અચલેશ્વર

વિકિપીડિયામાંથી

અચલેશ્વર ભારત દેશના પંજાબ રાજ્યના બટાલા સ્ટેશનથી ૬ કિલોમીટર અંતરે આવેલું તીર્થ છે.

અહીં સ્વામી કાર્તિકેયનું ઉત્તર ભારતનું અતિ પ્રાચિન મંદિર આવેલું છે. સ્વામી કાર્તિકેયની પૂજા કાલસર્પ દોષ નિવારણના હેતુ માટે કરવામાં આવે છે. આ મંદિર નજીક વિશાળ તળાવ આવેલું છે, જેની મધ્યમાં શિવ મંદિર આવેલું છે. અહીં મુખ્ય મંદિરમાં સ્વામી કાર્તિકેય, શંકર ભગવાન તેમ જ માતા પાર્વતીદેવીની પ્રાચિન મૂર્તિઓ આવેલી છે. કાર્તિકેયજીને રાહુના દેવતા અને ગણેશજી કેતુના દેવતા માનવામાં આવે છે.