આરુણિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અરુણિ ઋષિના પુત્ર અને મહર્ષિ આયોદ ધૌમ્ય ના આત્મજ્ઞાની શિષ્ય આરુણિ ઋષિ ઉદ્દાલક નામે પણ ઓળખાતા. તેમને શ્વેતકેતુ અને નચિકેતા એમ બે દીકરા અને સુજાતા નામે એક દીકરી હતી.

ગુરુની આજ્ઞા[ફેરફાર કરો]

વર્ષાઋતુ ચાલતી હતી ત્યારે ગુરુએ આજ્ઞા આપી કે : ‘પ્રિય આરુણિ ! તું અત્યારે જ ખેતરે પહોંચી જા અને ખેતરને પાળા બાંધી દે કે જેથી વરસાદનું જળ ખેતરની બહાર ન નીકળી જાય. બધું જળ ખેતરમાંથી વહી જશે તો પાક સારો નહીં ઊતરે. વર્ષાનું જળ ખેતરમાં જ શોષાઈ જવું જોઈએ.’. ગુરુની આજ્ઞા પ્રમાણે ખેતરમાં પાણી અટકાવવા તેમણે માટીની પાળ બાંધી પરંતુ પાણીનો પ્રવાહ તીવ્ર હોવાથી પાળ તુટી જતી હતી. અંતે તેઓ પોતે જ આડા સૂતા અને થોડા સમય બાદ જયારે તેઓ આશ્રમમાં પરત ફર્યા નહીં ત્યારે તેમને શોધવા સ્વયં ધૌમ્ય ઋષિ નિકળ્યા. પોતાના શિષ્યની આવી ગુરુભક્તિ જોઈ મહર્ષિનું હૃદય ભરાઈ આવ્યું અને પાસે બોલાવી કહ્યું, ``તું પાળ દારીને ( તોડીને ) ઊઠયો એટલે તારૂં નામ ઉદ્દાલક પાડું છું. તું સર્વશાસ્ત્રવિશારદ બનીશ અને તારી કીર્તિ ભારતભરમાં ફેલાશે.``

સંદર્ભ[ફેરફાર કરો]