સુરતનો કિલ્લો
સુરતનો કિલ્લો | |
---|---|
ભૂતપૂર્વ નામ | સુરતનો જૂનો કિલ્લો |
સામાન્ય માહિતી | |
પ્રકાર | કિલ્લો |
સ્થાન | ચોક બજાર, સુરત |
સરનામું | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 21°11′46″N 72°49′04″E / 21.196220°N 72.817686°E |
પૂર્ણ | ૧૬મી સદી |
અસીલ | મુઘલ સામ્રાજ્ય |
સુરતનો કિલ્લો[૧] સુરત શહેરમાં આવેલો ૧૬મી સદીનો કિલ્લો છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (૧૫૩૮-૧૫૫૪) આદેશ પર શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો. તેણે આ કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો.[૨]
ઇતિહાસ
[ફેરફાર કરો]બધાં ઇતિહાસકારોના મત પ્રમાણે સુરત આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું બંદર હતું. બાર્બોસા નામના પોર્ટુગીઝ પ્રવાસીએ ઇ.સ. ૧૫૧૪માં ગુજરાતની મુલાકાત દરમિયાન સુરતને બધાં જ પ્રકારના વ્યાપાર માટેનું અને રાજાને મહત્વની આવક મોકલતું કેન્દ્ર તેમજ મલબાર અને અન્ય બંદરો સાથે વ્યાપાર કરતું દર્શાવ્યું હતું.[૩]
બાર્બોસાની મુલાકાતના ટૂંકા સમય પછી પોર્ટુગીઝોએ સુરત પર હુમલો કર્યો હતો. ઇ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝ ચાંચિયાઓએ તેમના સરકાર એન્ટોનિયો ડા સિલ્વરીઆની આગેવાની હેઠળ સુરત પર આક્રમણ કર્યું હતું અને શહેરને બાળ્યું હતું. ૧૫૩૧માં ફરીથી તેમણે સુરત પર આક્રમણ કર્યું હતું. અમદાવાદના રાજા સુલ્તાન મહમૂદ ત્રીજાએ આ હુમલાઓને ખાળવા મજબૂત કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો હતો અને આ કામ તેણે ખુદાવંદ ખાનને સોંપ્યું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Old Fort Surat - Built by Muhammad Bin Tughlaq". www.discoveredindia.com. મૂળ માંથી 2017-11-09 પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓગસ્ટ ૨૦૧૭.
- ↑ https://gujarat.gov.in/tourist/surat-castle[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Surat Castle". www.suratmunicipal.gov.in. મેળવેલ ૩ ઓગસ્ટ ૨૦૧૭.