માળનાથ (ડુંગરમાળા)
માળનાથ ડુંગરમાળા | |
---|---|
શિખર માહિતી | |
ઉંચાઇ | 160 m (520 ft) |
મુખ્ય શિખર | રોઝમાળ્ય |
અક્ષાંસ-રેખાંશ | 21°35′46″N 72°05′58″E / 21.5960156°N 72.0994097°E |
ભૂગોળ | |
સ્થાન | ભંડારીયા, ભાવનગર જિલ્લો, ગુજરાત, ભારત |
માળનાથ ડુંગરમાળા એ ભાવનગર જિલ્લામાં આવેલી એક મોટી ડુંગરમાળાનું નામ છે.
વિગત
[ફેરફાર કરો]આ ડુંગરમાળા પુર્વ-પશ્ચિમમાં ભંડારીયાથી લઇને પાલીતાણા (લગભગ ૭૦ કિલોમીટર) સુધી અને ઉત્તર-દક્ષિણમાં સિહોરથી લઇને તળાજા (લગભગ ૫૦ કિલોમીટર) સુધીમાં મોટેભાગે સળંગ તેમજ કેટલેક ઠેકાણે ત્રૃટક-ત્રૃટક પથરાયેલી છે. આ ડુંગરમાળા પર પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાનું કામ ચાલું છે. આ ડુંગરમાળાના ઘણા ખરા વિસ્તારો જંગલ ખાતાના હાથ નીચે ઘાસની રક્ષિત વિડી તરીકે રખાયેલ છે. ચોમાસા પછી આ ડુંગરમાળા પર જ્યારે ૨ થી ૩ ફુટ ઉચાઇનું ઘાસ છવાઇ જાય છે ત્યારે અહીંયા અત્યંત રમણીય દૃષ્યો સર્જાય છે. આ ડુંગરમાળામાં જ આવેલું માળનાથ મહાદેવનું મંદિર ખુબ પ્રસિદ્ધ છે. એ ઉપરાંત આ જ ડુંગરમાળામાં વિરા-કોબા તેમજ ધાવડી માતાની જગ્યાઓ પણ ઘણું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. ભંડારીયા ગામથી માળનાથ મહાદેવ જવાના પગરસ્તા પર વચ્ચે આવતી વન ખાતાની વિડિ પાસે એક ઐતિહાસિક વાવ આ ડુંગરમાળામાં આવેલ છે. ભાવનગર તાલુકામાં થઇને ઘણા બધા ફાંટાઓમાં વહેતી માલેશ્રી નદીનું ઉત્પત્તિસ્થાન પણ માળનાથની ડુંગરમાળા છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |