બાલાશંકર કંથારીયા
બાલાશંકર કંથારીયા | |
---|---|
જન્મ | બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા 17 May 1858 નડીઆદ |
મૃત્યુ | 1 April 1898 નડીઆદ | (ઉંમર 39)
અન્ય નામ | ક્લાન્ત કવિ, બાલ |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
જીવનસાથી | મણિલક્ષ્મી[૧] |
બાલાશંકર કંથારીયા[૨] (૧૭ મે ૧૮૫૮ – ૧ એપ્રિલ ૧૮૯૮) એ જાણીતા ગુજરાતી કવિ હતા.
જીવન
[ફેરફાર કરો]બાલાશંકર કંથારીયાનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદમાં સાઠોદર નાગર કુળમાં સરકારી મેજિસ્ટ્રેટ ઉલ્લાસરામ અર્જુનલાલ કંથારિયા અને રેવાબાને ત્યાં થયો હતો[૩][૪] તેમને એક ભાઈ ઉમેદરામ અને એક બહેન રુક્ષ્મણી હતા. તેમણે કૉલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને ગુજરાતી, પર્શિયન, અરબી, સંસ્કૃત, વ્રજ અને હિન્દી ભાષાઓ તેમજ સંગીત અને પુરાતત્ત્વને જાણતા હતા.[૩] તેમની પત્નીનું નામ મણિલક્ષ્મી હતું.[૧] અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓ ક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુદ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.[૩]
તેમને આધુનિક ગુજરાતી કવિતા અને ગઝલના મુખ્ય પ્રણેતા માનવામાં આવે છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.[૩] એમ માનવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી હતી.[૫]
તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે મરકીમાં નડિયાદ ખાતે અવસાન પામ્યા.[૬]
સાહિત્ય-સર્જન
[ફેરફાર કરો]'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.[૪] તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.[૩]
'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Suhrud, Tridip (1999). "Love, Desire and Moksha: Manibhai Nabhubhai and the Loss of Svadharma" (PDF). Narrations of a Nation: Explorations Through Intellectual Biographies (Ph.D). અમદાવાદ: School of Social Sciences, ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ 106. hdl:10603/46631.
- ↑ Sisir Kumar Das (૨૦૦૦). History of Indian Literature. ૧. પૃષ્ઠ ૨૪૫.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "બાલાશંકર કંથારીયા". 3 July 2006. મેળવેલ 23 August 2016.
- ↑ ૪.૦ ૪.૧ Jeṭhālāla Nārāyaṇa Trivedī (૧૯૮૭). Love Poems & Lyrics from Gujarati. પૃષ્ઠ ૧૪૫.
- ↑ K. M. George (૧૯૯૨). Modern Indian Literature, an Anthology: Surveys and poems. પૃષ્ઠ ૧૨૪.
- ↑ પટેલ, રણજીત (ઓક્ટોબર ૨૦૧૮). "કંથારિયા, બાલાશંકર". માં ઠાકર, ધીરુભાઈ ઠાકર (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૬૩. OCLC 248968756.
- ↑ Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra (૨૦૦૭). Gujarat. ૨. Gujarat Vishvakosh Trust.
પૂરક વાચન
[ફેરફાર કરો]- મહેતા, નર્મદાશંકર. કવિબાલ: તેમનું જીવન અને સાહિત્યસેવા. ગુ. વ. સોસાઇટી વાર્ષિક વ્યાખ્યાનમાળા નં. ૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બાલાશંકર કંથારીયા ગુજલિટ પર.
- Kalant Kavi ઇન્ટરનેટ અર્કાઇવ પર