આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
Appearance
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ | |
---|---|
બીજું નામ | આંતરરાષ્ટ્રીય કન્યા બાળ દિવસ, બાલિકા દિવસ |
પ્રકાર | આંતરરાષ્ટ્રીય |
મહત્વ | શિક્ષણ, પોષણ, બળજબરીથી બાળલગ્ન, કાનૂની અધિકારો અને તબીબી અધિકારો જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે છોકરીઓનો સામનો કરી રહેલા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવી |
તારીખ | ૧૧ ઓક્ટોબર |
આવૃત્તિ | વાર્ષિક |
પ્રથમ ઉજવણી | ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ |
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલો આંતરરાષ્ટ્રીય ઉજવણી દિવસ છે; જેને બાલિકા દિવસ અને આંતરરાષ્ટ્રીય કન્યા બાળ દિવસ પણ કહેવામાં આવે છે. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ દિવસની સૌ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી છોકરીઓ માટે વધુ તકોને સમર્થન આપે છે અને વિશ્વભરમાં છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી લૈંગિક અસમાનતા અંગે જાગૃતિ વધારે છે. આ અસમાનતામાં શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, તબીબી સંભાળ અને ભેદભાવ સામે રક્ષણ, મહિલાઓ સામેની હિંસા અને બળજબરીથી બાળલગ્ન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.[૧] આ દિવસની ઉજવણી "વિકાસ નીતિ, ગતિવિધિઓ, ઝુંબેશ અને સંશોધનમાં એક વિશિષ્ટ સમૂહ તરીકે છોકરીઓ અને યુવતીઓના સફળ ઉદભવને પ્રતિબિંબિત કરે છે."[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "As Malala Recovers, U.N. Marks International Day of the Girl Child". Los Angeles Times. 11 October 2012. મેળવેલ 11 October 2016.
- ↑ Hendricks, Sarah; Bachan, Keshet (2015). "Because I Am a Girl: The Emergence of Girls in Development". માં Baksh, Rawwida; Harcourt, Wendy (સંપાદકો). The Oxford Handbook of Transnational Feminist Movements. Oxford University Press. પૃષ્ઠ 895. ISBN 9780199943494.