લખાણ પર જાઓ

આંતરરાષ્ટ્રીય ન્યાય દિન

વિકિપીડિયામાંથી

જુલાઇ ૧૭, આંતરરાષ્ટ્રીય ન્યાય દિન, આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. જુલાઇ ૧૭ એ "આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય" (International Criminal Court)ને માન્યતા આપતી "રોમ સંધી"ની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી આ દિવસની ઉજવણી માટે તે તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે, ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે, વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ ઘટનાઓ દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ, જેવીકે 'જાતિસંહાર (genocide), નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ વગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને જુથોનું ધ્યાન આકર્ષે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. http://www.icc-cpi.int/iccdocs/asp_docs/Resolutions/RC-Decl.1-ENG.pdf સંગ્રહિત ૨૦૧૨-૦૮-૧૩ ના રોજ વેબેક મશિન Kampala Declaration, ICC-ASP/RC/Decl.1 (1 June 2010), p. 24.