અઝેરબીજાનનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
અઝેરબીજાન
નામઅઝેરબીજાની ત્રિરંગો
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોનવેમ્બર ૯, ૧૯૧૮
રચનાબ્લુ, લાલ અને લીલા રંગના આડા ત્રણ પટ્ટા અને વચ્ચેના લાલ પટ્ટામાં સફેદ અર્ધચંદ્ર તથા અષ્ટકોણીય તારો.
રચનાકારઅલી બે હુસેનઝાદે

અઝેરબીજાનનો રાષ્ટ્રધ્વજ (અઝેરબીજાની ભાષા: Azərbaycan bayrağı), બ્લુ, લાલ અને લીલા રંગના આડા ત્રણ પટ્ટા અને વચ્ચેના લાલ પટ્ટામાં સફેદ અર્ધચંદ્ર તથા અષ્ટકોણીય તારો ધરાવે છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

બ્લુ પટ્ટો તુર્કી વારસો દર્શાવે છે, લાલ રંગ આધૂનિક રાજ્ય અને લોકશાહીના વિકાસની પ્રગતિ દર્શાવે છે તથા લીલો પટ્ટો દેશનો ઇસ્લામિક સભ્યતા સાથેનો સંબંધ દર્શાવે છે. ચાંદ-તારો ઈસ્લામનું પ્રતિક છે જેમાં અષ્ટકોણીય તારો અરેબિક ભાષામાં દેશના નામનાં આઠ અક્ષરનું પ્રતિક છે. અન્ય એક વિચાર એવો પણ છે કે તારાનાં આઠે ખુણા દેશના તુર્કીક લોકોની આઠ શાખાઓનું પ્રતિનિધિત્વ કરે છે.