આદિકેશવ ઘાટ, વારાણસી

વિકિપીડિયામાંથી

આદિકેશવ ઘાટગંગા નદી પર આવેલ એક ઘાટ છે, જે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા વારાણસી શહેર ખાતે આવેલ છે. આ ઘાટ વરુણા નદી અને ગંગા નદીઓના સંગમ પર આવેલ છે. આ ઘાટ પર સંગમેશ્વર તેમ જ બ્રહ્મેશ્વર મંદિર પણ સ્થાપિત છે.

કાશી નગરી ખાતે ગંગા નદી પર આશરે ૮૪ ઘાટ આવેલ છે. આ ઘાટ આશરે ૬ થી વધુ કિલોમીટર જેટલા અંતરમાં આવેલ છે.

આ ઘાટ પૈકી પાંચ ઘાટને અતિ પવિત્ર માનવામાં આવે છે. આ પાંચ ઘાટને સામૂહિક રીતે 'પંચતીર્થ' કહેવાય છે. આ પાંચ ઘાટ અસી ઘાટ, દશાશ્વમેઘ ઘાટ, આદિકેશવ ઘાટ, પંચગંગા ઘાટ તથા મણિકર્ણિકા ઘાટ છે.