મહિનામાં પ્રથમ વખત ગ્રાફે વિશ્વ ક્રમાંક. 1 મેળવ્યો. સારી રમત છતાં યાના નોવોત્નાની અચાનક જ પાણીમાં બેસી જવાની ખૂબ જ જાણીતી ઘટનાને લીધે ગ્રાફ પાંચમુ વિમ્બલડન ટાઇટલ જીતવામાં સફળ રહી. આ ઘટનામાં યાના 5-1થી આગળ યાનાને નિર્ણાયક સેટમાં સર્વિસથી પોઇન્ટ મળે તેવો હતો. જોકે તે સેટ જીતી શકી નહીં, પરંતુ તે પછીના પાંચ ગેમ પણ યાનાએ ગુમાવી દીધી. આ સ્પર્ધામાં ગ્રાફનો જમણો પગ ઇજાગ્રસ્ત હતો (જે ઇજા આવનારા થોડા મહિના સુધી રહી હતી), જેને પગલે 4 ઓક્ટોબરના રોજ તેણીએ શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી.

તે દરમિયાન, આશ્ચર્યજનક રીતે ફેડ કપની ક્લે કોર્ટ પરની મેચમાં તે ઓસ્ટ્રેલિયાની નિકોલ બ્રાડ્કે સામે હારી ગઇ. બાદમાં યુએસ (US) ઓપનની તૈયારીના ભાગરૂપે તેણીએ સાન ડિએગોની સ્પર્ધા અને ટોરન્ટોની સ્પર્ધાઓ જીતી. ફાઇનલમાં હેલેના સુકોવાને સરળતાથી હરાવીને તે ત્યાં જીતી ગઇ. જોકે તે પહેલા ક્વાર્ટરફાઇનલમાં તેણીએ ત્રણ-સેટમાં સબાટિનીને હરાવી હતી. પગની શસ્ત્રક્રિયા પહેલા તેણીએ ફરીથી લેઇપઝિગની સ્પર્ધા જીતી, જેની ફાઇનલમાં નોવોત્ના સામે તેણીએ માત્ર બે જ ગેમ ગુમાવી હતી. એક મહિના પછી પરત ફરીને ફિલાડેલ્ફિયામાં તેણે કોંચિતા માર્ટિનેઝ સામેની મેચ ગુમાવી. જોકે, તેણે યાદગાર પળ સાથે વર્ષની પૂર્ણાહૂતિ કરતાં 1989 પછી પોતાની પ્રથમ વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સ જીતી, જેમાં ફાઇનલમાં કમરની ઇજાઓ માટે પીડાનાશક દવાઓ લેવી પડે તેમ હોવા છતાં તેણીએ સાંચેઝ વિકારિયોને હરાવી.

