ઇન્દ્રાયણી એક્સપ્રેસ

વિકિપીડિયામાંથી
૨૨૧૦૬ ઇન્દ્રાયણી એક્સપ્રેસ - સુપરફાસ્ટ એક્સપ્રેસ

૨૨૧૦૫ અને ૨૨૧૦૬ ઇન્દ્રાયણી એક્સપ્રેસ એક સુપરફાસ્ટ એક્સપ્રેસ છે. આ ભારતીય રેલ મુંબઈ સી એસ ટી અને પુણે જંકશન વચ્ચે ચાલે છે. આ પ્રતિદિન ચાલતી ટ્રેન છે. પુણેની પાસે વહેતી ઇન્દ્રાયણી નદીના નામ પરથી આ ટ્રેનનું નામ રાખવામાં આવ્યું છે. પેહલા આ ટ્રેનનો નંબર મુંબઈ સી એસ ટી થી પુણે જંકશન જતી વખતે ૧૦૨૧ હતો સાથે સાથે પુણેથી મુંબઈ આવતી વખતે ૧૦૨૨ હતો, આ ટ્રેનને ઉન્નત કરી દેવામાં આવી છે અને હવે આ સુપરફાસ્ટ ટ્રેન થઇ ગયી છે. મુંબઈ સી એસ ટી થી પુણે જતાં આ ટ્રેન ૨૨૧૦૫ નંબરથી અને પુણે થી મુંબઈ સી એસ ટી આવતી વખતે આ ટ્રેન નો નંબર ૨૨૧૦૬ રહે છે.

કોચ[ફેરફાર કરો]

ઇન્દ્રાયણી એક્સપ્રેસમાં હાલમાં ૨ વાતાનુકુલીન ચેર કાર સાથે સાથે ૮ સાધારણ દ્રિતીય શ્રેણી કોચ છે. જે ધારકો પાસે મુસાફરી કરવા માટેના પાસ છે તેમની માટે આરક્ષિત 2 સામાન્ય દ્રિતીય શ્રેણી કોચ પાઠવેલા છે ઉપરાંત ૫ સામાન્ય અનારક્ષિત કોચની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ભારતીય રેલવે સાથે થયેલી શરતોને અધીન કોચોની સંખ્યામાં મુસાફરોની માંગ મુજબ વધારો તથા ઘટાડો થઇ શકે છે.

સેવાઓ[ફેરફાર કરો]

આ ટ્રેનની પ્રથમ શરૂઆત ૨૭ એપ્રિલ ૧૯૮૮ ના રોજ કરવામાં આવી હતી. જે મુંબઈ સી એસ ટી થી પુણે વચ્ચે ચાલતી ૬ સમર્પિત ઇન્ટરસિટી ચેર કારો માની એક છે. બીજી અન્ય પાંચ ટ્રેનો આ મુજબ છે:

  • ૧૨૧૨૭/૨૮ મુંબઈ પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ,
  • ૧૧૦૦૭/૦૮ ડેકન એક્સપ્રેસ,
  • ૧૧૦૦૯/૧૦ સિંહગઢ એક્સપ્રેસ ,
  • ૧૨૧૨૫/૨૬ પ્રગતિ એક્સપ્રેસ, અને
  • ૧૨૧૨૩/૨૪ ડેકન ક્વીન.

૨૨૧૦૫ ઇન્દ્રાયણી એક્સપ્રેસ માત્ર ૩ કલાલ ૨૮ મીનીટમાં ૫૫.૩૮ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૧૯૨ કીલોમીટરનું અંતર આવરી લે છે અને ૨૨૧૦૬ ઇન્દ્રાયણી એક્સપ્રેસ ૩ કલાક ૨૦ મીનીટમાં ૫૭.૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની મુસાફરી પૂર્ણ કરે છે.

૨૨૧૦૬ ઇન્દ્રાયણી એક્સપ્રેસ અત પુને જુન્ક્તિઓન
૨૨૧૦૬ ઇન્દ્રાયણી એક્સપ્રેસ - ૨ ચ્લાસ્સ સેઅતિંગ
૨૨૧૦૬ ઇન્દ્રાયણી એક્સપ્રેસ -અ ચ ચીર કાચ

યાત્રા માર્ગ[ફેરફાર કરો]

સંપૂર્ણપણે વિજમાર્ગ હોવા છતાં, આ ટ્રેન ડીઝલ એન્જીનથી ચાલે છે. એક ગૂટી આધારિત ડબલ્યુ ડી એમ ૩ ડી એન્જીન દ્વારા ટ્રેનને મુંબઇ સી એસ ટી સુધી લઇ જવામાં આવે છે.

