લખાણ પર જાઓ

અર્ધનારીશ્વર

વિકિપીડિયામાંથી

સૃષ્ટિના નિર્માણના હેતુ માટે શિવજીએ પોતાની શક્તિને સ્વયંથી અલગ કરી. શિવ સ્વયં પુરુષ લિંગના દ્યોતક છે તથા એમની શક્તિ સ્ત્રી લિંગની દ્યોતક છે. પુરુષ (શિવ) અને સ્ત્રી (શક્તિ) એકાકાર થવાને કારણે શિવ નર પણ છે અને નારી પણ, આમ શિવ અર્ધનારીશ્વર છે. જ્યાર બ્રહ્માજીએ સર્જનના કાર્યનો આરંભ કર્યો ત્યારે એમણે જોવા મળ્યું કે એમની રચનાઓ પોતાના જીવન પછી નષ્ટ થઇ જશે તેમ જ દરેક વેળા એમને નવેસરથી સર્જન કરવું પડશે. ગહન વિચાર કર્યા બાદ પણ એઓ કોઇપણ નિર્ણય પર નહીં પંહોચી શક્યા. ત્યારપછી પોતાની સમસ્યાના સમાધાન માટે એઓ શિવની શરણમાં પંહોચ્યા. એમણે શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપ આદર્યું. બ્રહ્માજીની કઠોર તપશ્ચર્યાથી શિવ પ્રસન્ન થયા. બ્રહ્માજીની સમસ્યાના સમાધાન હેતુ શિવ અર્ધનારીશ્વર સ્વરૂપમાં પ્રગટ થયા. અર્ધા ભાગમાં તેઓ શિવ હતા તથા અર્ધા ભાગમાં શિવા. પોતાના આ સ્વરૂપથી શિવે બ્રહ્માજીને પ્રજનનશીલ પ્રાણીના સર્જનની પ્રેરણા આપી. સાથે જ એમણે પુરુષ અને સ્ત્રીઓના સમાન મહત્વનો પણ ઉપદેશ આપ્યો. ત્યારબાદ અર્ધનારીશ્વર ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા.

શિવ અને શક્તિનો સંબંધ[ફેરફાર કરો]

શક્તિ શિવનું અભિભાજ્ય અંગ છે. શિવ નરના દ્યોતક છે તો શક્તિ નારીની. તેઓ એકબીજાના પુરક છે. શિવ વગર શક્તિનું અથવા શક્તિ વિના શિવનું કોઈ અસ્તિત્વ જ નથી, શિવ અકર્તા છે. તેઓ સંકલ્પ માત્ર કરે છે; શક્તિ સંકલ્પ સિદ્ધી કરે છે.

  • શિવ કારણ છે; શક્તિ કારક.
  • શિવ સંકલ્પ કરે છે; શક્તિ સંકલ્પ સિધ્ધી.
  • શક્તિ જાગૃત અવસ્થા છે; શિવ સુષુપ્તાવસ્થા.
  • શક્તિ મસ્તિષ્ક છે; શિવ હૃદય.
  • શિવ બ્રહ્મા છે; શક્તિ સરસ્વતી.
  • શિવ વિષ્ણુ છે; શક્તિ લક્ષ્મી.
  • શિવ મહાદેવ છે; શક્તિ પાર્વતી.
  • શિવ રુદ્ર છે; શક્તિ મહાકાલી.
  • શિવ સાગરના જળ સમાન છે; શક્તિ સાગરની લહેર છે.

શિવ સાગરના જળની સમાન છે તથા શક્તિ લહેરની સમાન છે. લહેર છે જળનો વેગ. જળ વગર લહેરનું શું અસ્તિત્વ છે? અને વેગ વગર સાગર અથવા એના જળનું? આ જ છે શિવ તેમ જ એમની શક્તિનો સંબંધ. આવો તથા પ્રાર્થના કરો શિવ-શક્તિના આ અર્ધનારીશ્વર સ્વરૂપને આ અર્ધનારીશ્વર સ્તોત્ર દ્વારા.

ફોટો ગેલેરી[ફેરફાર કરો]