વર્ષો પછી દેખીતી રીતે પ્રથમ વખત ગ્રાફ ઇજામુક્ત થઇ હતી. જેથી ગ્રાફે આ વર્ષની શરૂઆત ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને કરી, જ્યાં તેણીએ આરાંક્ષા સાંચેઝ વિકારિયો સામે માત્ર બે ગેમ ગુમાવીને ફાઇનલ જીતી હતી. તે પછીની પોતાની ચારેય સ્પર્ધાઓ તેણીએ સરળતાથી જીતી. વર્ષમાં સતત 54 સેટ જીત્યા પછી મિયામી ફાઇનલમાં નતાશા ઝવેરેવા સામે તેણીએ વર્ષનો પ્રથમ સેટ ગુમાવ્યો. 1994માં સળંગ 36 વિજયો પછી તે હેમ્બર્ગ ફાઇનલમાં પ્રથમ વખત સાંચેઝ વિકારિયો સામે ત્રણ સેટમાં હારી. પછી તેણીએ પોતાનું આઠમુ જર્મન ઓપન જીત્યું, પરંતુ આ સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં જુલી હેલાલ્ડ સામે માંડ મળેલી જીત હતી, જે ગ્રાફની રમત ધીરેધીરે ખરાબ થતી જતી હોવાની સૂચક હતી. બાદમાં ગ્રાફે મેરી પીયર્સ સામે ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલ ગુમાવી અને ખરાબ પ્રદર્શન જારી રાખતાં વિમ્બલડનના પ્રથમ તબક્કામાં જ લોરી મેકનેઇલ સામેની મેચ પણ ગુમાવી, જે છેલ્લા દશ વર્ષની ગ્રેન્ડ સ્લેમ સ્પર્ધાના પ્રથમ તબક્કામાં તેનો પ્રથમ પરાજય હતો. જોકે તે પછીના મહિને ગ્રાફ સાન ડિએગો સ્પર્ધા જીતવામાં સફળ રહી પરંતુ ફાઇનલમાં સાંચેઝ વિકારિયોને હરાવવાના ચક્કરમાં તેણીએ પોતાની લાંબા-સમયની પીઠની ઇજાને વધુ ગંભીર બનાવી દીધી. બાદમાં તે કમર પટો પહેરવા લાગી અને તેણીનાં યુએસ (US) ઓપન રમવા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તતી રહી. જોકે અંતે તેણે સારવાર અને મેચ પહેલાના બે કલાક સ્ટ્રેચિંગ (હાથ-પગ અને સ્નાયુઓને ખેંચવા)ની મદદથી રમવાનું પસંદ કર્યું. ગ્રાફ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગઇ અને સાંચેઝ વિકારિયો સામેનો પ્રથમ સેટ પણ તેણીએ જીતી લીધો. જોકે સાંચેઝ વિકારિયોએ ગ્રાફ સામે પોતાનો છેલ્લો વિજય નોંધાવ્યો. જોકે તેણીની પીઠની ઇજા વકરતાં તે પછીના બે સેટ તેણીએ ગુમાવી દીધા. તે પછીના નવ અઠવાડિયા તે કોર્ટથી દૂર રહી, અને વર્જિનીયા સ્લિમ્સ ચેમ્પિયનશિપ્સમાં પુનરાગમન કર્યું. જોકે ક્વાર્ટરફાઇનલમાં તે પીઅર્સ સામે હારી ગઇ.

આ વર્ષે ઇજાએ ગ્રાફને ઓસ્ટ્રેલિયન ઓપનથી દૂર રાખી. પુનરાગમન કરતાં તેણીએ આરાંક્ષા સાંચેઝ વિકારિયોને ફ્રેચ ઓપન અને વિમ્બલડન બંન્નેને ફાઇનલમાં પરાસ્ત કરી. 1993ના હુમલા પછી યુએસ (US) ઓપન મોનિકા સેલેસનું પ્રથમ ગ્રેન્ડ સ્લેમ હતું. સેલેસ અને ગ્રાફની ફાઇનલમાં ટક્કર થઇ, જેમાં ગ્રાફે 7-6, 0-6, 6-3થી વિજય મેળવ્યો. બાદમાં સીઝનના અંતે ગ્રાફે પોતાના દેશની જ આંકે હ્યુબરને પાંચ-સેટની ફાઇનલમાં (6-1, 2-6, 6-1, 4-6, 6-3) 2 કલાક અને 46 મિનિટમાં હરાવીને વર્ષની પૂર્ણાહૂતિ કરી. ડબલ્યુ.ટી.એ.(WTA) ટૂર ચેમ્પીયેન્શીપ્સ

અંગત રીતે જોઇએ તો 1995નું વર્ષ ગ્રાફ માટે કપરું રહ્યું. આ વર્ષે જર્મન સત્તાવાળાઓએ ગ્રાફ પર તેની કારકિર્દીની શરૂઆતમાં કરવેરાની ચોરી કરી હોવાનો આક્ષેપ કર્યો. પોતાના બચાવમાં તેણીએ કહ્યું કે પિતા પીટર તેના નાણાંકિય વહીવટકર્તા હતાં અને તે સમયે તેણીની આવક સંબધિત તમામ નાણાંકિય બાબતો પિતાના સંચાલન હેઠળ હતી. આ નિવેદન બાદ પીટરને 45 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી. જોકે 25 મહિના પછી તેમને છોડી દેવામાં આવ્યાં. 1997માં સ્ટેફી ગ્રાફે 1.3 મિલિયન ડ્યુશ માર્કનો દંડ ભરવાની અને દાન કરવાની તૈયારી સરકારને દર્શાવતાં પ્રોઝેક્યુટર્સે તેમની સામેના કેસો પાછા ખેંચી લીધા.

