દિપડા (તા. થરાદ)

વિકિપીડિયામાંથી
દિપડા
—  ગામ  —
દિપડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E / 24.395571; 71.626144
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો થરાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

દિપડા (તા. થરાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. દિપડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ બે દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.દિપડા માં બે પ્રાથમિક શાળા છે. જેમ એક્ ગોળીયા શાળા અને બીજી દિપડા પ્રા. શાળા જેમા કુલ ૩૩૩ બાળકો અભ્યાસ કરે છે. હાલ સરપચ શ્રી પટેલ ગણેશાજી ધીરાજી છે.ઉપસરપચ્ શ્રિમતિ સુખીબેન અજમલજી સુથાર છે.ગામ ની કુલ વસ્તી ૧૭૭૨{૨૦૧૧} છે.ગામમા પ્રચલીત અને ઐતિહાસીક હનુમાનજીનો ચોતરો છે. ગામમા સુથાર,સાધુ,પટેલ,બાવા,હરિજન,દર્જી,વગેરે જાતિઓ વસે છે. ગામમા પ્રચલીત સોમનાથ ગૌશાળા સને.૨૦૦૦ ના વર્ષ થી કાર્યરત છે.આ ગૌશાળા માં લગભગ ૩૦૦ થી વધારે ગાયૉ છે. દીપડાના સરહદી ગામો મોટામેસરા,કેશરગામ્, જાડરા, મિયાલ, ખારાખોડા આવેલા છે.