આત્મકથા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આત્મકથા એટલે પોતાના જીવનમાં ઘટેલી ઘટનાઓની કથાનો સાહિત્ય પ્રકાર. મોટાભાગે આ પ્રકારના સાહિત્યમાં લેખક દ્વારા પોતાના જીવનના પ્રસંગો અને સંઘર્ષનું વર્ણન જોવા મળે છે. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા નર્મદ લિખિત મારી હકીકત છે. ગુજરાતી ભાષાની પ્રખ્યાત આત્મકથામાં ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો સમાવેશ થાય છે.