અંતરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગીતનો બીજો ભાગ કે કે કવિતાની પ્રથમ સિવાયની અન્ય કડીઓને અંતરા કહે છે. સંગીતમાં આના સ્વરો મોટે ભાગે મધ્ય અને તાર સપ્તકમાં બેસાડેલા હોય છે. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં તેની રચનાને બંદીશ કહેવામાં આવે છે આ બંદીશના ચાર ભાગ હોઇ છે જેમ કે (૧)સ્થાયી, (૨)અંતરા, (૩)સંચારી અને (૪)અભોગ. જો કે પ્રાયઃ તેના બે ભાગ જ પ્રસ્તુત થતાં હોય છે. પ્રથમ ભાગને સ્થાયી અને દ્ધિતીય ભાગ અંતરા છે. અંતરામાં સ્થાયીના વિષયને વધુ શબ્દો વડે દર્શાવાય છે અને અંતરાના અંતે ફરી સ્થાયી ગવાય છે.

હિંદુસ્તાની સંગીતના ખયાલ પ્રકારમાં બે ભાગ હોય છે. પ્રથમ ભાગને સ્થાયી (અથવા મુખડા)અને દ્વિતીય ભાગને અંતરા કહે છે.