આંતરરાષ્ટ્રીય અત્યાચાર પીડિત સમર્થન દિવસ

વિકિપીડિયામાંથી
આંતરરાષ્ટ્રીય અત્યાચાર પીડિત સમર્થન દિવસ
બીજું નામ૨૬ જૂન
પ્રકારઆંતરરાષ્ટ્રીય
તારીખ૨૬ જૂન
આવૃત્તિવાર્ષિક
સંબંધિતમાનવ અધિકાર દિવસ

આંતરરાષ્ટ્રીય અત્યાચાર પીડિત સમર્થન દિવસ એ યાતનાનો ભોગ બનેલા લોકોના સમર્થનમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ૨૬ જૂનના રોજ કરવામાં આવતી આંતરરાષ્ટ્રીય ઉજવણી છે, જે અત્યાચારના ગુના સામે અવાજ ઉઠાવવા અને સમગ્ર વિશ્વમાં પીડિતો અને બચી ગયેલા લોકોનું સન્માન કરવા અને તેમને ટેકો આપવા માટે યોજવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા બે કારણોસર આ દિવસની પસંદગી કરવામાં આવી હતી. સૌપ્રથમ, ૨૨૬ જૂન ૧૯૪૫ના રોજ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોને માનવાધિકારનો આદર અને પ્રોત્સાહન આપવા માટે ફરજ પાડે છે. બીજું, ૨૬ જૂન ૧૯૮૭ ના દિવસે યાતના અને અન્ય ક્રૂર, અમાનવીય અથવા અપમાનજનક વર્તન અથવા સજા સામે સંયુક્ત રાષ્ટ્રનું સંમેલન અમલમાં આવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ત્રાસ પીડિતોના સમર્થનમાં વાર્ષિક ધોરણે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાનો નિર્ણય ડેનમાર્કની દરખાસ્ત પર લેવામાં આવ્યો હતો, જે વિશ્વ વિખ્યાત ત્રાસ પીડિતો માટે આંતરરાષ્ટ્રીય પુનર્વસન પરિષદ (IRCT) નું ઘર છે.[૧]

પ્રથમ ઉજવણી ૨૬ જૂન ૧૯૯૮ માં શરૂ કરવામાં આવી હતી.[૧] ત્યારથી, વિશ્વભરના ડઝનેક દેશોમાં લગભગ ૧૦૦ સંસ્થાઓ દર વર્ષે કાર્યોક્રમો, ઉજવણીઓ અને ઝુંબેશ સાથે આ દિવસને ચિહ્નિત કરે છે.[૨]

૧૬ જુલાઇ ૨૦૦૯ ના રોજ, બોસ્નિયા અને હર્ઝેગોવિનામાં ત્રાસના પીડિતોના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર રજા] તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. [૩]

વૈશ્વિક ઝુંબેશ[ફેરફાર કરો]

દર વર્ષે IRCT વિશ્વભરની સંસ્થાઓની ઝુંબેશ યોજનાઓનું નિરીક્ષણ કરે છે અને વર્ષના અંતમાં ૨૬ જૂનનો વૈશ્વિક અહેવાલ[૪] પ્રકાશિત કરે છે જ્યાં તે દિવસની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમોનું વર્ણન કરે છે. ૨૬ જૂનના વૈશ્વિક અહેવાલ (૨૦૧૨) મુજબ, વિશ્વના ૬૦ દેશોમાં ઓછામાં ઓછી ૧૦૦ સંસ્થાઓએ પરિષદો, વર્કશોપ, શાંતિપૂર્ણ રેલીઓ, સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો, બાળકો માટેના કાર્યક્રમો વગેરે સાથે દિવસની ઉજવણી કરી હતી.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "UN Official Website for the International Day in Support of Victims of Torture". Background. United Nations. મેળવેલ 21 March 2011.
  2. ૨.૦ ૨.૧ "26 June 2012 Global Report". Sharing knowledge and awareness-raising. IRCT – International Rehabilitation Council for Torture Victims. મૂળ (PDF) માંથી 16 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 13 November 2012.
  3. У БиХ четири дана државних празника ("Four days of public holidays in Bosnia and Herzegovina") (in Serbian)
  4. "International Rehabilitation Council for Torture Victims". International Rehabilitation Council for Torture Victims (અંગ્રેજીમાં). મેળવેલ 2022-06-25.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]