ઓઝોન સ્તર

નાસા દ્વારા લેવાયેલી તસ્વીર એન્ટાકર્ટિકા ઉપર ઓઝોન સ્તરમાં પડેલું ગાબડું દર્શાવે છે.
ઓઝોન સ્તર એ વાતાવરણના ચાર મુખ્ય સ્તરો (ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર) પૈકીના એક એવા સ્ટ્રેટોસ્ફિયર સ્તરમાં આવેલું એક સ્તર છે, જે હાનિકારક પારજાંબલી કિરણો (UV-અલ્ટ્રાવાયોલેટ કિરણો)નું શોષણ કરે છે અને એમ કરી આ હાનિકારક કિરણોને પૃથ્વી પર આવતાં રોકે છે. ઓઝોનસ્તરની જાડાઈ તેની પારજાંબલી કિરણો શોષણ કરવાની ક્ષમતા નક્કી કરે છે. ધ્રુવ પ્રદેશ પાસે ઓઝોનસ્તરનું જાડું અને વિષુવવૃત્ત પ્રદેશ તરફ જતાં તે પાતળું બને છે.
રેફ્રિજરેટર તથા વાતાનુકૂલિત યંત્ર (એરકન્ડિશનર)માં ઉપયોગમાં લેવામાં આવતું CFC-ક્લોરોફ્લુરો કાર્બન ઓઝોનસ્તરના વિઘટનની સમસ્યા સર્જે છે. ઓઝોનસ્તરમાં ઘટાડાને કારણે પૃથ્વી પરની સજીવસૃષ્ટિ પર હાનિકારક અસરો થાય છે.

વિકિમીડિયા કોમન્સ પર ઓઝોન સ્તર સંબંધિત માધ્યમો છે.