આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ
Appearance
૧૬ સપ્ટેમ્બરને સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા ઓઝોન સ્તરની જાળવણી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ૧૯૮૭માં ઓઝોન સ્તરને ઘટાડતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ લાવવાના મોન્ટ્રિયલ પ્રોટોકોલ પરની વૈશ્વિક સહમતીની યાદમાં આ ઉજવણીની ઘોષણા ૧૯ ડિસેમ્બર, ૨૦૦૦ના કરવામાં આવી હતી.[૧]
પ્રોટોકોલ પર હસ્તાક્ષર થયાના ૩૦ વર્ષ પછી વૈજ્ઞાનિકો દ્વારા ઓઝોન સ્તરમાં પડેલા ગાબડામાં ઘટાડો થવાના અહેવાલ નોંધાયા હતા.[૨] ઓઝોન અવક્ષય માટે જવાબદાર વાયુઓની પ્રકૃતિને કારણે તેમની રાસાયણિક અસરો ૫૦ થી ૧૦૦ વર્ષ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.[૨]