અવુકાના બૌદ્ધ પ્રતિમા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

Coordinates: 8°0′39.1″N 80°30′45.6″E / 8.010861°N 80.512667°E / 8.010861; 80.512667

અવુકાના પ્રતિમા

અવુકાના પ્રતિમાબુદ્ધની ઊભી પ્રતિમા છે જે ઉત્તર મધ્ય શ્રીલંકાના કેકીરવામાં આવેલી છે. ૪૦ ફીટ (૧૨ મીટર) ઊંચી આ પ્રતિમા પાંચમી સદીમાં વિશાળ ગ્રેનાઈટના પથ્થરમાંથી કોતરી કાઢવામાં આવી હતી. તે અભય મુદ્રાના એક ભિન્ન સ્વરૂપને દર્શાવે છે અને ખુબ જ શુક્ષ્મ રીતે કોતરેલા વસ્ત્રો પણ ધરાવે છે. ધાતુસેન રાજાના સમયમાં કોતરાયેલ આ પ્રતિમા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની સ્પર્ધાનું પરિણામ છે. હવે તે એક જાણીતું પર્યટન સ્થળ છે.

સ્થળ અને દેખાવ[ફેરફાર કરો]

અવુકાના પ્રતિમા ઉત્તર મધ્ય શ્રીલંકાના કેકીરવા નજીકના અવુકાના અથવા ઔકાના ગામમાં આવેલ છે. તે કાળા વેવા સરોવર નજીક અને તેની તરફ દ્રષ્ટિ હોય એમ બનાવવામાં આવેલ છે.[૧] વિશાળ ગ્રેનાઈટના પથ્થરની એક બાજુની સપાટી પર કોતરી કાઢવામાં આવેલ આ પ્રતિમા પથ્થરથી અલગ કરવામાં આવી નથી.[૨] પાછળના ભાગે તેને પથ્થર સાથે તેને જોડી રાખવામાં આવેલ છે જેથી તે પ્રતિમાને આધાર આપવામાં મદદ કરે.[૩] જોકે જે આસન પર બુદ્ધની પ્રતિમા છે તેને કમળના આકારમાં અલગથી કોતરી પ્રતિમા નીચે બેસાડવામાં આવેલ છે. માત્ર પ્રતિમાની ઊંચાઈ ૩૮ ફીટ ૧૦ ઇંચ (૧૧.૮૪ મીટર) છે જયારે આસન સાથે ગણતા કુલ ઊંચાઈ ૪૨ ફીટ (૧૩ મીટર) થાય છે.[૪][૫] આ પ્રતિમા પૂર્વે વિશાળ મંદિર અથવા મુર્તિગૃહમાં હતી જેના અવશેષો આજે પ્રતિમાની સામે છે. તેની દીવાલો ઈંટ અને પથ્થરની બનેલી હતી અને ૭૪ ફીટ (૨૩ મીટર) લાંબા અને ૬૩ ફીટ  (૧૯ મીટર) પહોળા ક્ષેત્રમાં ફેલાયેલ છે.[૬]

વિશેષતાઓ[ફેરફાર કરો]

અવુકાના બૌદ્ધ પ્રતિમા

પ્રાચીન શ્રીલંકાના શ્રેષ્ઠ ઊભી બૌદ્ધ પ્રતિમાઓમાં અવુકાના પ્રતિમાની ગણના થાય છે.[૩] આ પ્રતિમા પર ગાંધાર અને અમરાવતીની મૂર્તિપરંપરાની અસર દેખાય છે. મૂર્તિ પરના વસ્ત્ર ચુસ્ત રીતે પહેરેલા દર્શાવાયા છે જેમાં શરીરની આકૃતિ સ્પષ્ટ થાય છે. શ્રીલંકાની બૌદ્ધ પરંપરા મુજબ જમણો ખભો આ વસ્ત્રોમાં ખુલ્લો જયારે ડાબો ખભો ઢાંકેલો છે. ટટ્ટાર શરીરમાં ડાબા હાથ વડે ખભા પર વસ્ત્ર પકડી રાખેલ હોય તેમ છે. જમણો હાથ જમણા ખભા સુધી ઉપર ઉઠાવેલો છે અને હથેળી ડાબી બાજુ ફેરવેલી છે. [૧][૪] આ સ્થિતિને આશિષ મુદ્રા કહે છે જે અભય મુદ્રાનો જ એક ભિન્ન પ્રકાર છે.[૭]