ઇજાના કારણે ગ્રાફ ફરીથી ઓસ્ટ્રેલિયન ઓપન ચૂકી ગઇ. જોકે બાદમાં તેણીએ અન્ય ત્રણેય ગ્રેન્ડ સ્લેમ ટાઇટલો જાળવી રાખ્યા, જે તેણીએ એક વર્ષ પહેલાં જીત્યાં હતાં. ખૂબ જ રોમાંચક ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં ગ્રાફ ફરીથી આરાંક્ષા સાંચેઝ વિકારિયો પર ભારે પડી અને ત્રીજો સેટ 10-8થી જીતી લીધો. તે પછી તો ગ્રાફે વિમ્બલડન ફાઇનલમાં સાંચેઝ વિકારિયો સામે અને યુએસ (US) ઓપન ફાઇનલમાં મોનિકા સેલેસ સામે સીધા સેટોમાં વિજયો મેળવ્યાં. માર્ટિના હિંગિસ સામે પાંચ સેટથી વિજય મેળવીને ગ્રાફ પોતાનું પાંચમુ અને અંતિમ ચેઝ ચેમ્પિયનશિપ્સ ટાઇટલ પણ જીતી. ડાબા ઘૂંટણ પર ઇજાને કારણે તે એટલાન્ટામાં યોજાયેલા 1996 ઉનાળુ ઓલિમ્પિક્સમાં પણ ભાગ લઇ શકી નહીં.[૧૩]

પ્રવાસના અંતિમ વર્ષો: 1997-99

[ફેરફાર કરો]

ગ્રાફની કારકિર્દીના છેલ્લા વર્ષો ઇજાઓથી છવાયેલા રહ્યાં, જેમાં ઘૂંટણ અને કમરની ઇજાઓ મુખ્ય હતી. તેણીએ પોતાનો વિશ્વ ક્રમાંક. 1 ગુમાવતાં માર્ટિના હિંગિસ ટોચ પર આવી અને દસ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું કે ગ્રાફ એક પણ ગ્રેન્ડ સ્લેમ જીતી શકી નહીં. 1997માં ગ્રાફ ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા તબક્કામાં અમાન્ડા કોએત્ઝર સામે સીધા સેટોમાં 2-6, 5-7થી હારી ગઇ.[૧૪] ઇજાને લીધે કેટલાય મહિના ઘેર બેઠા પછી ગ્રાફે બર્લિનમાં યોજાયેલા જર્મન ઓપનમાં ઘરેલુ દર્શકો સમક્ષ પુનરાગમન કર્યું, જેની ક્વાર્ટર ફાઇનલમાં અમાન્ડા કોએત્ઝરે તેને માત્ર 56 મિનિટમાં 6-0, 6-1થી હાર આપતાં ગ્રાફનો કારકિર્દીનો સૌથી ખરાબ પરાજય થયો હતો. [૧૪][૧૫] ફ્રેન્ચ ઓપનમાં ગ્રાફ ફરીથી અમાન્ડા કોએત્ઝર સામે સીધી સેટોમાં 6-1, 6-4 હારી ગઇ.[૧૬] તે પછી ઇજાના કારણે ગ્રાફ વિમ્બલડન રમી શકી નહીં.

1998માં વર્ષનો લગભગ અડધો પ્રવાસ ચૂકી ગયા બાદ, ગ્રાફે વિશ્વ ક્રમાંક. 2 માર્ટિના હિંગિસ અને વિશ્વ ક્રમાંક. 1 લિન્ડસે ડેવનપોર્ટને હરાવીને ફિલાડેલ્ફિયા ટાઇટલ જીત્યું. સીઝનના અંતે ચેઝ ચેમ્પિયનશિપ્સના પ્રથમ તબક્કામાં ગ્રાફે વિશ્વ ક્રમાંક. 3 યાના નોવોત્નાને હાર આપી.

