ચોટીલા
ચોટીલા | |
— નગર — | |
શ્રી ચામુંડા મંદિર, ચોટીલા ડુંગર
| |
અક્ષાંશ-રેખાંશ | 22°25′30″N 71°11′17″E / 22.425°N 71.188°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
તાલુકો | ચોટીલા |
વસ્તી | ૨૧,૩૪૯ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 358 metres (1,175 ft) |
ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ ઉપર આવેલું નગર છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ કહેવાતું હતું. તે મૂળ સોઢા પરમારોના શાસન હેઠળ હતું પરંતુ જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. મોટાભાગના ખાચર કાઠીઓનું મૂળ કુટુંબ ચોટીલામાંથી છે. ચોટીલા ઇ.સ. ૧૫૬૬ના વર્ષમાં કાઠીઓ વડે કબ્જે કરાયું હતું. બ્રિટિશ શાસન સમયે તે એજન્સી થાણાનું મુખ્ય મથક હતું.[૧]
વસ્તી
[ફેરફાર કરો]૧૮૭૨માં ચોટીલાની વસ્તી ૧૭૭૧ અને ૧૮૮૧માં ૨૦૨૯ હતી.[૧] ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ચોટીલાની વસ્તી ૨૧૩૪૯ છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 feet (358 m)[૨] જેટલી છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ચોટીલા ડુંગર પાસે ભકિતવન નામે બગીચો પણ આવેલો છે. અહીં હાઈવે ઉપર રહેવા તથા જમવા માટે પ્રાઈવેટ હોટલો પણ આવેલી છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે.
ચોટીલા પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ પણ છે.
છબીઓ
[ફેરફાર કરો]-
હાઈવે ઉપરથી ચોટીલા ડુંગરનું એક દ્રશ્ય
-
હાઈવેરોડ ઉપરનું પ્રવેશદ્રાર - શ્રી ચામુંડા મંદિર (ચોટીલા)
-
હાઈવે ઉપરથી ચોટીલા ડુંગરનું એક દ્રશ્ય
-
ચોટીલા ડુંગરનું પ્રવેશદ્વાર
-
ચોટીલા મંદીરનું અન્નક્ષેત્ર (ભોજનાલય)
-
ચોટીલા મંદીર પાસેનો ભક્તિવન બગીચો
-
ચોટીલા મંદીર પાસેનો ભક્તિવન બગીચો
-
ચોટીલા મંદીર પાસેનાં ભકિતવન બગીચામાં તળાવ
-
ચોટીલા ડુંગરનાં પગથીયા
-
ચોટીલા મંદીરનાં ટ્રસ્ટની ઓફીસ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૭.
- ↑ "Chotila, India Tourist Information". TouristLink (અંગ્રેજીમાં). મૂળ માંથી 2014-05-14 પર સંગ્રહિત. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૭.
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૭. માંથી માહિતી ધરાવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |