અલ્લૂ અર્જુન

વિકિપીડિયામાંથી
અલ્લૂ અર્જુન
જન્મ૮ એપ્રિલ ૧૯૮૨ Edit this on Wikidata
ચેન્નઈ Edit this on Wikidata
બાળકોArha Allu, Ayaan Allu Edit this on Wikidata

અલ્લૂ અર્જુન (તેલુગુ: అల్లు అర్జున్) એ એક ભારતીય અભિનેતા છે, તેઓ મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે.[૧] અલ્લૂ અર્જુન નિર્માતા અલ્લૂ અરવિંદનો દિકરો છે, જોકે અન્ય નોંધપાત્ર સંબંધીઓમાં કાકા ચિરંજીવી અને પવન કલ્યાણ અને પિતરાઈ ભાઈ રામ ચરણ તેજા છે.

વિજેતા ચિત્રપટમાં બાળકલાકાર તરીકે અને ડેડી ચિત્રપટમાં નૃત્યાંગ તરીકે કામ કર્યા બાદ, ગંગોત્રી ચિત્રપટથી પોતાની અભિનય કારકિર્દી ની શરૂઆત કરી.[૨][૩] ત્યારપછી તેમણે સુકુમારની પ્રથમ ચિત્રપટ આર્યા માં મુખ્ય અભિનેતા તરીકે જોડાયા હતા.[૪][૫] આર્યા માં તેમની ભુમિકાએ તેમણે ફિલ્મફેર,બેસ્ટ તેલુગુ અભિનેતા માટે નોમિનેશન અપાવ્યુ હતુ અને નંદી એવોર્ડ્સ સેરેમની માં તેમને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો હતો, શ્રેષ્ઠ અભિનેતા અને બેસ્ટ એક્ટર જ્યુરી ના બે સિનેમા એવોર્ડ્સ પણ મળ્યા હતા.[૬] અને તે ફિલ્મને પણ ખુબ સફળતા મળી હતી.[૭]

પછી તેમણે વી.વી.વિનાયક ની બન્ની ફિલ્મમાં કોલેજ વિદ્યાર્થીની ભુમિકા ભજવી હતી, જેમાં તેમના અભિનય અને નૃત્યને વખાણાયા હતા.[૮] એ પછીની તેમની ચિત્રપટ એ.કરૂણાકરણની હેપ્પી હતી.[૯] તેમણે ત્યારબાદ પુરી જગન્નાથની દેશમુદુરૂ માં પણ અભિનય કર્યો હતો.[૧૦] તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેઓ ખુબ જ પ્રસિદ્ધ કલાકાર છે, તેમણે અત્યારસુધી પાંચ ફિલ્મફેર,દક્ષિણ એવોર્ડ્સ અને બે નંદી એવોર્ડ્સ જીત્યા છે.

૬ માર્ચ ૨૦૧૧ ના રોજ તેમણે સ્નેહા રેડ્ડી સાથે હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા.[૧૧] તેમને અયાન નામે એક પુત્ર અને અરહા નામની એક પુત્રી છે. ૨૦૧૬માં તેમણે ૮૦૦ જ્યુબિલી નામની નાઈટક્લબ શરૂ કરી છે.[૧૨]

ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક પાત્ર
૨૦૦૨ ડેડી ગોપી
૨૦૦૩ ગંગોત્રી સિમ્હાદ્રી
૨૦૦૪ આર્યા આર્યા
૨૦૦૫ બન્ની બન્ની
૨૦૦૬ હેપ્પી બન્ની
૨૦૦૭ દેશમદુરૂ બાલા ગોવિંદ
૨૦૦૭ પરૂગુ કૃષ્ણા
૨૦૦૯ આર્યા ૨ આર્યા
૨૦૧૦ વરૂદુ સંદીપ
વેદમ્ આનંદ (કેબલ) રાજુ
૨૦૧૧ બદ્રીનાથ બદ્રીનાથ
૨૦૧૩ ઈદ્દરમૈયલતો સંજુ

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Forbes 2015 Celeb 100: Mahesh, Kamal, Rajini, Suriya, Rajamouli, Prabhas, Kajal, Shruti make it to list". International Business Times, India Edition. મેળવેલ 2015-12-12.
 2. A. S., Sashidhar (28 March 2003). "Review : Gangothri". Sify. મૂળ માંથી 14 March 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 March 2015.
 3. "Gangotri 100 days centers". idlebrain.com. મૂળ માંથી 24 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત.
 4. "Arya – A cocktail of fun and more fun". IndiaGlitz. મૂળ માંથી 24 ઑક્ટોબર 2004 પર સંગ્રહિત. મેળવેલ 10 May 2004. Check date values in: |archive-date= (મદદ)
 5. "Movie review – Arya". idlebrain.com. મેળવેલ 7 May 2004.
 6. "`Anand' walks away with six Nandi awards". The Hindu. 10 October 2005. મૂળ માંથી 14 March 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 March 2015. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 7. "Allu Arjun's favourite film is Arya". The Times of India. 9 May 2014. મૂળ માંથી 14 March 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 March 2015. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 8. "Movie review – Bunny". idlebrain.com. મેળવેલ 6 April 2005.
 9. "Happy – Study of love". IndiaGlitz. મૂળ માંથી 10 ફેબ્રુઆરી 2006 પર સંગ્રહિત. મેળવેલ 28 January 2006.
 10. "Desamuduru – Allu Arjun is now a macho man". IndiaGlitz. મેળવેલ 12 January 2007.
 11. "Allu Arjun's starry wedding". The Times of India. મૂળ માંથી 2014-01-07 પર સંગ્રહિત. મેળવેલ 8 March 2011.
 12. "Allu Arjun Into Night Club Business". 25 July 2016. મૂળ માંથી 16 ઑગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 26 ઑગસ્ટ 2018. Check date values in: |access-date= and |archive-date= (મદદ)