આલ્બેનિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
આલ્બેનિયા
નામઆલ્બેનિયા
પ્રમાણમાપ૫:૭
અપનાવ્યો૧૯૧૨ (મૂળ ધ્વજ)
૭ એપ્રિલ, ૧૯૯૨ (વર્તમાન ધ્વજ)
રચનાલાલ પટમાં ખુલ્લી પાંખોવાળું દ્વિમુખી ગરુડનું છાયાચિત્ર

આલ્બેનિયાનો રાષ્ટ્રધ્વજ (આલ્બેનિયન ભાષા: Flamuri i Shqipërisë), લાલ પટમાં ખુલ્લી પાંખોવાળું દ્વિમુખી ગરુડનું છાયાચિત્ર ધરાવે છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

ગરુડ એ આલ્બેનિયન લોકોનું રાષ્ટ્રિય અને પ્રાચીન ચિહ્ન છે અને તે મધ્યકાળમાં આલ્બેનિયાનાં કેટલાયે રાજવી ખાનદાનો દ્વારા પરંપરાગત કુળચિહ્ન તરીકે વપરાતું, લાલ પટમાં દ્વિમુખી ગરુડ તે ખાનદાનોની ઓટ્ટોમન સામ્રાજ્ય વિરુદ્ધ બળવાની આગેવાનીના વખતથી પ્રસિદ્ધ બન્યું. જે બળવાના પરીણામે ૧૪૪૩ થી ૧૪૭૮ વચ્ચે આલ્બેનિયાનાં કેટલાક પ્રાંત સ્વતંત્ર બન્યા હતા.