આના સાગર તળાવ, અજમેર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આના સાગર તળાવ
The Anasāgar Lake 1 PHOTOGRAPHED BY FATEH.RawKEy.jpg
આના સાગર તળાવ, અજમેર
સ્થાનઅજમેર, રાજસ્થાન
અક્ષાંશ-રેખાંશ26°28′30″N 74°37′30″E / 26.475°N 74.625°E / 26.475; 74.625Coordinates: 26°28′30″N 74°37′30″E / 26.475°N 74.625°E / 26.475; 74.625
દેશોભારત

આના સાગર તળાવ અથવા આણા સાગર તળાવ ભારત દેશમાં રાજસ્થાન રાજ્યના અજમેર વિભાગમાં આવેલું એક કૃત્રિમ તળાવ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ તળાવનું નિર્માણ પૃથ્વીરાજ ચૌહાણના દાદા અરુણોરાજ અથવા આનાજી ચૌહાણ દ્વારા ૧૨મી સદીના મધ્ય ભાગમાં (ઇ.સ. ૧૧૩૫-૧૧૫૦) કરાવવામાં આવ્યું હતું. આનાજી દ્વારા નિર્મિત થયું હોવાને કારણે આ તળાવનું નામકરણ આના સાગર અથવા આણા સાગર પ્રચલિત થયાનું માનવામાં આવે છે.

બાંધકામ[ફેરફાર કરો]

તળાવનું નિર્માણકામ સ્થાનિક વસ્તી પાસે કરાવવામાં આવ્યું હતું. ૧૬૩૭ના સમયમાં શાહજહાંએ તળાવના કિનારે લગભગ ૧૨૪૦ ફુટ લંબાઈના કઠેડાનું તેમ જ પાળ પર આરસપહાણની પાંચ બારાદરીઓનું બાંધકામ કરાવ્યું હતું. તળાવની બાજુમાં આવેલા દૌલત બાગનું નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું, જે સુભાષ ઉદ્યાન તરીકે પણ ઓળખાય છે. આના સાગરનો વિસ્તાર લગભગ ૧૩ કિલોમીટર જેટલા પરિઘમાં ફેલાયેલ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]