બાંધકામ[ફેરફાર કરો]

આ પ્રતિમા પાંચમી સદીમાં રાજા ધાતુસેનના આદેશથી બાંધવામાં આવેલ હોવાનું મનાય છે.[૪] અન્ય મત મુજબ બારના નામના વ્યક્તિ દ્વારા બંધાયેલ પણ મનાય છે.[૮] આ પ્રતિમા જેવી જ એક પ્રતિમા નજીકના સસ્સેરુવામાં પણ આવેલી છે. એક માન્યતા મુજબ ગુરુ-શિષ્ય વચ્ચેની સ્પર્ધા રૂપે બંને પ્રતિમા બનાવવામાં આવેલી હતી જેમાં જે પ્રથમ બનાવી લે તેણે ઘંટ વગાડી જાણ કરવાની હતી. ગુરુએ પ્રથમ પૂર્ણ કરી ઘંટ વગાડ્યો. આથી જ સસ્સેરુવાની પ્રતિમા અધુરી રહી હોવાનું મનાય છે. કેટલાક ઇતિહાસકારોને આ વાર્તા સાચી લાગી પણ તે માત્ર એક માન્યતા છે.[૯] ખરેખર સસ્સેરુવાની પ્રતિમા અવુકાનાની પ્રતિમા કરતા ૪૦૦ વરસ પૂર્વે દેવનામ પ્રિય તિસ્સા દ્વારા બાંધવામાં આવેલી.

વર્તમાન સ્થિતિ[ફેરફાર કરો]

આ સ્થળ હવે જાણીતું પર્યટન સ્થળ છે.[૧૦] આ સ્થળ પરની સુવિધાઓમાં પુરાતત્વ વિભાગ અને નાગરિક રક્ષા દળ દ્વારા વધારો કરવામાં આવેલો છે.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Diganwela, T. (1997). කලා ඉතිහාසය (Sinhala માં). Wasana Publishers. pp. 23–24. Unknown parameter |trans_title= ignored (મદદ); Check date values in: |year= (મદદ)CS1 maint: Unrecognized language (link)
 2. Walters, Alan (1997). Palms & pearls, or, Scenes in Ceylon. 9788120612358. Asian Educational Services. p. 78. ISBN 978-81-206-1235-8. Check date values in: |year= (મદદ)
 3. ૩.૦ ૩.૧ Siriwera, W. I. (2004). History of Sri Lanka. Dayawansa Jayakody & Company. pp. 286–287. ISBN 955-551-257-4. Check date values in: |year= (મદદ)
 4. ૪.૦ ૪.૧ ૪.૨ Sarachchandra, B. S. (1977). අපේ සංස්කෘතික උරුමය (Sinhala માં). Silva, V. P. pp. 121–122. Unknown parameter |trans_title= ignored (મદદ); Check date values in: |year= (મદદ)CS1 maint: Unrecognized language (link)
 5. De Silva, K. M. (1981). A history of Sri Lanka. University of California Press. p. 55. ISBN 978-0-520-04320-6. Check date values in: |year= (મદદ)
 6. Bandaranayake, Senake (1974). Sinhalese monastic architecture: the viháras of Anurádhapura. Brill. p. 206. ISBN 978-90-04-03992-6. Check date values in: |year= (મદદ)
 7. De Silva, D. G. B. (12 May 2001). "Misconceptions about Sri Lankan Buddha image". The Island. Retrieved 5 March 2010. Check date values in: |accessdate=, |date= (મદદ)
 8. ૮.૦ ૮.૧ Perera, Harshini (21 June 2009). "A new facelift to Avukana precincts". Sunday Observer. Retrieved 5 March 2010. Check date values in: |accessdate=, |date= (મદદ)
 9. "A guru-gola battle for supremacy". Sunday Times. 6 June 2004. Retrieved 5 March 2010. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. Davidson, Linda Kay (2002). Pilgrimage: from the Ganges to Graceland : an encyclopedia. 1. ABC-CLIO. p. 46. ISBN 978-1-57607-004-8. Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |year= (મદદ)

વધુ વાચન માટે[ફેરફાર કરો]

 • von Schroeder, Ulrich (1990). Buddhist Sculptures of Sri Lanka. (752 p.; 1620 illustrations). Hong Kong: Visual Dharma Publications, Ltd. ISBN 962-7049-05-0