આરણ્યક ગ્રંથો

વિકિપીડિયામાંથી

આરણ્યકો બ્રાહ્મણ ગ્રંથોના ભાગરૂપ ગ્રંથો છે. આર્યોએ તેમના જીવનના અંતિમ સમયમાં વનમાં રહીને આ ગ્રંથોની રચના કરી હતી. અરણ્ય (વનમાં) ચયન થયું અને અરણ્યમાં અધ્યયન થયું, તેથી આ ગ્રંથોને આરણ્યકો કહે છે. આરણ્યક યજ્ઞનો વિરોધ કરે છે અને ધ્યાન કરવા પર વધારે ભાર મૂકે છે. આરણ્યકની કુલ સંખ્યા ૭ છે. વર્તમાનકાળમાં ૬ આરણ્યકો ઉપલબ્ધ છે. ઋગ્વેદના ત્રણ આરણ્યક છે – ઐતરેય આરણ્યક, શાંખાયન આરણ્યક અને કૌષીતકિ આરણ્યક. કૃષ્ણ યજુર્વેદના બે આરણ્યકો છે – તૈત્તિરીય બ્રાહ્મણ અને મૈત્રાયણી આરણ્યક. શુક્લ યજુર્વેદનું એક આરણ્યક છે – બૃહદારણ્યક. શતપથ બ્રાહ્મણનો અંતિમકાંડ તે જ બૃહદારણ્યક છે. આ બૃહદારણ્યકના અંતિમ અધ્યાયો, તે જ બૃહદારણ્યક ઉપનિષદ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  • "આરણ્યક ગ્રંથો". રીડગુજરાતી.કોમ.