અરિહંત
Appearance
અરિહંતનો અર્થ થાય છે: અરિ = શત્રુ, હંત= હણનાર.
વ્યાખ્યા
[ફેરફાર કરો]આ શબ્દની વ્યાખ્યા જૈન મત અનુસાર: જેમણે દ્રવ્યથી ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. મોહનીય, અને ૪. અંતરાય; આ ચાર ધાતી કર્મનો નાશ કર્યો છે; એવા સદેહી, સર્વજ્ઞ, વીતરાગ પ્રભુ.
ભેદ
[ફેરફાર કરો]અરિહંતના બે ભેદ બતાવાયા છે: ૧. તીર્થંકર ૨. સામાન્ય કેવળી ભગવાન.
અરિહંતના ગુણો
[ફેરફાર કરો]જૈન દર્શન અરિહંતના ૧૨ ગુણ વર્ણવે છે:
- અનંત જ્ઞાન
- અનંત દર્શન
- અનંત ચારિત્ર
- અનંત તપ
- અનંત બળવીર્ય
- અનંત ક્ષાયક સમ્યક્ત્વ
- વજ્રઋષભ નારાચ સંહનન
- સમચતુરસ્ત્ર સંસ્થાન
- ચોત્રીસ અતિશય
- પાંત્રીસ વાણીના ગુણો
- એક હજાર આઠ ઉત્તમ લક્ષણ
- ચોસઠ ઈન્દ્રોના પૂજનીય