સ્વામીનારાયણ મંદિર, ગઢડા

વિકિપીડિયામાંથી
સ્વામીનારાયણ મંદિર, ગઢડા.
ગઢડા મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાગોપનાથ ભગવાન, રાધા, હરિકૃષ્ણ મહારાજ
સ્થાન
સ્થાનગઢડા
રાજ્યગુજરાત
દેશભારત
સ્થાપત્ય
નિર્માણકારસ્વામિનારાયણ
પૂર્ણ તારીખ૯ ઓક્ટોબર ૧૮૨૮
વેબસાઈટ
www.shrigopinathji.com

શ્રી સ્વામિનારાયણ મંદિર, ગઢડા જે શ્રી ગોપીનાથજી દેવ મંદિર તરીકે પણ ઓળખાય છે, ગઢડામાં આવેલ એક હિંદુ મંદિર છે. આ મંદિર સ્વામિનારાયણ ભગવાને બંધાવ્યું હતું.[૧]

ગોપીનાથજી મંદિર વિશે[ફેરફાર કરો]

મંદિરની મધ્યમાં હરિકૃષ્ણ અને ગોપીનાથની મુર્તીઓ

આ મંદિર ભગવાન સ્વામિનારાયણની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલાં છ મંદિરોમાંનું એક છે . [૨] ગઢડામાં આ મંદિર બાંધવા માટે જમીન દાદા ખાચરના દરબાર દ્વારા દાન કરવામાં આવી હતી. દાદા ખાચર અને તેમનો પરિવાર સ્વામિનારાયણના ભક્તો હતા. મંદિર તેમના નિવાસસ્થાનના આંગણામાં બનાવવામાં આવ્યું હતું.[૩] સ્વામિનારાયણની સલાહ અને માર્ગદર્શન હેઠળ મંદિરનું કામનું આયોજન અને અમલ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણે બાંધકામની દેખરેખ રાખી અને પત્થરો અને ખલ ઉપાડીને, મંદિરના નિર્માણમાં હાથથી સેવામાં પણ મદદ કરી. આ મંદિરમાં બે મજલો અને ત્રણ ગુંબજ છે. તે કોતરણીથી સજ્જ છે. આ મંદિર એક ઊંચા ઓટલાના ભાગ પર મૂકવામાં રાખવામાં આવ્યું છે, તે એક વિશાળ ચોરસ છે અને તેમાં સન્યાસી અને યાત્રાળુઓ માટે મોટી ધર્મશાળાઓ અને રસોડાઓ સાથે પ્રાથના ખંડ છે.[૧]

ભગવાન સ્વામિનારાયણે ૯ ઓક્ટોબર ૧૮૨૮ ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. મધ્યસ્થ મંદિરમાં ગોપીનાથ અને હરિકૃષ્ણ, પશ્ચિમ ધર્મસ્થળ પર ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ અને પૂર્વ મંદિરમાં રેવતી-બળદેવજી, કૃષ્ણ અને સૂર્યનારાયણ. હરિકૃષ્ણની મૂર્તિને સ્વામિનારાયણની જેવોજ દેહ (કાળ-કાઠી) પણ છે.[૪]

લક્ષ્મી વાડી[ફેરફાર કરો]

લક્ષ્મીવાડી (સ્વામિનારાયણ ભગવાન અંતિમ સંસ્કાર સ્થળ) નગરથી થોડે દૂર આવેલું છે. લક્ષ્મીવાડી ખાતે ભગવાન સ્વામિનારાયણના નશ્વર અવશેષોની અંતિમ વિધિના સ્થળે એક જ ગુંબજવાળું મંદિર બનાવવામાં આવ્યું છે. થોડે આગળ, ત્યાં એક મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેસીને પ્રવચન આપતા હતા, અને થોડે આગળ, ત્યાં નિશ્કુળાનંદ સ્વામીનો એક ઓરડો છે, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણની અંતિમ યાત્રા માટે તેમના દ્વારા તૈયાર કરેલી પાલખી મૂકી હતી. લીમડાના ઝાડ સામે આ સ્થાન છે, અને તેની પશ્ચિમી બાજુએ, ત્યાં એક બીજું મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે 'શરદોત્સવ' ઉજવ્યો હતો.