1999ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન પહેલાંની સીડનીની સ્પર્ધામાં બીજા તબક્કામાં તેણીએ સેરેના વિલિયમ્સને અને ક્વાર્ટર ફાઇનલ્સમાં વિનસ વિલયમ્સન હરાવી, જોકે સેમિફાઇનલમાં તે લિન્ડસે ડેવનપોર્ટ સામે હારી ગઇ. બાદમાં ગ્રાફ મોનિકા સેલેસ સામે 7-5, 6-1થી હાર્યા પહેલાં ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલ્સ સુધી પહોંચવામાં સફળ રહી. મેચ પછી ગ્રાફે કહ્યું હતું કે 1998 કોરલ ડબલ્યુટીએ (WTA) ચેમ્પિયનશિપ્સમાં મોનિકા સેલેસે તેમની મેચમાં જે રીતે શરૂઆત કરી હતી તે જોતાં હું મેચમાં અત્યંત નાસીપાસ હતી.

1999 ફ્રેન્ચ ઓપનમાં ગ્રાફ ત્રણ વર્ષમાં પ્રથમ વખત ગ્રેન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી, જેમાં જબરદસ્ત લડત આપીને ટોચનો ક્રમ ધરાવતી હિંગિસને ત્રણ સેટોમાં હરાવીને યાદગાર વિજય મેળવ્યો. ઓપન એરામાં ગ્રાફ પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક ધરાવતાં ખેલાડીઓને એક જ ગ્રેન્ડ સ્લેમમાં હાર આપનારી પ્રથમ ખેલાડી બની. સ્પર્ધામાં તેણીએ ક્વાર્ટર ફાઇનલ્સમાં બીજો ક્રમ ધરાવનારી ડેવનપોર્ટ અને સેમિફાઇનલ્સમાં ત્રીજો ક્રમ ધરાવનારી મોનિકા સેલેસને હાર આપી હતી. ફાઇનલ બાદ ગ્રાફે કહ્યું હતું કે આ તેનું અંતિમ ફ્રેન્ચ ઓપન હશે,[૧૭] જેનાથી તેની નિવૃત્તિની જોરદાર અટકળો વહેતી થઇ.


પછી ગ્રાફ તેની નવમી વિમ્બલડન સિંગલ્સ ફાઇનલમાં પહોંચી, જ્યાં તેની ડેવનપોર્ટ સામે 6-4, 7-5થી હાર થઇ. વિમ્બલડન મિક્સ્ડ ડબલ્સમાં ગ્રાફે જોહ્ન મેકએન્રો સાથે જોડી બનાવી, પરંતુ સિંગલ્સ ફાઇનલ મુકાબલા માટે પોતાના ઘૂંટણને સાજો રાખવાના હેતુથી તે મિક્સ્ડ સેમિફાઇનલ તબક્કામાં જ ખસી ગઇ.[૧૮]

ઓગસ્ટ 1999માં સાન ડિએગોની મેચમાંથી નિવૃત્ત થયા પછી ગ્રાફે મહિલા પ્રવાસમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી. નિવૃત્તિ જાહેર કરતી વખતે તે વિશ્વ ક્રમાંક. 3 હતી. ગ્રાફે કહ્યું હતું કે, "ટેનિસમાં મારે જે કરવું હતું તે તમામ ચીજો મેં કરી લીધી છે. મને લાગે છે કે મારે હવે કશુંય કરવાનું બાકી રહેતું નથી. વિમ્બલડન [1999માં] પછીના અઠવાડિયા મારા માટે સરળ ન હતાં. હવે મને પહેલાં જેવો આનંદ મળતો નથી. વિમ્બલડન પછી મારી કારકિર્દીમાં પ્રથમ વખત એવું બન્યું છે કે મને કોઇ સ્પર્ધામાં જવાની ઇચ્છા ન થતી હોય. ભૂતકાળમાં મારી પાસે જે પ્રેરકબળ હતું તે હવે નથી રહ્યું."[૧૯]

