અજગર (સર્પ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અજગર
અજગર
જૈવિક વર્ગીકરણ
જગત: પ્રાણી
સમુદાય: મેરૂદંડી
વર્ગ: સરિસૃપ
ગૌત્ર: સ્કુઆમાટા
કુળ: પાયથોનીડેઈ
જાતિ: Indian Python, Indian Rock Python
દ્વિપદ નામ
Python molurus

અજગર ( અંગ્રેજી: Indian Python, Indian Rock Python દ્વિપદ-નામ:Python molurus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

ઓળખ[ફેરફાર કરો]

અજગર સામાન્ય પણે ૭ થી માંડીને ૯ ફીટ લંબાઈના જોવા મળે છે. મહત્તમ લંબાઈ ૧૯ ફીટ નોંધવામાં આવી છે[૨]. અજગરને લગભગ બધાજ લોકો ઓળખતા હોય છે[૨]. મુખ્યત્વે નિશાચર સર્પ છે. વૃક્ષ પર ખુબ ઉંચે સુધી ચડી શકે છે. અને વૃક્ષ પર લાંબો સમય શીકારની રાહ જોઈને ડાળિએ વીટળાઈને પડ્યો રહી શકે છે[૨].

આહાર[ફેરફાર કરો]

આ સર્પને ભોજન તરીકે ગરમ લોહીવાળા પ્રાણીઓ વધારે પસંદ પડે છે જેમાં મુખ્યત્વે નાના પક્ષીઓ, હરણ અને વાંદરા મુખ્ય છે. એના ભરડાની મજબુતાઈ ગમે તેવા સશક્ત પ્રાણીનો શ્વાસ રૂંધીને મારી શકવા સમર્થ હોય છે[૨].

પ્રજનન[ફેરફાર કરો]

અજગર ૮ થી લઈને ૭૦ સુધીની સંખ્યામાં મેલા ધોળા રંગના ઈંડા મુકીને પછી સક્રીયપણે ૬૦ દિવસ સુધી સેવે છે અને ઈંડાની નજીકમાં જ રહે છે. ઈંડામાંથી તાજા નિકળેલા બચ્ચા લગભગ ૫૦ સેન્ટીમીટર લાંબા હોય છે[૨].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. p. ૧૪. 
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. p. ૧૪૬.