લખાણ પર જાઓ

બાંધણી

વિકિપીડિયામાંથી
બંધાણી કળા

બાંધણીએ ટાઇ-ડાઈ ટેક્સટાઇલનો એક પ્રકાર છે જેમાં આંગળીના નખથી કાપડને બંધ બાંધી રૂપકાત્મક ડિઝાઇન બનાવવામાં આવે છે. [] બંધાણી શબ્દ એ મૂળ સંસ્કૃત શબ્દ બંધ ("બાંધવા, બાંધવા માટે") માંથી ઉતરી આવ્યો છે. [] [] આજે, મોટાભાગના બંધાણી નિર્માણ કેન્દ્રો ગુજરાત, [] રાજસ્થાન, સિંધ, પંજાબ ક્ષેત્ર [] અને તમિલનાડુમાં છે તામિલનાડુમાં તેને સુનગુડી તરીકે ઓળખવામાં આવે છે. [] [] બંધાણીના પ્રારંભિક પુરાવા ઈ. સ. પૂર્વે ૪૦૦૦ વર્ષ જૂની સિંધુ ખીણની સંસ્કૃતિમાં મળી આવ્યા છે જ્યાં રંગોનો વપરાશ જણાય છે. જેમાં સૌથી વધુ વ્યાપક પ્રકારના બંધાણી કળાનું પ્રારંભિક ઉદાહરણ છઠ્ઠી સદીના અજંતા ખાતે આવેલી ગુફા નંબર ૧ ની દિવાલ પર મળી આવેલા બુદ્ધના જીવનનું પ્રદર્શીત કરતા ચિત્રોમાં જોઈ શકાય છે. [] બંધાણીને પ્રાદેશિક બોલીઓમાં, બંધની, પિલિયા અને તમિળ ભાષામાં ચુંગિડી તરીકે ઓળખવામાં આવે છે. કપડા બાંધવાની અન્ય તકનીકો અનુસાર મોથરા, એકદાલી અને શિકરીનો જેવા બાંધનીના પ્રકારો અસ્તીત્વમાં આવ્યા છે. બંધાઈને તૈયાર થયેલા અંતિમ ઉત્પાદનો ખોમ્બી, ઘર ચોળા, પટોરી અને ચંદ્રોખાની જેવા વિવિધ નામોથી જાણીતા છે

જયપુરમાં બંધાણી, ટાઇ ડાઇ સુકાઈ.
બાંધણીની સાડી પહેરીને મહિલાઓના જૂથ, ઈ. સ. ૧૮૫૫-૧૮૬૨.
બંધની સાડીમાં સજ્જ મહિલાઓના જૂથ સી. ઈ. સ. ૧૮૫૫-૧૮૬૨.

બંધાણીની કલા એક ખૂબ કુશળતા માંગતી પ્રક્રિયા છે. તેની તકનીકમાં કાપડને ઘણે સ્થળે દોરા વડે સજ્જડ બાંધી સજ્જડ રીતે રંગમાં બોળવામાં આવે છે. તેમાં ચંદ્રકલા, બાવન બાગ, શિકારી વિગેરે જેવી ભાત પ્રચલિત છે; નક્કી કરેલી ભાત અનુસાર દોરા વડી કાપડ બાંધનીનું કામ કરવામાં આવે છે. આ પ્રકારના કાપડમાં મૂળ રીતે વપરાતા રંગો પીળો, લાલ, વાદળી, લીલો અને કાળો છે.

બાંધણીમાં વપરાતા મુખ્ય રંગો કુદરતી હોય છે. બંધાણી એક ટાઇ અને ડાઇ (બાંધી અને રંગવાની) પ્રક્રિયા હોવાથી, રંગકામ હાથ દ્વારા કરવામાં આવે છે અને તેથી બંધાણીઓમાં શ્રેષ્ઠ રંગો અને સંયોજનો શક્ય છે.

બંધની કામગીરી કચ્છ અને સૌરાષ્ટ્રના ખત્રી સમાજ દ્વારા વિશેષ રૂપે કરવામાં આવી છે. કાપડની એક મીટરની લંબાઈમાં હજારો નાના ગાંઠો હોઈ શકે છે જેને સ્થાનિક ભાષામાં 'ભીંડી' તરીકે ઓળખવામાં આવે છે ('ગુજરાતી'). આ ગાંઠો તેજસ્વી રંગમાં રંગ્યા પછી એકવાર ખોલવામાં આવેલી રચના બનાવે છે. પરંપરાગત રીતે, અંતિમ ઉત્પાદનોને 'ખોંભી', 'ઘર ચોલા', 'ચંદ્રખાની', 'શિકારી', 'ચોકીદાર', 'અંબાડાલ' અને અન્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે.

રાજસ્થાનમાં પણ બાંધણીની કામગીરી કરવામાં આવે છે, જ્યાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો કરતા અલગ રંગો અને ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં સમગ્ર કચ્છ પટ્ટામાં વિવિધ પ્રકારની બંધાણીઓ બનાવવામાં આવે છે. આ બંધની શૈલીને "કચ્છી બંધાણી" કહેવામાં આવે છે.