સમય-પત્રક[ફેરફાર કરો]

ઇન્દ્રાયણી એક્સપ્રેસ મુંબઈ સી એસ ટી થી પુણે તરફ જનારી ૬ સમર્પિત ટ્રેનોમાંની પ્રથમ ટ્રેન છે અને પાછી ફરનારી સૌથી અંતિમ ટ્રેન છે. ૨૨૧૦૫ ઇન્દ્રાયણી એક્સપ્રેસ પ્રતિદિન સવારે ૦૫.૪૦ કલાકે મુંબઈથી નીકળીને સવારે ૦૯.૦૮ કલાકે પુણે જંકશન પહોંચે છે તથા ૨૨૧૦૬ ઇન્દ્રાયણી એક્સપ્રેસ પ્રતિદિન સાંજે ૬.૩૫ કલાકે પુણેથી નીકળી રાત્રે ૯.૩૫ કલાકે મુંબઈ સી એસ ટી પરત ફરે છે.

ઇન્દ્રાયણી એક્સપ્રેસનું સમય પત્રક નીચે મુજબ છે:

સ્ટેશન કોડ સ્ટેશન નું નામ ૨૨૧૦૫ મુંબઈ
સી એસ ટી થી
પુણે જંકશન
પ્રારંભિક
સ્ટેશન થી
અંતર
દિવસ ૨૨૧૦૬-પુણે જંકશન
થી મુંબઈ
સી એસ ટી
[૧]
પ્રારંભિક
સ્ટેશન થી
અંતર
દિવસ
આગમન પ્રસ્થાન આગમન પ્રસ્થાન
સી એસ ટીએમ મુંબઈ સી એસ ટી પ્રારંભિક ૦૫:૪૦ ૨૧:૫૫ લક્ષ્ય ૧૯૨
ડી આર દાદર ૦૫.૫૧ ૦૫.૫૩ ૨૧.૩૩ ૨૧.૩૫ ૧૮૩
ટી એન એ થાણે ૦૬.૧૪ ૦૬.૧૬ ૩૩ ૨૧.૦૮ ૨૧.૧૦ ૧૫૯
કે વાઈ એન કલ્યાણ જંકશન ૦૬.૩૫ ૦૬.૩૭ ૫૪ ૨૦.૫૦ ૨૦.૫૨ ૧૩૯
કે જે ટી કર્જત ૦૭.૧૫ ૦૭.૧૭ ૧૦૦ ૨૦.૦૮ ૨૦.૧૦ ૯૨
એલ એન એલ લોનાવાલા ૦૮.૦૦ ૦૮.૦૨ ૧૨૮ ૧૯.૨૩ ૧૯.૨૫ ૬૪
એસ વી જે આર શિવાજીનગર ૦૮.૫૦ ૦૮.૫૨ ૧૮૯ થોભતી નથી થોભતી નથી xxx
પુણે પુણે જંકશન ૦૯.૦૫ લક્ષ્ય ૧૯૨ પ્રારંભિક ૧૮.૩૫

ટ્રેન વિચલનની ઘટના[ફેરફાર કરો]

૧ ડિસેમ્બર ૧૯૯૪ ની રાત્રે, કર્જત અને લોનાવાલા વચ્ચે ઠાકુરવાડી કેબિનની નજદીક આગ લાગવાથી ઇન્દ્રાયણી એક્સપ્રેસની બ્રેક ફેલ થઇ ગઈ. રનવે ટ્રેન ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી નીચલા પહાડી વિસ્તારમાં ઉતરી ગયી અને મેદાનમાં જઈ પલટી ખાઈને ઉભી રહી ગઈ. આ ઘટના પાછળનું વાસ્તવિક કારણ હજી સુધી અજ્ઞાત છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Indrayani Express-22106". મેળવેલ ૧૮ ઑક્ટોબર ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)
  2. "ઇન્દ્રાયણી એક્સપ્રેસ". ચ્લેઅરટ્રીપ દોટ કોમ. મૂળ માંથી 2013-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2014-07-02.