મદ્રાસ રેજિમેન્ટ

વિકિપીડિયામાંથી

મદ્રાસ રેજિમેન્ટભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેનો ઉદભવ આશરે ૧૭૫૦ની આસપાસ છે. તેણે અંગ્રેજ ભારતીય સેનામાં તેમજ સ્વતંત્રતા બાદ ભારતીય સેના માટે અનેક અભિયાનોમાં ભાગ લીધો છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

મદ્રાસ શહેરનો ઉદભવ ૧૬૩૯માં છે અને પ્રથમ કિલ્લો ફોર્ટ સેન્ટ જ્યોર્જ ૧૬૪૪માં બાંધવામાં આવ્યો. પરંતુ તેનો સૈન્ય ઇતિહાસ ઓગષ્ટ ૧૭૫૮માં શરૂ થાય છે. તે સમયે સૈનિકોને ૧૦૦ સૈનિકોની કંપનીમાં સુવ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતા. તે જ વર્ષે ડિસેમ્બરમાં બે કંપનીઓ ભેગી કરી અને એક પલટણ એમ બે પલટણો ઉભી કરવામાં આવી. આમાં એક કંપની ભારતીયોની અને બીજી યુરોપિયનોની હતી. આ પલટણોમાં અફસરો ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સ્થાને અંગ્રેજ સેનામાંથી લેવામાં આવ્યા.[૧]

બોમ્બે, બંગાલ અને મદ્રાસ સેનાના સૈનિકો

૧૬૬૦માં તેને મદ્રાસ યુરોપિઅન રેજિમેન્ટ નામ આપવામાં આવ્યું. ૧૭૪૮માં તેને પલટણ સ્વરૂપ આપી અને ભારતમાં ફ્રાન્સ વિરુદ્ધના વિગ્રહમાં ઉતારવામાં આવી.[૨][૩] તે રેજિમેન્ટને પણ બે પલટણમાં વહેંચાઈ જેમાં એક ભારતીય અને એક યુરોપિયન. દરેક પલટણમાં સાત કંપનીઓ હતી. દરેક કંપનીમાં ત્રણ અફસરો અને ૭૦ સૈનિકો હતા. તેમાં ચાર હવાલદાર, નાયક અને ત્રણ ઢોલી પણ હતા.[૪]

રેજિમેન્ટની સૌથી જૂની પલટણ ૯મી પલટણ છે અને તે અગાઉ નાયર બ્રિગેડ તરીકે ઓળખાતી હતી. આ પલટણને ૧૭૦૪માં ત્રાવણકોર રજવાડુંના મહારાજાએ અંગરક્ષક સેના તરીકે પદ્મનાભપુરમ્ ખાતે ઉભી કરી હતી અને તેઓ ડચ સેનાને કોલાચેલ ખાતે હરાવવામાં સક્રિય હતી. આ સેનામાં નાયર સમુદાયના લોકોને જ ભરતી કરવામાં આવતા. જોકે ૧૯૪૦માં નિયમોમાં ફેરફાર કરી અને અન્ય સમુદાયના સૈનિકો પણ લેવામાં આવ્યા. નાયર સેના ભારતીય સૈન્યમાં એપ્રિલ ૧૯૫૧માં જોડાઈ.[૫]

૧૭૪૮માં મેજર સ્ટ્રિંગર લૉરેન્સને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કુડ્ડાલોરના રક્ષણ માટે કામે રાખ્યા. તેઓ અગાઉ સ્પેન, ફ્લાન્ડર્સ અને હાઇલેન્ડ ખાતે લડી ચૂક્યા હતા. તેમણે સ્થાનિક લોકોને તાલીમ આપી અને સૈનિક બનાવ્યા અને કંપનીઓમાં ગોઠવ્યા. થંજાવુર ખાતે આમ ૨જી પલટણ ઉભી કરવામાં આવી. કાળક્રમે તેના નામમાં અનેક ફેરફાર થયા અને અંતે તે મદ્રાસ રેજિમેન્ટનો ભાગ બની. રોબર્ટ ક્લાઇવ આ જ રેજિમેન્ટમાં અફસર તરીકે જોડાયા હતા. આ રેજિમેન્ટને કાર્નેટિક યુદ્ધમાં વીરતા દર્શાવવા માટે હાથીનું ચિહ્ન આપવામાં આવ્યું.[૬]

ભારતને સંપૂર્ણપણે તાબામાં લઈ લીધા બાદ અંગ્રેજોએ ભારતને આસપાસના બાહ્ય ખતરાથી બચાવવા પગલાં લીધાં. અંગ્રેજોના મતે તત્કાલીન ખતરો રશિયાથી હતો અને તે માટે ઉત્તર ભારત તરફ તેમણે સૈન્યબળ વધાર્યું અને દક્ષિણમાં ઓછું કર્યું કારણ કે તે તરફનો મોરચો શાંત હતો. આ કારણોસર દક્ષિણ ભારતીયોની સંખ્યા ઘટાડવામાં આવી અને સૈન્યમાં મુખ્યત્ત્વે પંજાબ અને નેપાળના સૈનિકો ભરતી કરવામાં આવ્યા. ઘણા વર્ષો બાદ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોની તાતી જરૂરિયાત ઉભી થતાં મદ્રાસ સેપર્સ નામની રેજિમેન્ટ ઉભી કરાઈ અને તેમાં દક્ષિણ ભારતીયોને ભરતી કરવામાં આવ્યા. તેમણે બર્માના અભિયાન દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.