નિવૃત્તિ-પછીની પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

વર્લ્ડ ટીમ ટેનિસની એક મેચમાં હ્યુસ્ટન રેંગલર્સ ટીમ સામે ગ્રાફ રમી હતી. ત્રણ મેચોમાંથી ગ્રાફનો બે મેચમાં પરાજય થયો હતો. દરેક મેચ એક સેટની જ હતી. ગ્રાફે પોતાની સિંગલ્સ મેચ એલેના લિખોવ્ત્સેવા સામે 5-4થી ગુમાવી. મહિલા ડબલ્સ મુકાબલામાં તેણીએ આન્સ્લે કારગિલ સાથે જોડી બનાવીને અન્ના કુર્નિકોવા અને લિખોવ્ત્સેવાને ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો, જોકે તેની જોડી 5-2થી હારી ગઇ. જોકે તેઓ મિક્સ્ડ ડબલ્સ મેચમાં સફળ રહ્યાં. ગ્રાફે વ્યવસાયિક ટેનિસમાં પુનરાગમનની વાતને સંપૂર્ણ રીતે નકારી કાઢતાં કહ્યું કે, "મને રમવામાં ઘણી મજા આવી. જોકે રમત મારા ધાર્યા પ્રમાણેની ન હતી."[સંદર્ભ આપો]

વિમ્બલડન સેન્ટર કોર્ટ ખાતે નવા નંખાયેલા છાપરાની ટેસ્ટ અને ઊજવણી માટે ગ્રાફે કિમ ક્લાઇસ્ટર્સ સામે સિંગલ્સ પ્રદર્શન મેચ તેમજ પતિ આન્દ્રે અગાસી સાથે જોડી બનાવીને ટીમ હેનમેન અને ક્લાઇસ્ટર્સ સામે ડબલ્સની પ્રદર્શન મેચ રમી હતી. તેણીએ ક્લાઇસ્ટર્સ સામેની લાંબી એક-સેટની સિંગલ્સ મેચ અને મિક્સ્ડ ડબલ્સ મેચ એમ બંને મેચ ગુમાવી.

ધ એલ્ટન જોહ્ન એઇડ્સ ફાઉન્ડેશનને મદદ કરવા માટે ગ્રાફે વોશિંગ્ટન, ડી.સી.(D.C.)માં વર્લ્ડ ટીમ ટેનિસ સ્મેશ હિટ્સ પ્રદર્શનમાં ભાગ લીધો. ગ્રાફ અને તેના પતિ આન્દ્રે અગાસી ટીમ એલ્ટન જોહ્નમાં હતાં, જે ટીમ બિલી જેન કિંગ સામે મુકાબલો કરી રહી હતી. ડાબા પગની પીંડીના સ્નાયુ ખેંચાયો અને તેમની જગ્યાએ અન્ના કુર્નિકોવા આવી તે પહેલાં ગ્રાફ સેલેબ્રિટી ડબલ્સ, વીમેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ મુકાબલાઓ રમી હતી.

કારકિર્દીનો સારાંશ

[ફેરફાર કરો]

ગ્રાફે વિમ્બલડન ખાતે સાત સિંગલ્સ ટાઇટલ, ફ્રેન્ચ ઓપન ખાતે 6 સિંગલ્સ ટાઇટલ, યુએસ (US) ઓપન ખાતે પાંચ સિંગલ્સ ટાઇટલ અને ઓસ્ટ્રેલિયન ઓપન ખાતે ચાર સિંગલ્સ ટાઇટલ મેળવ્યાં છે. તેણીનો એકંદરે 56 ગ્રેન્ડ સ્લેમનો રેકોર્ડ 282-34નો છે (89 ટકા) (ફ્રેન્ચ ઓપનમાં 87-10, વિમ્બલડનમાં 75-8, યુએસ (US) ઓપનમાં 73-10 અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં 47-6). તેની કારકિર્દીની ઇનામી-રકમની આવકનો સરવાળો યુએસ (US)$21,895,277 થવા જાય છે (જાન્યુઆરી 2008માં લિન્ડસે ડેવનપોર્ટ આ રકમને પાર ન કરી ગઇ ત્યાં સુધી એક વિક્રમ). સિંગલ્સ મુકાબલાઓમાં તેણીનો જીત-હારનો રેકોર્ડ 900-115 (88.7 ટકા) છે.[૨૦] તેણીને સળંગ 186 અઠવાડિયા સુધી (ઓગસ્ટ 1987થી માર્ચ 1991, જે મહિલા ટેનિસમાં આજે પણ વિક્રમ છે) અને સમગ્ર કારકિર્દી દરમિયાન કુલ 377 અઠવાડિયા માટે વિશ્વ ક્રમાંક. 1 આપવામાં આવ્યો હતો. ગ્રાફે 11 જેટલા ડબલ્સ ટાઇટલ્સ પણ જીત્યાં હતાં.

