સીતાપુર, વાંસદા તાલુકો

વિકિપીડિયામાંથી
સીતાપુર
—  ગામ  —
સીતાપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા


સીતાપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. સીતાપુર ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અંહીનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે.

સીતાપુર ગામ વાંસદાથી વઘઇ જતા રાજ્ય ધોરી માર્ગ પર આવતા મહુવાસ ગામથી દક્ષિણ દિશામાં પાકા રસ્તા પર આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.