અસીરગઢ કિલ્લો
અસીરગઢ કિલ્લો | |
---|---|
असीरगढ़ किला | |
મધ્ય પ્રદેશ, ભારતનો ભાગ | |
બુરહાનપુર | |
૨૦૧૩ના વર્ષમાં અસીરગઢ કિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ | 21°28′N 76°17′E / 21.47°N 76.29°E |
પ્રકાર | કિલ્લો |
સ્થળની માહિતી | |
આધિપત્ય | ભારત સરકાર |
જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
સ્થિતિ | જર્જરીત |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ કરનાર | અસા આહીર |
બાંધકામ સામગ્રી | પથ્થર, ચુનાના પથ્થર અને સીસું |
સૈન્ય માહિતી | |
રહેવાસીઓ | આહીરો->ફારુકી વંશ->મુઘલો->મરાઠા સામ્રાજ્ય->હોલકર વંશ->શીંદે વંશ->અંગ્રેજો->ભારત |
અસીરગઢ કિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના બુરહાનપુર જિલ્લામાં સ્થિત અસીરગઢ ગામ ખાતે આવેલ એક પર્વતીય કિલ્લો છે.[૧] આ કિલ્લો બુરહાનપુર શહેરથી ઉત્તર દિશામાં લગભગ ૨૦ કિલોમીટર જેટલા અંતરે સાતપુડાની ટેકરીઓ પૈકીની એક ટેકરી પર દરિયાઈ સપાટીથી ૬૫૦ મીટર તેમ જ તળેટીથી ૭૫૦ ફૂટ જેટલી ઊંચાઈ પર આવેલ છે. આ કિલ્લો આજે પણ પોતાના વૈભવશાળી અતીતના ગુણગાન મુક્ત કંઠે કરી રહ્યો છે. તેની અપરાજેયતા આપોઆપ સિદ્ધ થાય છે. આ કિલ્લાની ગણના દુર્ભેદ્ય અને અજેય કિલ્લાઓ પૈકીના એક તરીકે કરવામાં આવે છે. ઇતિહાસકારોએ આ કિલ્લાનો ઉલ્લેખ 'બાબ-એ-દખ્ખન' (દક્ષિણનું દ્વાર) તેમ જ 'કલોદ-એ-દખ્ખન' (દક્ષિણની કુંચી) વિશેષણો વડે કર્યો છે, કારણ કે આ કિલ્લા પર વિજય પ્રાપ્ત કર્યા પછી જ દક્ષિણ તરફ જઈ શકાતું હતું અને ખાનદેશ પર આધિપત્ય સ્થાપિત કરી શકાતું હતું. અસીરગઢ કિલ્લાનું નિર્માણ રાજા અસા આહીર દ્વારા 15મી સદીની શરૂવાતમાં કરવામાં આવ્યું હતું. ફારુકી વંશના નાસીર ખાન દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.[૧][૨]
આ કિલ્લા પર ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, જે સ્થાનિક સમાચારપત્રો અનુસાર મહાભારતકાળના વીર યોદ્ધા અશ્વત્થામાનું પૂજાસ્થળ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ B H Mehta. Gonds of the Central Indian Highlands Vol II. Concept. પૃષ્ઠ ૫૬૯.
- ↑ Numismatic Digest. Numismatic Society of Bombay, Original from the University of Michigan. 2003. પૃષ્ઠ 141. મેળવેલ 22 April 2018.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અસીરગઢના ભૂતિયો કિલ્લાનું સત્ય - વિડિયો
- અસીરગઢ કિલ્લો, મધ્ય પ્રદેશ પ્રવાસન સંગ્રહિત ૨૦૧૭-૦૮-૦૪ ના રોજ વેબેક મશિન
- અસીરગઢ કિલ્લો, ખંડવા