સ્વતંત્રતા બાદ[ફેરફાર કરો]

ગણતંત્ર દિવસ પરેડમાં મદ્રાસ રેજિમેન્ટ

સ્વતંત્રતા બાદ, ત્રાવણકોરની નાયર સેના, કોચીન અને મૈસુર રજવાડુંની સેના મદ્રાસ રેજિમેન્ટમાં વિલિન કરવામાં આવી. રેજિમેન્ટએ ભારત-પાકિસ્તાનના ૧૯૪૭-૪૮, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં, ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં ભાગ લીધો. શ્રીલંકા ખાતેની શાંતિ સેનાના ભાગરૂપે ઓપરેશન પવન દરમિયાન સાત પલટણોને તૈનાત કરવામાં આવી. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે લડવા માટે ૩જી અને ૨૫મી પલટણને સૈન્ય વડા તરફથી પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યો. બે પલટણોએ સિયાચીન હિમનદી ખાતે પણ સેવા આપી છે. તેણે વિવિધ માનવીય સહાયની કાર્યવાહીમાં ભારતમાં અને વિદેશમાં સેવા આપી છે. તેમ જ સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ શાંતિ સેના તરીકે પણ કામ કર્યું છે.[૭]

હાલનું સંખ્યાબળ[ફેરફાર કરો]

૨૦૦૭માં કોંગો ખાતે શાંતિ સેનાના ભાગરૂપે રેજિમેન્ટના સૈનિકો

હાલમાં રેજિમેન્ટ ૨૦ પલટણો ધરાવે છે. તેની ૧લી પલટણને યાંત્રિક પાયદળ રેજિમેન્ટમાં ફેરવવામાં આવી હતી. હાલની પલટણો આ પ્રમાણે છે:

  • 2 બટાલિયન (જૂના 75 મી કાર્નેટિક પાયદળ)
  • 3 જી બટાલિયન (ભૂતપૂર્વ 79મી કાર્નેટિક પાયદળ)
  • 4 થી બટાલિયન (ભૂતપૂર્વ 83rd વલ્લાજહાબાદ લાઇટ ઇન્ફન્ટ્રી)
  • 5 બટાલિયન (વિકરાળ પાંચ)
  • 6 ઠ્ઠી બટાલિયન
  • 7 બટાલિયન
  • 8 બટાલિયન
  • 9 બટાલિયન (ભૂતપૂર્વ 1 લી ત્રાવણકોર નાયર પાયદળ, રજવાડું દળો)
  • 10 બટાલિયન
  • 11 બટાલિયન (જૂના સ્થાનિય બટાલિયન)
  • 12 બટાલિયન (જૂના સ્થાનિય બટાલિયન)
  • 16 બટાલિયન (ભૂતપૂર્વ 2 Travancore રાજ્ય પાયદળ, રજવાડું દળો)
  • 17 બટાલિયન (ભૂતપૂર્વ કોચીન રાજ્ય પાયદળ, રજવાડું સેના)
  • 18 બટાલિયન (ભૂતપૂર્વ 1 લી મૈસુર વાડીયાર પાયદળ, રજવાડું સેના)
  • 19 બટાલિયન (ભૂતપૂર્વ 2 મૈસુર સ્ટેટ પાયદળ, રજવાડું સેના)
  • 20 બટાલિયન
  • 21 બટાલિયન
  • 25 બટાલિયન (ભૂતપૂર્વ દુર્ગપાળ પલટણ)
  • 26 બટાલિયન (ભૂતપૂર્વ દુર્ગપાળ પલટણ)
  • 27 બટાલિયન (ભૂતપૂર્વ દુર્ગપાળ પલટણ)
  • 28 બટાલિયન (ભૂતપૂર્વ તટરક્ષા પલટણ)

બંધારણ[ફેરફાર કરો]

રેજિમેન્ટમાં મુખ્યત્ત્વે તામિલ નાડુ, કેરલા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના લોકો ભરતી કરવામાં આવે છે. જોકે તેમાં તમિલ અને મલયાલમ લોકો થોડી બહુમતી ધરાવે છે. અફસરો દેશના તમામ હિસ્સામાંથી લેવામાં આવે છે.

રેજિમેન્ટની શ્રદ્ધાંજલિ[ફેરફાર કરો]

પાછળથી આવનાર એ વાતનું ધ્યાન રાખે કે આ નામો ભુલાય નહિ, કારણ કે જ્યારે ફરજનો સાદ પડ્યો ત્યારે તેમણે પોતાના વ્હાલાંને છોડ્યાં, કઠણાઈઓ વેઠી, ખતરાનો સામનો કર્યો અને અંતે માનવ નજરોની સામેથી દૂર થયા, ફરજના માર્ગમાં અને આપ બલિદાન દ્વારા તેમણે તે પાક્કું કર્યું કે આપણે આઝાદીમાં શ્વાસ લઈએ.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. FROM -THE MADRAS REGIMENT 1758–1958 -Lt Col E.G. Phythian-Adams- above added by webmaster www.
  2. C.K. Cooke, સંપાદક (૧૯૦૧). Empire Review. 2. Macmillan and co. limited. પૃષ્ઠ ૬૨૧. OCLC 50083309.
  3. Harrington, Peter (૧૯૯૪). Plassey 1757 : Clive of India's finest hour. Osprey. પૃષ્ઠ 40. ISBN 978-1-85532-352-0. OCLC 31969501. મૂળ માંથી 2014-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-21.
  4. Addington, Larry H. (૧૯૯૦). The patterns of war through the eighteenth century. Indiana University Press. પૃષ્ઠ ૧૩૨. ISBN 978-0-253-20551-3. OCLC 19672195.
  5. Sharma, Gautam. Valour and Sacrifice: Famous Regiments of the Indian Army. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪.
  6. Valour and Sacrifice: Famous Regiments of the Indian Army – Gautam Sharma – Google Books. Books.google.co.in. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪.
  7. "Madras Regiment.Org". Madras Regiment.Org. ૨૩ મે ૧૯૭૦. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]