વિક્રમો

[ફેરફાર કરો]
  • આ વિક્રમો ટેનિસનાં ઓપન એરામાં મેળવવામાં આવ્યા હતાં.
સ્પર્ધા(ઓ) નોંધાવેલો વિક્રમ સિદ્ધી મેળવનાર અન્ય ખેલાડી
1988 ગોલ્ડન સ્લેમ ચારેય ગ્રેન્ડ સ્લેમ અને ઓલિમ્પિક સુવર્ણ પદક એકમાત્ર ખેલાડી
1999 ફ્રેન્ચ ઓપન (1987–1999) 22 ગ્રેન્ડ સ્લેમ વિજયો એકમાત્ર ખેલાડી
1988 ફ્રેન્ચ ઓપન ગ્રેન્ડ સ્લેમ ફાઇનલમાં બે વખત બેગલ વિજય એકમાત્ર ખેલાડી
1995 યુએસ (US) ઓપન દરેક ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ ઓછામાં ઓછી ચાર વખત જીતાનારા એકમાત્ર ખેલાડી
ફ્રેન્ચ ઓપન (1987) – ફ્રેન્ચ ઓપન (1990) સળંગ 13
ગ્રેન્ડ સ્લેમ ફાઇનલ્સ
એકમાત્ર ખેલાડી
ઓસ્ટ્રેલિયન ઓપન (1988–1990) સળંગ 3 વિજય માર્ગારેટ કોર્ટ ઇવોની ગૂલાગોન્ગ કાઉલી મોનિકા સેલેસ માર્ટિના હિંગિસ
ઓસ્ટ્રેલિયન ઓપન (1988, 89, 94) સીધા સેટોમાં ત્રણ વખત ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા ઇવોની ગૂલાગોન્ગ
ફ્રેન્ચ ઓપન (1987–1999) બધું થઇને 9 ફાઇનલ્સ ક્રિસ એવર્ટ
ફ્રેન્ચ ઓપન (1987–1990) સળંગ 4 ફાઈનલ્સ ક્રિસ એવર્ટ
માર્ટિના નવરાતિલોવા
1987, 1989 કેલેન્ડર વર્ષમાં રમાયેલી દરેક સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારા ખેલાડી એકમાત્ર ખેલાડી
ગ્રેન્ડ સ્લેમ (1988) કેલેન્ડર વર્ષ ગ્રેન્ડ સ્લેમ માર્ગારેટ કોર્ટ મૌરીન કોનોલી બ્રિન્કર
ઓસ્ટ્રેલિયન ઓપન (1988), ફ્રેન્ચ ઓપન (1988), યુએસ (US) ઓપન (1996) સીધા સેટોમાં વિવિધ ત્રણ ગ્રેન્ડ સ્લેમ વિજેતા ક્રિસ એવર્ટ લિન્ડસે ડેવનપોર્ટ
ઓસ્ટ્રેલિયન ઓપન (1988), ફ્રેન્ચ ઓપન (1988) એક જ કેલેન્ડર વર્ષમાં સીધા સેટોમાં બે ગ્રેન્ડ સ્લેમ જીત્યા બિલી જેન કિંગ માર્ટિના નવરાતિલોવા માર્ટિના હિંગિસ સેરેના વિલિયમ્સ જસ્ટિન હેનિન

કારકિર્દીના આંકડા

[ફેરફાર કરો]

રમવાની શૈલી

[ફેરફાર કરો]

ઢાંચો:BLP sources

ગ્રાફની રમતનાં મુખ્ય હથિયારો હતાં તેના પગની ગજબ ઝડપ અને તેની મજબૂત રીતે અંદરથી બહાર આવતી ફોરહેન્ડ ડ્રાઇવ, જેનાથી તેણીએ “ફ્રાઉલેઇન ફોરહેન્ડ” એવું નામ મેળવ્યું હતું.[૨૧]

પોતાનો ફોરહેન્ડ ખૂબ જ ખુલ્લો રહી જતો હોવા છતાં અને પ્રતિસ્પર્ધીનો હુમલો થઇ શકે તેમ હોવા છતાં તે વારંવાર પોતાના બેકહેન્ડ તરફ ખૂણાનું સ્થાન લઇ લેતી હતી. કોર્ટ પર તેની ઝડપ એવી હતી કે તેને માત્ર ફોરહેન્ડ તરફ પ્રતિસ્પર્ધીના સૌથી સચોટ પહોળા શોટ્સ જ તકલીફ આપી શકે તેમ હતાં.

ગ્રાફ પાસે શક્તિશાળી બેકહેન્ડ ડ્રાઇવ પણ હતી પરંતુ તેની કારકિર્દીમાં તે ઘણી ઓછી વાર આનો ઉપયોગ કરતી હતી, અને તેની જગ્યાએ પોતાની અત્યંત અસરકારક બેકહેન્ડ સ્લાઇસનો ઉપયોગ કરતી હતી. બેઝલાઇન રેલીમાં, તે ક્યારેક જ સ્લાઇસનો ઉપયોગ કરતી હતી. ક્રોસ-કોર્ટ અને ડાઉન ધ લાઇન તેની સ્લાઇસની સચોટતા તેમજ બોલને લપસાવીને તેને નીચે રાખવાની ગ્રાફની ખાસિયતે તેણીને ફોરહેન્ડ પુટ-અવે માટે બોલને ઊંચો કરવાનું આક્રમક હથિયાર આપી દીધું હતું.

તે પોતાની શક્તિશાળી અને સચોટ સર્વિસને 180 km/h (110 mph) સુધી લઇ ગઇ હતી, જેના લીધે તેની સર્વિસ મહિલા ટેનિસમાં સૌથી ઝડપી સર્વિસમાંથી એક ગણવામાં આવતી હતી. તે દડો જમીનને અડે તે પહેલાં તેને ખૂબ સારી રીતે રમી જાણતી હતી.180 km/h (110 mph)

અંગત જીવન

[ફેરફાર કરો]

1990ના દાયકામાં તેણીને રેસિંગ કાર ડ્રાઇવર માઇકલ બાર્ટલ્સ સાથે લાંબા સમય સુધી સબંધ રહ્યો.[૨૨]


22 ઓક્ટોબર, 2001ના રોજ તેણીએ આન્દ્રે અગાસી સાથે લગ્ન કર્યાં, જેમાં બંનેના માતા જ સાક્ષી તરીકે હતાં.[૨૩] ચાર દિવસ બાદ જ ગ્રાફે, છ અઠવાડિયા પહેલાં જ અધૂરાં મહિને પુત્ર જેડન ગિલને જન્મ આપ્યો. 3 ઓક્ટોબર, 2003નાં રોજ તેમની દિકરી જેઝ એલ્લેનો જન્મ થયો.

