લખાણ પર જાઓ

અશોક દવે

વિકિપીડિયામાંથી
અશોક દવે
અશોક દવે તેમના નિવાસસ્થાને, અમદાવાદ, ૨૦૦૫
અશોક દવે તેમના નિવાસસ્થાને, અમદાવાદ, ૨૦૦૫
જન્મ (1952-02-29) February 29, 1952 (ઉંમર 72)
જામનગર
વ્યવસાયલેખક, નોકરી
શિક્ષણબી.કોમ.
જીવનસાથીહકીબેન
સંતાનોસમ્રાટ (પુત્ર), ઉત્સવી (પુત્રી)
સંબંધીઓજસુમતીબેન ‍(માતા‌), ચંદુભાઈ (પિતા)
વેબસાઇટ
ashok-dave.blogspot.ca

અશોક દવે ગુજરાતી હાસ્યલેખક અને કટારલેખક છે. હાસ્ય લેખોની સાથે તેઓએ જૂનાં હિન્દી ફિલ્મીસંગીત પર કટાર લખે છે.

તેમનો જન્મ ૨૯ ફેબ્રુઆરી, ૧૯૫૨ ના રોજ જામનગર ખાતે થયો હતો.[] ૧૯૬૯માં તેમણે લખવાની શરૂઆત કરી હતી અને તેના એક વર્ષ પછી કાજી દૂબલે ક્યું? સાપ્તાહિક કટાર સંદેશ સમાચારપત્રમાં શરૂ કરી હતી.[]

પુસ્તકો

[ફેરફાર કરો]

તેમણે કુલ ૧૮ પુસ્તકો લખેલા છે. તેમાંથી અમુક નીચે પ્રમાણે છે.[]

હાસ્ય પુસ્તકો

[ફેરફાર કરો]
નામ વર્ષ પ્રકાશક
અશોક દવેની સિક્સરો
અશોક દવેના શીલાલેખો
અશોક દવેનું બપોરીયું એનકાઉન્ટર
બ્લેક લેબલ
કોફી હાઉસ
અશોક દવેનું ઇવનિંગયું એનકાઉન્ટર
જેન્તી જોખમ
મેરા મુંબઇ મહાન
અશોક દવેનું મોર્નિંગયું એનકાઉન્ટર
પેટ છૂટી વાત ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રંગબિરંગી
સુંઉ કિયો છો?
અશોક દવેના ઉપદેશો
બુધવારની બપોરે

ફિલ્મી સંગીતજગત

[ફેરફાર કરો]
નામ વર્ષ પ્રકાશક
ફિલ્મસંગીતનાં એ મધુરાં વર્ષો
હીરો-હીરોઇન
મૂહમ્મદ રફી

અશોક દવે ગુજરાત સમાચારમાં દર બુધવારે પ્રકાશિત થતી 'બુધવારની બપોર' કટાર (કોલમ)થી જાણીતાં બન્યા છે. વાચકોએ પૂછેલાં પ્રશ્નોનાં તેમનાં વડે અપાતાં ઉત્તરો 'એનકાઉન્ટર' અત્યંત જાણીતી બન્યાં છે. આ સવાલો પહેલાં પૉસ્ટકાર્ડ વડે જ સ્વીકારવામાં આવતાં હતા. માર્ચ–એપ્રિલ ૨૦૧૪ના તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન આ પ્રથામાં ફેરફાર કરીને હવે પ્રશ્નો ફક્ત ઇ–મેલના માધ્યમથી જ સ્વીકારે છે. 'દૂર કોઇ ગાયે' તેમની ફિલ્મી સંગીતની કટાર છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. http://sureshbjani.wordpress.com/2007/05/05/ashok-dave/
  2. Bhatt, Devang (૨ સપ્ટેમ્બર ૨૦૧૫). "Most Popular humorous writer Ashok Dave's Interview with Devang Bhatt". YouTube. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૧૫.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2013-01-04.
  4. "Interview of Humorist Ashok Dave | SpeakBindas". www.speakbindas.com (અંગ્રેજીમાં). મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૮.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]