ગાંધીધામ તાલુકો
ગાંધીધામ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ |
મુખ્યમથક | ગાંધીધામ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૩૨૭૧૬૬ |
• લિંગ પ્રમાણ | ૮૭૭ |
• સાક્ષરતા | ૭૭.૯૨% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ગાંધીધામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ગાંધીધામ આ તાલુકાનું મુખ્ય મથક છે.[૨] તાલુકા પંચાયતની વહીવટી કચેરી ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર આદિપુર નજીક આવેલી છે. અંજાર અને ભચાઉ આ તાલુકાથી સૌથી નજીકના તાલુકા છે. આ તાલુકામાં અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો છે. જેમાં ટ્રાન્સપોર્ટેશન, શોપિંગ, મીઠાઉદ્યોગ, લાકડાનો મોટો ઉદ્યોગ વગેરે મુખ્ય છે. સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં ભારતની નામાંકિત કંપનીઓની ફેક્ટરીઓ અને ઇફ્કોનો ખાતરનો પ્લાન્ટ પણ આ તાલુકામાં છે.
ગાંધીધામ તાલુકામાં જુદી-જુદી ભાષાઓ બોલાય છે, જેમાં કચ્છી, સિંધી, હિંદી અને ગુજરાતી મુખ્ય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ભારતના ભાગલા થતાં કરાચી બંદર પાકિસ્તાનમાં ગયું અને તેની ખોટ પૂરી કરવા માટે કંડલા બંદરનો ભારત સરકાર દ્વારા વિકાસ કરાયો હતો જે બંદર આ તાલુકામાં આવેલું છે. તેના કારણે આ તાલુકામાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે તથા વસતીમાં પણ વધારો થયો છે. જેને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા ૨૨ ઓગસ્ટ ૨૦૦૦ના રોજ અંજાર તાલુકામાંથી ૯ ગામો તથા કંડલા કોમ્પલેક્ષના શહેરી વિસ્તારને મેળવીને નવા ગાંધીધામ તાલુકાની રચના કરવામાં આવી હતી.[૩] આ તાલુકો કચ્છ જિલ્લામાં સૌથી નાનો તાલુકો છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- કંડલા બંદર
- ગાંધી સમાધી, આદિપુર.
- ભાઇ પ્રતાપની સમાધિ, ગાંધીધામના સ્થાપક.
- ગાંધીધામની સ્થાપના સમયનું નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિર.
- અંતરજાળ ગામે આવેલું તળાવ.
| ||||||||||||||||
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Gandhidham Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-11-26 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.
- ↑ "કચ્છ જીલ્લા પંચાયત | મારો તાલુકો | ગાંધીધામ". kutchdp.gujarat.gov.in. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.
- ↑ "ગાંધીધામ તાલુકા પંચાયત". kutchdp.gujarat.gov.in. મૂળ માંથી 2015-07-08 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |