તોરણિયો ડુંગર
તોરણિયો ડુંગર | |
---|---|
કેવડી રોડ સ્ટેશન પરથી દેખાતો તોરણિયો ડુંગર | |
શિખર માહિતી | |
અક્ષાંસ-રેખાંશ | 20°28′N 73°14′E / 20.47°N 73.23°E |
ભૂગોળ | |
સ્થાન | સરા અને મહુવાસ ગામોની વચ્ચે, નવસારી જિલ્લો ગુજરાત, ભારત |
તોરણિયો ડુંગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકામાં સરા અને મહુવાસ ગામોની વચ્ચેના ભાગમાં આવેલો પર્વત છે. આસપાસના ગામોમાં આ ડુંગર પર આવેલા મંદિરો ધાર્મિક મહત્વ ધરાવે છે. લીલીછમ વનરાજીથી આચ્છાદિત પ્રદેશમાં આવેલ આ ડુંગર દેખાવમાં મન મોહી લે છે.
અહીં જવા માટે સરા લાઇન તરીકે ઓળખાતી બીલીમોરાથી વઘઇ જતી નેરોગેજ રેલ્વેમાં કેવડી રોડ સ્ટેશન પર ઉતરી એસટી બસ, રીક્ષા કે જીપ દ્વારા જઇ શકાય છે. મોટરમાર્ગે બીલીમોરા-વઘઇ રાજ્ય ધોરી માર્ગ પર આવેલા મહુવાસ ગામથી ઉત્તર દિશામાં સરા જતા સડકમાર્ગ દ્વારા જઇ શકાય છે. ફોટોગ્રાફી માટે આ ખુબજ સરસ જગ્યા છે.
અહીં વાહન પાર્કિંગ કે રહેવાની સગવડ ન હોવાને કારણે આજુબાજુના ગામમાં વાહન રાખી ઉપર ચઢવું પડે છે. આ ઉપરાંત આ ડુંગર ઉપર ચઢવા માટે પગથીયાંની સગવડ નથી, પરંતુ નાની કેડી દ્વારા સરળતાથી જઇ શકાય છે. ઉપર પણ નાસ્તા તેમ જ પીવાના પાણીની સગવડ ન હોઇ ખાસ સાથે લઇ જવું પડે છે. અહીંના મંદિરનું ખાસ આકર્ષણ તરતો પથ્થર, પથ્થર ઉપર શ્રીરામ અને સીતાજીના પગલાં, ઉપરાંત ડુંગરની પાછળની બાજુએ રહસ્યમયી ગુફા પણ છે.
આ ડુંગરની નજીકમાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, જેની મુલાકાત લેવા માટે વન વિભાગ, ગુજરાત સરકારની પરવાનગી લેવી જરૂરી છે.
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |