અવની ચતુર્વેદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અવની ચતુર્વેદી
Flying Officer Avani Chaturvedi.jpg
જન્મ Edit this on Wikidata
રીવા Edit this on Wikidata
વ્યવસાયવિમાન ચાલક&Nbsp;Edit this on Wikidata
નોકરી આપનાર
  • ભારતીય વાયુસેના Edit this on Wikidata

અવની ચતુર્વેદી ભારતની પ્રથમ મહિલા લડાકુ પાયલોટમાંની એક છે.[૧] તેનું વતન મધ્ય પ્રદેશનો રીવા જિલ્લો છે. ભાવના કંઠ અને મોહના સિંગની સાથે તેણી પ્રથમ લડાકુ વિમાનની પાયલોટ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ ત્રણેયને જૂન ૨૦૧૬માં ભારતીય હવાઇ દળના લડાકુ સ્કાડ્રોનમાં સમાવવામાં આવ્યા હતા. તેમનો ઔપચારિક સમાવેશ રક્ષા મંત્રી મનોહર પારિકર દ્વારા કરવામાં આવ્યો હતો.[૨]

પ્રારંભિક જીવન અને શિક્ષણ[ફેરફાર કરો]

અવનીનો જન્મ ૨૭ ઓક્ટોબર ૧૯૯૩ના રોજ થયો હતો. તેણીએ તેનું શાળાકીય શિક્ષણ મધ્યપ્રદેશના શાહડોલ જિલ્લાના દેવલાંદ ગામે પૂર્ણ કર્યું હતું.[૩] તેના પિતા દિનકર ચતુર્વેદી મધ્ય પ્રદેશ સરકારમાં પાણી પુરવઠા વિભાગમાં એન્જિનિયર છે. અવનીનો મોટોભાઇ પણ લશ્કરમાં અધિકારી છે. કોલેજ શિક્ષણ દરમિયાન તેણીએ કેટલાક કલાકોનો ઉડ્ડયન અનુભવ લીધો હતો જે છેવટે ભારતીય હવાઇ દળમાં જોડાવા માટે પ્રેરણારૂપ બન્યો હતો.[૪] ૨૦૧૪માં બનસ્થલી યુનિવર્સિટીમાં બેચલર્સ ઓફ ટેકનોલોજીનો અભ્યાસ પૂર્ણ કરી તેણી ભારતીય હવાઇ દળમાં જોડાઇ હતી. અવનીએ હૈદરાબાદ એર ફોર્સ એકેડમી ખાતે તાલીમ લીધી હતી.

કારકિર્દી[ફેરફાર કરો]

ડુંડીગલ, હૈદરાબાદ ખાતે એક વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ જૂન ૨૦૧૬માં તેણી લડાકુ વિમાન પાયલટ બની હતી. પછીના વર્ષે બીડર, કર્ણાટક ખાતે ત્રીજા તબક્કાની તાલીમ પૂરી કર્યા બાદ તેણી સુખોઇ અને તેજસ જેવા વિમાનોમાં ઉડાન ભરવા માટે સક્ષમ બની હતી.[૫]

૨૦૧૮માં મિગ-૨૧માં એકલ ઉડાન ભરનાર તેણી સૌ પ્રથમ ભારતીય પાયલોટ બની હતી.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Avani, Bhawana, Mohana become IAF's first women fighter pilots - Times of India". The Times of India. Retrieved ૯ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  2. Krishnamoorthy, Suresh. "First batch of three female fighter pilots commissioned". The Hindu. Retrieved 2016-12-09. Check date values in: |access-date= (મદદ)
  3. "MP girl Avani Chaturvedi to be one amongst India's first three women fighter pilots". english.pradesh18.com. Retrieved 2016-12-09. Check date values in: |access-date= (મદદ)
  4. Team, Editorial (૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮). "Interesting Facts about Avani Chaturvedi, First Female Pilot To Fly Mig-21". SSBToSuccess (અંગ્રેજી માં). Retrieved ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
  5. "For IAF's first women fighter pilots Mohana Singh, Bhawana Kanth & Avani Chaturvedi, sky is no limit". The Economic Times. Retrieved ૯ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)
  6. "In a first, woman fighter pilot undertakes solo flight in MiG-21". The Indian Express (અંગ્રેજી માં). ૨૨ ફેબ્રુારી ૨૦૧૮. Retrieved ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)