આમટી

વિકિપીડિયામાંથી
આમટી (જમણે), ભાખરી સાથે

આમટી એટલે મરાઠી દાળ, આ એક પ્રવાહી વાનગી છે જેને ભાત સાથે ખવાય છે. આ ખાટી હોઈ (મરાઠીમાં ખાટું એટલે આંબટ)તેને આમટી કહે છે.

કૃતિ[ફેરફાર કરો]

આમટી માટે કડાઈમાં અથવા તપેલીમાં, તેલ લઈ તેમાં રાઈ જીરાનો વઘાર કરો.રાઈ તડતડે કે તેમાં હળદર, મરચું, અને બાફેલા તુવેર કે મગનું પાણી ઉમેરી દો. જેટલી પાતળી આમટી જોઈએ તેટલું પાણી ઉમેરો. તેમાં મીઠું, આમલીનો ઘોળ કે આમચૂર, ગોળ, લીલું નારિયેળ, અને અન્ય ભાવતા મસાલા ઉમેરો, અને ખૂબ ઉકાળો. આ રીતે તૈયાર પદાર્થને મરાઠીમાં આમટી કે ફોડણી ચે વરણ કહે છે.