ઇન્ડિયા આફ્ટર ગાંધી
લેખક | રામચંદ્ર ગુહા |
---|---|
અનુવાદક | સુશાંત ઝા (હિંદી) |
દેશ | ભારત |
ભાષા | અંગ્રેજી |
વિષય | ભારતનો ઈતિહાસ |
પ્રકાશક | હાર્પર કોલિન્સ |
પ્રકાશન તારીખ | ૨૪ જુલાઇ ૨૦૦૭ |
માધ્યમ પ્રકાર | મુદ્રિત (પાકું અને કાચું પૂઠું) |
પાનાં | ૮૯૮ (પ્રથમ આવૃત્તિ), ૯૧૯ (સુધારેલી આવૃત્તિ) |
ISBN | 978-0-330-50554-3 |
ઇન્ડિયા આફ્ટર ગાંધી: ધ હિસ્ટ્રી ઑફ્ વર્લ્ડસ્ લાર્જેસ્ટ ડેમોક્રસી, (ગુજરાતી: ગાંધી પછીનું ભારત: વિશ્વની સૌથી મોટી લોક્શાહીનો ઇતિહાસ)એ ભારતીય ઇતિહાસકાર રામચંદ્ર ગુહા દ્વારા લખાયેલ પુસ્તક છે, જેનું પ્રથમ સંસ્કરણ હાર્પર કૉલિન્સ વડે ૨૦૦૭માં પ્રકાશન કરવામાં આવ્યું હતું.[૧][૨] પુસ્તકમાં ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતીય રાષ્ટ્રના બ્રિટીશ સામ્રાજ્યમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદનો ઇતિહાસ અંકિત કરવામાં આવેલો છે. આ પુસ્તકને ધ ઇકોનોમિસ્ટ, ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને આઉટલુક દ્વારાબૂક ઑફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી હતી. પુસ્તકને અંગ્રેજી માટે ૨૦૧૧નો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. ધ હિંદુ મુજબ પુસ્તક એક દાયકા (૨૦૧૦-૨૦૧૯)નું શ્રેષ્ઠ નોન-ફિક્શન પુસ્તકોમાંનું એક હતું.[૩]
ઈન્ડિયા ટુડેના પત્રકાર સુશાંત ઝાએ આ પુસ્તકનું હિંદીમાં ગાંધી કે બાદ ભારત તરીકે અનુવાદન કર્યું હતું.[૪]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]નવેમ્બર ૧૯૯૭માં તે સમયના પિકોડોરના વડા પીટર સ્ટ્રોસ ગુહાને મળ્યા અને સૂચવ્યું કે તેઓ સ્વતંત્ર ભારતનો ઇતિહાસ લખે. સ્ટ્રોસે ઑક્સફોર્ડ જર્નલ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટમાં ગુહાનો એક લેખ વાંચ્યો હતો. તેમણે સૂચન આપ્યું હતું કે ભારતીય ઇતિહાસકારોએ સામાન્ય રીતે ભારતીય સ્વતંત્રતા સાથે તેમના વર્ણનોને ૧૯૪૭માં બંધ કરી દીધા હોવાથી, આઝાદી પછીના આધુનિક ભારતીય ઇતિહાસનું વિદ્વાન વિશ્લેષણ રસપ્રદ રહેશે. ગુહાએ માર્ચ ૨૦૦૨માં ઉલ્લેખિત પુસ્તકની ડિલીવરી તારીખ સાથે માર્ચ ૧૯૯૮માં કરાર કર્યો હતો.[૫]
પુસ્તક લખતી વખતે, ગુહાએ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી ખાતે રાખેલા અનેક મહત્વપૂર્ણ ભારતીય હસ્તીઓનાં ખાનગી કાગળો, તેમ જ અખબારના રેકોર્ડને વાંચ્યા. ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને રાજકારણી સી. રાજગોપાલાચારી અને પી.એન. હકસર (ઈન્દિરા ગાંધીના મુખ્ય સચિવ ૧૯૬૭ અને ૧૯૭૩)નાં ખાનગી કાગળો ગુહાના સંશોધન માટે ખાસ ઉપયોગી હતા. ગુહાએ તેના અંતિમ ડ્રાફ્ટને ૨૦૦૬ની આજુબાજુમાં સ્ટ્રોસને મોકલ્યો હતો અને છેવટે આ પુસ્તક ૨૦૦૭માં પ્રકાશિત થયું હતું.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Amit Chaudhuri (21 April 2007). "Review: Midnight's citizens". The Guardian.
- ↑ Chotiner, Isaac (26 August 2007). "All in the Family". New York Times. મેળવેલ 27 August 2018.
- ↑ "Best non-fiction books of the decade".
- ↑ "Bharat Gandhi Ke Baad". Penguin India. મેળવેલ 7 January 2017.
- ↑ ૫.૦ ૫.૧ Guha, Ramachandra (2017-06-18). "How Ramachandra Guha came to write 'India After Gandhi', the first popular post-1947 history". Scroll.in. મેળવેલ 2018-05-23.