અનારકલી પોશાકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મહિલાઓએ  માટેના જ કપડાંમાં  અનારકલી પોશાક ખાસ કરીને ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. તેમાં  પગની નીચે સુધી લાંબો ઘેરવાળો કોલર વગરનો અને  લાંબી બાંયવાળો  કુર્તાનો સમાવેશ થાય છે અને પગની ઘૂંટણના નીચેથી  કડક બંધ-ફિટિંગ 'ચૂડીદાર' અથવા 'લેગ્ગીનગ્સ' તરીકે પણ ઓળખાય છે સાથે એક લાંબો ખેસ 'ચુનરી' અથવા 'ચુન્ની '  જે ખભા પર એક બાજુથી બીજી બાજુ સુધી પહેરે છે.[૧]

લક્ષણો[ફેરફાર કરો]

આ કુર્તો એ કપડાંનો  મુખ્ય ભાગ છે, જે રેશમ, વેલ્વેટ, જ્યોર્જેટ, જાળીદાર ઝીણું પારદર્શક કાપડ, લહેરભરી સપાટીવાળું બારીક કાપડ, કિનખાબ, ચંદેરી, કપાસ જેવી કોઈપણ ઉત્તમ કાપડ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તેની ડિઝાઇન અને સીવવાની રીત  ઉપરના ભાગથી ચુસ્ત અને નીચેના ભાગથી પગ સુધી ગોળાકાર ઢીલી રાખવામાં આવે  છે.  

નીચલા ભાગને બનાવવા  માટે ગોળાકાર સ્વરૂપમાં એક અલગ કાપડ વપરાય  છે અને તેને  એક છત્રી  સમાન દેખાવ બનાવવા માટે ઝીણી પાટલી (પ્લિટ્સ) કરવામાં આવે  છે. આ અનારકલી કુર્તા મોટા ભાગના કોઈપણ સ્ત્રી અનુકૂળ થાય તે માટે તેને કમરથી  ઉપરના ભાગથી કાપીને રચવામાં આવે છે.[૧]

તેની  વિવિધ પેટર્નની નેકલાઈન અને સ્લિવ્સ (બાય) ની સુંદરતા તે પોશાકના લાવણ્યમાં ઉમેરો કરે છે. ફેશનેબલ અને લગ્ન ડિઝાઇનર સુટ્સમાં પ્રચંડ જર્દોસી અને કુંદનના ભરતકામનું સાથે સંયોજન  થાય છે. જરીની બોર્ડર સોના અને ચાંદીના દોરાઓની મદદથી જર્દોસી કામ અને વિવિધ કદના મણકા વડે  પરંપરાગત ભરતકામ  કરીને સુશોભિત રીતે બાંધવામાં આવે છે.[૨][૩]

ચૂડીદાર જે અનારકલીનો નીચેનો ભાગ છે તે બંધ-ફિટિંગ વાળા લેંગા જેવું જે લંબાઈ ખૂબ લાંબો  હોય છે, તેની વધારાની લંબાઇ પગની ઘુટીંથી બંધ અને વાળેલી હોય છે, ઘુટીંથી અા વધારાનું વાડેલું ચૂડીદાર બંગડી જેવું દેખાય છે અને બંગડી ને ભારતમાં ચૂડી નામથી પણ ઓળખાય છે માટે તેને ચૂડીદાર કેહવાય છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

આ અનારકલી સુટ્સનું નામ મૂળતો મુઘલ યુગથી ધરાવે છે તે એક પ્રણયી વ્યક્તિત્વ અનારકલી સાથે સંકળાયેલુ  છે. મોગલ વંશનો સમ્રાટોમાંના એક મહાન અકબરની એ રખાત હતી. એવું માનવામાં આવે છે કે તે ઈરાનથી હતી અને તેનું સાચું નામ નાદીરા બેગમ અથવા શાર્ફ-અન-એન-નિસ્સા  હતું .[૪]

તે દેખાવમાં સુંદર અને મુખાકૃતિ દાડમ જેવી હતી માટે તે અકબરve દરબારમાં 'અનારકલી' તરીકે ઓળખાતી હતી. તેમ છતાં, આ  પ્રખ્યાત ઐતિહાસિક ચરિત્રની વાર્તાનો અંત કરૂણાંતિકા આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે અકબરના મોટા પુત્ર શાહઝાદા સલીમ (જહાંગીર) સાથે વ્યભિચારી સંબંધ હોવા માટે તેને દિવાલમાં જીવંત દફનાવવામાં આવી હતી. ઘણા એવું માને છે કે અકબર દખ્ખણની મુલાકાત માટે ગયા ત્યારે તે અમુક બીમારીથી મૃત્યુ પામી હતી. બાદમાં, તેના નામ પર બાંધવામાં આવેલી એક કબર હજુ પણ તે પાત્રની ભવ્યતા અને મહિમા બતાવે છે.

અનારકલી પાત્ર ભારતમાં ફિલ્મોમાં મારફતે ચિરપ્રસિદ્ધ હતી ફિલ્મ 'મુગલ-એ-આઝમ' મોહક અને ભવ્ય મધુબાલાએ અનારકલીનું કીરદાર નિભાવ્યું હતું અને તેમાં તેણે સમાન પોશાક પહેર્યા હતા ત્યારથી ભારતીય ફેશન બજારમાં અનારકલી સૂટ થરૂ થયો.

ફેશન અને ટ્રેન્ડ્સ[ફેરફાર કરો]

આ લોકપ્રિય પોશાક તેના વૈવિધ્યતાને માટે જાણીતા છે અને ફેશન અને ટ્રેન્ડ્સને યોગ્ય ફેરફારો  કરીને તેની રચના થાય  છે. જેમ કે આજે  અનારકલી સૂટ ઘણા પ્રકારના હોય છે.[૫] 

  • ચૂડીદાર અનારકલી પોશાકો
  • લગ્ન સમારંભ અનારકલી પોશાકો
  • નેટેડ અનારકલી પોશાકો
  • એમ્બ્રોઇડરી અનારકલી પોશાકો

લોકપ્રિયતા[ફેરફાર કરો]

અનારકલી પોશાકો બોલિવૂડની ફિલ્મોમાં લોકપ્રિય છે કારણ તેની ડિઝાઈન મહત્તાના લીધે તે  કોઈપણ પ્રસંગ માટે યોગ્ય વસ્ત્રો છે, ઘણા ફિલ્મ સ્ટાર્સ દ્વારા પેહરાય છે જેમ કે ઐશ્વર્યા રાય, માધુરી દિક્ષિત, કરીના કપૂર  અને પ્રિયંકા ચોપડા [૧][૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Look royal in anarkali suits". Fashion Trends and Tips. Retrieved 24 March 2014. Check date values in: |accessdate= (મદદ)
  2. "Glorious Designer Net Anarkali Suits Collection for Wedding". dresstop24.com.
  3. "Anarkali Suit". daily.indianroots.com. Retrieved 19 March 2013. Check date values in: |accessdate= (મદદ)
  4. "Legend: Anarkali: myth, mystery and history". dawn.com. Retrieved 11 February 2012. Check date values in: |accessdate= (મદદ)
  5. "Various Anarkali Dresses". shopping.rediff.com.
  6. "Aishwarya Rai In Abu Jani & Sandeep Khosla Anarkali Suit". boldsky.com. Retrieved 21 January 2015. Check date values in: |accessdate= (મદદ)