લખાણ પર જાઓ

આઇઆરસીટીસી

વિકિપીડિયામાંથી
આઇઆરસીટીસી


ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી (IRCTC)) ભારતીય રેલવેની પેટા કંપની છે જે રેલવેની કેટરિંગ, પ્રવાસન અને ઓનલાઇન ટિકિટની કામગીરી સંભાળે છે.

કેટરિંગ

[ફેરફાર કરો]

આઇ.આર.સી.ટી.સી ૧ (IRCTC1) સમગ્ર ભારતમાં ટ્રેઇન્સ અને રેલવે સ્ટેશન્સ પર કેટરિંગ સેવાઓ સંભાળે છે. ટ્રેઇન્સ દ્વારા આવરી લેવામાં આવતા અંતર અને સરેરાશ મુસાફર લોડ ફેક્ટર આધારે રેલવે ટ્રેઇન્સને તેના પોતાની પેન્ટ્રી કાર્સના માધ્યમથી સુસજ્જ બનાવે છે અથવા તો માર્ગમાં આવતા પસંદગીના સ્થળોએ ભોજન પૂરું પાડે છે.

ઓનલાઇન ટિકીટિંગ

[ફેરફાર કરો]

આઇઆરસીટીસી (IRCTC) ભારતમાં રેલવે ટિકિટીંગની પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે વધારે જાણીતી છે. તેણે ભારતમાં વેબસાઇટ ઉપરાંત મોબાઇલ ફોનથી જીપીઆરએસ (GPRS) અથવા એસએમએસ (SMS) દ્વારા ઇન્ટરનેટ આધારીત રેલ ટિકીટ બુકિંગનો પાયો નાખ્યો. ટિકીટ રદ કરવાનું કે તેમાં ફેરફાર કરવાનું કાર્ય પણ ઓનલાઇન થઈ શકે છે. ઇ-ટિકીટ્સ (E-ticket) ઉપરાંત, આઇઆરસીટીસી (IRCTC) આઇ-ટિકીટ (I-ticket)ને પણ ઉપલબ્ધ બનાવે છે જે સામાન્ય ટિકીટ જેવી જ હોય છે સિવાય કે તેને ઓનલાઇન નોંધીને પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. અહીંયા ટિકીટ પીએનઆર (PNR)ની સ્થિતિ પણ ઉપલબ્ધ બનાવાઈ છે.

મુંબઇ ઉપનગર રેલવેના મુસાફરો પણ આઇઆરસીટીસી (IRCTC) વેબસાઇટના માધ્યમથી સીઝન ટિકીટ બુક કરાવી શકે છે.

આઇઆરસીટીસી (IRCTC)એ તાજેતરમાં વધારે મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે “શુભ યાત્રા” નામનો “લોયલ્ટી કાર્યક્રમ” પણ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ દ્વારા, મુસાફરો પહેલાંથી જ વાર્ષિક ફી ચૂકવીને વર્ષ દરમિયાન બુક કરાવવામાં આવતી ટિકીટ પર ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.[૧]

પ્રવાસન

[ફેરફાર કરો]

આઇઆરસીટીસી (IRCTC) બજેટ અને ડિલક્ષ પેકેજનું આયોજન સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે કરે છે. બજેટ પ્રવાસીઓ માટેનું ભારતભરના મહત્વના સ્થળોને આવરી લેતું લોકપ્રિય પ્રવાસન પેકેજ ભારત દર્શન છે.[૨] વૈભવી પ્રવાસન પેકેજીસ પણ ઉપલબ્ધ છે, જેમાં ખાસ વૈભવી ટ્રેઇન્સનો સમાવેશ થાય છેઃ

 • પેલેસ ઓન વ્હીલ્સ
 • રોયલ ઓરિએન્ટ એક્સપ્રેસ
 • સુવર્ણ રથ (ગોલ્ડન ચેરિઅટ)
 • ડેક્કન ઓડિસી
 • રોયલ રાજસ્થાન ઓન વ્હિલ્સ
 • બુદ્ધિસ્ટ સર્કિટ ટ્રેઇન

અને આઇઆરસીટીસી (IRCTC) મહારાજાઝ એક્સપ્રેસ કામગીરીમાં પણ ભાગીદાર છે.[૩]

railtourismindia.com પર લોગ ઓન કરીને[૪] રેલ ટૂર પેકેજ, હોલિડે પેકેજ, હોટેલ્સ, ટેક્સી, પ્રવાસી ટ્રેઇન્સ બૂક કરી શકાય છે.

પરંપરાગત પ્રવાસન ઉપરાંત આઇઆરસીટીસી (IRCTC) વોટર સ્પોર્ટસ, સાહસ અને વન્યજીવન ટ્રેક્સ સહિતના સાહસિક પ્રવાસ પેકેજીસ પણ પૂરા પાડે છે. ખાસ જરૂરિયાત મુજબના કસ્ટમાઇઝ યાત્રાઓ માટેની જોગવાઈને પણ વધારાના આકર્ષણ તરીકે ઉમેરવામાં આવી છે.

પુરસ્કારો અને સિદ્ધિઓ

[ફેરફાર કરો]

ઓનલાઇન સેવા શરૂ કરવાના માત્ર થોડા જ સમયમાં આઇઆરસીટીસી (IRCTC) વેબસાઇટ 2003માં છ લાખ નોંધાયેલા વપરાશકર્તાઓ સાથે એશિયા-પેસેફિક પ્રદેશમાં સૌથી મોટી અને ઝડપથી વિકસતી જતી ઇ-કોમર્સ (e-commerce) વેબસાઇટ બની ગઇ.[૫]

આઇઆરસીટીસી (IRCTC) દ્વારા જીતવામાં આવેલા કેટલાક એવોર્ડઃ

 • નેશનલ ટૂરીઝમ એવોર્ડ ઓફ એક્સેલન્સ , પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર દ્વારા.
 • નેશનલ એવોર્ડ ફોર ઇ-ગવર્નન્સ (e-governance), 2007-08માં આઇટી (IT) વિભાગ, ભારત સરકાર અને હરિયાણા સરકાર દ્વારા સંયુક્ત પણે.
 • જીનિયસ ઓફ ધ વેબ એવોર્ડ 2007 , સૌથી શ્રેષ્ઠ ઇ-ગવર્નન્સ ધરાવતી જાહેર સાહસ (E-Governance PSU) સાઇટ તરીકે સીએનબીસી (CNBC) દ્વારા.
 • પશ્ચિમ ઝોનના આઇઆરસીટીસી (IRCTC) પ્રવાસન એકમને મુંબઈમાં 9 થી 11 ફેબ્રુઆરી 2008 દરમિયાન યોજવામાં આવેલા ટ્રાવેલ એન્ડ ટૂરીઝમ ફેર ઓફ ઇન્ડિયામાં (ટીટીએફ એન્ડ ઓટીએમ (TTF & OTM) 2008માં) બેસ્ટ વેલ્યૂ લિઝર પ્રોડક્ટ શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
 • 2007-08ના વર્ષ માટે "શ્રેષ્ઠ નાગરિક કેન્દ્રિત એપ્લિકેશન" માટે નેશનલ એવોર્ડ ફોર ઇ-ગવર્નન્સ (E-Governance) વિજેતા.
 • મુંબઈમાં 10થી 12 ફેબ્રુઆરી 2007 દરમિયાન યોજવામાં આવેલા ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ફેર ઓફ ઇન્ડિયામાં (ટીટીએફ એન્ડ ઓટીએમ (TTF & OTM) 2007માં) આઇઆરસીટીસી (IRCTC) પ્રવાસન એકમને મોસ્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
 • 2007માં "બેસ્ટ ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ" માટે સીએસઆઇ (CSI)-નિહિલેન્ટ ઇ-ગવર્નન્સ એવોર્ડ વિજેતા.
 • આઇસીઆઇસીઆઇ (ICICI) બેન્ક રીટેલ એક્સેલન્સ એવોર્ડ 2005માં જીત્યો.
 • 2003 અને 2004માં ડેટાક્વેસ્ટ તરફથી પાથ બ્રેકર એવોર્ડ જીત્યો.
 • ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા મીની રત્ન શ્રેણી-1 એવોર્ડ મેળવ્યો

સંદર્ભો

[ફેરફાર કરો]
 1. "શુભ યાત્રા લોયલ્ટી પ્રોગ્રામ". મૂળ માંથી 2010-11-25 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-04.
 2. "ભારત દર્શન". મૂળ માંથી 2011-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-04.
 3. Gupta, Jayanta (2010-03-19). "Rs 1 lakh a night on Maharajas' Express". Times of India. મેળવેલ 2010-04-06.
 4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-02-02 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-04.
 5. "At your doorstep". The Hindu.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]