1991માં લેઇપઝિગ ખાતે સ્ટેફી ગ્રાફ યુથ ટેનિસ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું.[૨૪] તેઓ "ચિલ્ડ્રન ફોર ટુમોરો", નામની સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન છે, જેનો હેતુ યુદ્ધ અથવા અન્ય કટોકટીથી અસર પામેલા બાળકો માટેના કાર્યક્રમો બનાવવા અને તેના અમલ કરવાનો છે.[૨૪]

નોંધ અને સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી જાન્યુઆરી 8, 2010 પર સંગ્રહિત. મેળવેલ મે 31, 2011.
  2. "સ્ટેફી ગ્રાફ". મૂળ માંથી ડિસેમ્બર 30, 1996 પર સંગ્રહિત. મેળવેલ મે 31, 2011.
  3. ઓન ટેનિસ; ગ્રાફ ઇઝ બેસ્ટ, રાઇટ? જસ્ટ ડોન્ટ આસ્ક હર
  4. ઓન ટેનિસ; ગ્રાફ ઇઝ બેસ્ટ, રાઇટ? જસ્ટ ડોન્ટ આસ્ક હર
  5. "Tennis Players of the Century". AugustaSports.com. મૂળ માંથી મે 21, 2007 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 24, 2007. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  6. "Exclusive Interview with Steve Flink about the career of Chris Evert". ChrisEvert.net. મેળવેલ એપ્રિલ 23, 2007. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  7. સ્ટેફી ગ્રાફ: ધ ગોલ્ડન સ્લેમ
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ટેનિસ; ગ્રાફ શટ્સ આઉટ ઝ્વેરેવા ટુ ગેઇન ફ્રેન્ચ ઓપન ટાઇટલ
  9. "ઓસ્ટ્રેલિયન ટેનિસ, માર્ચ, 1989, પાનું. 28
  10. ગ્રાફ ટ્રાઉન્સીસ ગેરિસન
  11. "હેડ ટુ હેડ". મૂળ માંથી ડિસેમ્બર 26, 2008 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 8, 2023.
  12. ટેનિસ; ગ્રાફ્સ ટફેસ્ટ ફો: ધ પ્રેસ
  13. ઓલિમ્પિક્સ; ઇન્જરીસ ફોર્સ સામ્પ્રસ એન્ડ ગ્રાફ ટુ સ્કિપ ગેમ્સ
  14. ૧૪.૦ ૧૪.૧ http://amandacoetzer.tripod.com/sked97.htm
  15. http://www.quotesquotations.com/biography/amanda-coetzer-biography/
  16. http://www.sporting-heroes.net/tennis-heroes/displayhero.asp?HeroID=1940
  17. "ગ્રાફ એજીસ હિંગિસ, કેપ્ચર્સ સિક્સ્થ એન્ડ 'લાસ્ટ' ફ્રેન્ચ ટાઇટલ". મૂળ માંથી જાન્યુઆરી 22, 2012 પર સંગ્રહિત. મેળવેલ મે 31, 2011.
  18. "ટેનિસ: વિમ્બલડન 99 - મેજિક મિક્ષ્ચર ઓફ મેકએન્રો એન્ડ ગ્રાફ". મૂળ માંથી જાન્યુઆરી 4, 2009 પર સંગ્રહિત. મેળવેલ મે 31, 2011.
  19. સ્ટેફી ગ્રાફ એનોઉન્સીસ રીટાયરમેન્ટ[હંમેશ માટે મૃત કડી]
  20. "ડબલ્યુટીએ (WTA) પ્રોફાઇલ ઓફ સ્ટેફી ગ્રાફ". મૂળ માંથી જાન્યુઆરી 8, 2010 પર સંગ્રહિત. મેળવેલ મે 31, 2011.
  21. "Wimbledon legends: Steffi Graf". BBC News. મે 31, 2004. મેળવેલ એપ્રિલ 1, 2010.
  22. ફ્રોમ કોર્ટ રૂલર ટુ કડલી મધર, ગ્રાફ ઓલ અબાઉટ ગ્રેસ
  23. આન્દ્રે અગાસી અને સ્ટેફી ગ્રાફ વેડ
  24. ૨૪.૦ ૨૪.૧ "સ્ટેફી ગ્રાફ ડબલ્યુટીએ (WTA) બાયો". મૂળ માંથી સપ્ટેમ્બર 21, 2021 પર સંગ્રહિત. મેળવેલ મે 31, 2011.

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • ગ્રાફ - નવરાતિલોવા પ્રતિસ્પર્ધા
  • ગ્રાફ-સબાટિની પ્રતિસ્પર્ધા

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

ઢાંચો:Steffi Graf start boxes

વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