બંધાણીનો વ્યવસાય એ પ્રાયઃ એક પારિવારિક વ્યવસાય હોય છે, અને આ પરિવારોની મહિલાઓ ઘરે રહી કામ કરે છે. પેથાપુર, માંડવી, ભુજ, અંજાર, જેતપુર, જામનગર, રાજકોટ, એ ગુજરાતના કેટલાક મુખ્ય શહેરો છે, જ્યાં બાંધણી વ્યવાસાય થાય છે. ગુજરાતનું ભુજ શહેર લાલ બંધાણી માટે જાણીતું છે. આ શહેરમાં બંધાણીની રંગ પ્રક્રિયા મોટા પ્રમાણમાં હાથ ધરવામાં આવે છે, કારણ કે આ વિસ્તારનું પાણી ખાસ કરીને લાલ અને મરુનને એક ખાસ તેજ આપવા માટે જાણીતા છે.

અન્ય ભારતીય કાપડની જેમ, બંધાણીમાં પણ જુદા જુદા રંગો વિવિધ અર્થ બતાવે છે. લોકો માને છે કે લાલ રંગ નવવધૂ માટે શુભ રંગ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બંધાણીના પ્રારંભિક પુરાવા સિંધુ ખીણની સંસ્કૃતિમાં મળ્ય છે જે સૂચવે છે કે રંગાઈની શરૂઆત ઈ. સ. પૂ. ૪૦૦૦માં શરૂઆતમાં થઈ હતી, સૌથી વધુ વ્યાપક પ્રકારના બંધાણીનું પ્રારંભિક ઉદાહરણ, અજંતાની ( ગુફા નંબર ૧) છઠ્ઠી સદીના ગુફાની દિવાલ પર મળેલા બુદ્ધના જીવનનું ચિત્રણ કરતી ચિત્રોમાં જોવા મળે છે.[] આ કળા એલેક્ઝાંડરમાં કાળમાં લખાયેલ લેખમાં, ભારતના સુંદર મુદ્રિત કોટન તરીકે સ્થાન પામી છે. ઐતિહાસિક ગ્રંથોના પુરાવા મુજબ, પહેલી બાંધણી સાડી બાણ ભટ્ટના હર્ષચરિતાના સમયે શાહી લગ્નમાં પહેરવામાં આવતી હતી. એવું માનવામાં આવતું હતું કે બાંધણી સાડી પહેરવાથી કન્યાનું ભવિષ્ય મંગલમય થાય છે. આ બાંધણી સાડીઓના પુરાવા માટે અજંતાની દિવાલો ઉપર પણ છે. સદીઓથી રંગરેઝોએ પ્રાકૃતિક અને માનવસર્જિત એવા બંને પદાર્થો વાપરીને પ્રયોગો કર્યો છે.

બાંધણી કલાકાર બાંધવાની વિવિધ તકનીકોના પ્રયોગો કરી કાપડને રંગના પાત્રમાં ડૂબાડી રંગબેરંગી કૃતિ રચે છે. ભારતમાં વિવિધ પ્રકારના બાંધણી અને રંગકામની પ્રયોગો કરે છે.

બંધેજ સાડી

[ફેરફાર કરો]
બંધેજ સાડી

બંડેજ સાડી જેને "બંધાણી સાડી" તરીકે પણ ઓળખવામાં આવે છે તે ખાસ ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. નિર્માણના ક્ષેત્ર અનુસાર બંધેજ સાડીની ભાત અલગ અલગ હોઈ શકે છે. પાંચ પ્રકારની વિવિધ જાતોની બાંધણી પેથાપુર, માંડવી, ભુજ, અંજાર, જામનગર, જેતપુર, પોરબંદર, રાજકોટ, ઉદયપુર, જયપુર, અજમેર, બિકાનેર વગેરે. સ્થળોએ બનાવવામાં આવે છે.

ગેલેરી

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. G. K. Ghosh, Shukla Ghosh (January 1, 2000). "3". Ikat Textiles of India. APH Publishing (પ્રકાશિત 2000). ISBN 978-8170247067. મેળવેલ March 28, 2017.
  2. Monier-Williams Sanskrit-English Dictionary 1899. Wada, Yoshiko Iwamoto (2002). Memory on Cloth: Shibori Now. Kodansha International. પૃષ્ઠ 28. ISBN 9784770027771.
  3. Gujarat State Gazetteers: Junagadh (1971)
  4. Brenda M. King (September 3, 2005). Silk and Empire. Manchester University Press (પ્રકાશિત 2005). પૃષ્ઠ 59. ISBN 978-0719067013. મેળવેલ March 19, 2017.
  5. Feliccia Yacopino (1977) Threadlines Pakistan
  6. Nasreen Askari, Liz Arthur, Paisley Museum and Art Galleries Merrell Holberton, (1999) Uncut cloth
  7. Wada, Yoshiko Iwamoto (2002). Memory on Cloth: Shibori Now. Kodansha International. પૃષ્ઠ 28. ISBN 9784770027771.
  8. Wada, Yoshiko Iwamoto (2002). Memory on Cloth: Shibori Now. Kodansha International. પૃષ્ઠ 28. ISBN 9784770027771.
  9. Wada, Yoshiko Iwamoto (2002). Memory on Cloth: Shibori Now. Kodansha International. પૃષ્ઠ 28. ISBN 9784770027771.