અન્ય માહિતી[ફેરફાર કરો]

સ્વામિનારાયણ દ્વારા મૂર્તિઓ સ્થાપિત કર્યા ઉપરાંત, મંદિર સ્વામિનારાયણની ઘણી યાદોનું સ્થળ છે. આંતરિક મંદિરમાં પૂજા પરિક્રમા પથ પર, ઘનશ્યામની મૂર્તિ ઉત્તર દિશા તરફ છે. આ પ્રસાદી મંદિરમાં મંદિરના સંગ્રહાલયમાં પ્રદર્શિત સ્વામિનારાયણની પ્રસાદી વસ્તુઓ છે.

મંદિરની દક્ષિણ તરફ, એક લીમડાનું એક મોટું વૃક્ષ અને વસુદેવનો ઓરડો છે જ્યાં સ્વામિનારાયણે અનેક પ્રવચનો આપ્યા જે વચનામૃત શાસ્ત્રમાં નોંધાયેલા છે. દાદા ખાચરનો દરબાર તેના મૂળ સ્વરૂપમાં સચવાયો છે. પાછળની બાજુએ, અક્ષર ઓરડી મંદિર અને ગંગાજળીયો વાવ છે.

સ્વામિનારાયણ અને તેના સંતો ઘેલો નદીમાં સ્નાન કરતા હતા.[૧] આ નદી મંદિરની દક્ષિણ તરફ વહે છે. ત્યાં પ્રસાદી નદીનો પટ - નારાયણ ધરો અને સહસ્ત્ર ધારો આવેલ છે જેની સ્વામિનારાયણ વારંવાર મુલાકાત લેતા હતા. નદીના કાંઠે નીલકંઠ અને હનુમાનના નાના મંદિરો છે. અન્ય પવિત્ર સ્થળો, હનુમાન મંદિર માટે નાળિયેરી ધાર [નાના પર્વત], ભક્તિ બાગ અને રાધાવાવ છે જે લગભગ ગઢડાથી ૨ કિ.મી. દુર છે.

મે ૨૦૧૨ માં, મંદિરના શિખરો સોનાથી ઢાળવામાં આવ્યા હતા, જેનાથી તે ગુજરાતમાં સૌ પ્રથમ સોનાનું શિખર ધરાવતું મંદિર બન્યું હતું. આ કાર્યમાં ૨૧૦ million (US$૨.૮ million) ખર્ચ આવ્યો હતો.[૫]

નોંધો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Manohar Sajnani (2006). Encyclopaedia of Tourism Resources in India. Kalpaz Publications. પૃષ્ઠ 126,127. ISBN 81-7835-014-9.
  2. http://www.gopinathji.com
  3. Williams 2001
  4. "Shree Swaminarayan Temple, Gadhada". Shree NarNarayan Dev Gadi. મૂળ માંથી 25 જુલાઈ 2015 પર સંગ્રહિત. મેળવેલ 23 April 2013. Check date values in: |archive-date= (મદદ)
  5. "Rs 21cr spires for Gujarat's first golden temple". Times of India. 4 May 2012. મૂળ માંથી 27 જાન્યુઆરી 2013 પર સંગ્રહિત. મેળવેલ 4 May 2012.

સંદર્ભ[ફેરફાર કરો]

  • Williams, Raymond (2001). Introduction to Swaminarayan Hinduism. Cambridge University Press. ISBN 978-0-521-65422-7.CS1 maint: ref=harv (link)Williams, Raymond (2001). Introduction to Swaminarayan Hinduism. Cambridge University Press. ISBN 978-0-521-65422-7.CS1 maint: ref=harv (link) Williams, Raymond (2001). Introduction to Swaminarayan Hinduism. Cambridge University Press. ISBN 978-0-521-65422-7.CS1 maint: ref=harv (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]