અન્ના અખ્માતોવા
અન્ના અખ્માતોવા (૧૮૮૯-૧૯૬૬) રશિયાના પ્રમુખ કવિયત્રી હતાં. રશિયન ઊર્મિકવિતાના અભિનવ સ્વરૂપનું ઘડતર કરી તેની સબળ પરિપાટી ર્દઢ કરી આપનાર તરીકે તેઓ અનન્ય પ્રતિષ્ઠા પામ્યા છે. તેમના પતિ ગ્લૂમિલોફ પણ વિખ્યાત કવિ હતા, જેમની પાસેથી અખ્માતોવાએ કવિતાશિક્ષણન મેળવ્યું હતું. ઈવનિંગ, રોઝરી વગેરેની તેમના ઉત્તમ કાવ્યસંગ્રહોમાં ગણના થાય છે. જીવનનાં સુખદુ:ખનું સરળ ગાન એમની કવિતાનું મહત્વનું અંગ છે. પ્રેમ, નિષ્ફળ પ્રેમ, નિરાશા, એકલતા અને પ્રેમીમા અપાર શ્રદ્ધા વગેરે એમની કવિતાના ખાસ વિષયો છે. એમને નગરજીવનના કવિ તરીકે પણ અનન્ય ખ્યાતિ મેળવેલ છે. પીટ્સબર્ગનાં દેવળો, મકાનો, ઉદ્યાનો, નીવા નદીના કાંઠા ઉપરના પુલો, મહાલયો અને આખું પીટ્સબર્ગ એમની કવિતામાં આલેખાયું છે.[૧]
ઉત્તમ લયવાહી પ્રેમકાવ્યો કાવ્યો રચીને તેમજ પોતાના પતિ ગ્લૂમિલોફ સાથે છૂટાછેડા મેળવ્યા બાદ કરુણકાવ્યો સર્જીને અખ્માતોવા ઉત્તમ ઉર્મિકવિ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. અખ્માતોવાને ક્યારેક ગ્રીક કવિયત્રી સોફા સાથે સરખાવવામાં આવે છે, કારણકે તેમની કવિતાઓમાં સોફાની કવિતા જેવું જ કારુણ્ય ઘૂંટાયેલું જોવા મળે છે. ભાવોદ્રેક વગરની સંયમિત સ્વસ્થ કાવ્યવાણી દ્વારા પ્રણયાવસ્થાની મન:સ્થિતિનું તેમજ પ્રણયવૈફલ્યના પરિતાપનું આલેખન તેમને સહજ રીતે પોતાની કવિતાઓમાં કરેલુ છે.[૧]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ રાવળ, નલિન (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧ (2nd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પાનાઓ ૨૩૫.