ઇમરાન ખાન (બોલીવુડ અભિનેતા)
ઇમરાન ખાન | |
---|---|
![]() | |
જન્મ | ૧૩ જાન્યુઆરી ૧૯૮૩ ![]() મેડિસન ![]() |
અભ્યાસ સંસ્થા |
ઇમરાન ખાન ભારતીય મૂળના અમેરિકન ફિલ્મ અભિનેતા છે[૧], જેઓ હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તે અભિનેતા આમિર ખાન અને નિદેશક-નિર્માતા મનસુર ખાનના ભાણા, અને નિદેશક-નિર્માતા નાસિર હુસૈનના પૌત્ર છે. તેઓ કયામત સે કયામત તક (૧૯૮૮) અને જો જીતા વોહી સિકંદર (૧૯૯૨) ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાયા હતા.
૨૦૦૮ માં રોમેન્ટિક કૉમેડી જાને તુ... યા જાને ના ફિલ્મ સાથે ખાને પોતાના પુખ્ત અભિનયની શરૂઆત કરી હતી, જે વ્યાપારી અને વિવેચનાત્મક રીતે સફળ રહી હતી. ફિલ્મમાં તેમની કામગીરીએ તેમને શ્રેષ્ઠ પુરુષ પ્રવેશ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમની આગામી બે ફિલ્મોની નિષ્ફળતા બાદ, મીડિયા દ્વારા લખવામાં આવ્યું હતું કે તેઓ "એક ફિલ્મ અજાયબી (વન ફિલ્મ વંડર)" છે. ત્યાર બાદ તેમણે આઈ હેટ લવ સ્ટોરીસ (૨૦૧૦), દેલી બેલી (૨૦૧૧) અને મેરે બ્રધર કી દુલ્હન (૨૦૧૧) જેવી ઘણી વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મોમાં અભિનય કર્યો. મેરે બ્રધર કી દુલ્હન (૨૦૧૧) એ તેમની છેલ્લી વ્યાવસાયિક રીતે સફળ ફિલ્મ હતી. ત્યાર બાદની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સફળ રહેવામાં નાકામ રહી.
ફિલ્મોમાં અભિનય સિવાય ખાન એક સામાજિક કાર્યકર્તા પણ છે, અને તેમણે હિન્દુસ્તાન ટાઈમ્સ માટે લેખો પણ લખ્યા છે. તે પેટા ના સમર્થક પણ છે. તેમણે દસ વર્ષના સંબંધ પછી જાન્યુઆરી ૨૦૧૧માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા.
પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]ઇમરાન ખાનનો જન્મ ૧૩ જાન્યુઆરી ૧૯૮૩ એ મેડિસન, વિસ્કોન્સિન, યુ.એસ. માં ઇમરાન પાલ[૨] તરીકે થયો હતો. તેમના પિતા અનિલ પાલ, એક સોફ્ટવેર એન્જિનિયર[૩] છે અને માતા નૂઝત ખાન, મનોવિજ્ઞાની. ઇમરાનના પિતા બંગાળી અને અંગ્રેજી મૂળના હિન્દુ છે અને તે યુ.એસ.એ.ના સિલીકોન વેલિમાં યાહૂના વરિષ્ઠ મેનેજર તરીકે કામ કરે છે. ઇમરાનની માતા ફિલ્મ કુટુંબની એક મુસ્લિમ છે, જે નિદેશક-નિર્માતા નાસિર હુસૈનની પુત્રી, નિદેશક-નિર્માતા મનસુર ખાનની બહેન અને અભિનેતા આમિર ખાનની પિતરાઈ બહેન છે. [૪][૫]ખાનના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા જ્યારે તેઓ હજુ નવું ચાલવાનું શીખતું બાળક હતા અને તે પછી તેમની માતા મુંબઈ રેહવા આવી ગયા હતા.[૬]
ખાનએ સન્નીવેલ, કેલિફોર્નિયાની ફ્રેમોન્ટ હાઇસ્કૂલથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તે ફિલ્મ ડિરેક્ટર બનવા ઇચ્છતા હતા જેથી તેઓ એ ન્યૂ યોર્ક ફિલ્મ એકેડેમીની લોસ એન્જલસ શાખા માંથી ફિલ્મ નિર્માણની ડિગ્રી લીધી હતી.[૭] નિદેશન, લેખન અને સિનેમેટોગ્રાફીના અભ્યાસ કરતી વખતે, ખાન લેખક રોઆલ્ડ ડહલ દ્વારા પ્રેરણીત થયા હતા. [૬][૮] ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તેમણે બજાર સંશોધન અને જાહેરાતમાં પ્રવેશ કર્યો.[૬] અંતે તેઓ મુંબઈ પરત ફર્યા અને કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ લીધી.[૪]
ખાન કયામત સે કયામત તક (૧૯૮૮) અને જો જીતા વોહી સિકંદર (૧૯૯૨) ફિલ્મમાં બાળ કલાકાર તરીકે દેખાયા હતા. અને બન્ને માં બન્ને વખત યુવાન આમિર ખાનની ભૂમિકા ભજવી હતી.[૯][૧૦]
ફિલ્મોગ્રાફી
[ફેરફાર કરો]![]() |
સૂચવે છે કે ફિલ્મ હજુ સુધી હજી સુધી પ્રકાશિત કરવામાં આવી નથી |
વર્ષ | ફિલ્મ | પાત્ર | નિર્દેશક | નોંધો |
---|---|---|---|---|
૧૯૮૮ | કયામત સે કયામત તક | જુવાન રાજ | મનસુર ખાન | બાળ કલાકાર |
૧૯૯૨ | જો જીતા વોહી સિકંદર | જુવાન સંજયલાલ | મનસુર ખાન | બાળ કલાકાર |
૨૦૦૮ | જાને તુ... યા જાને ના | જય સિંહ રાઠોડ (રેટ્સ) | અબ્બાસ ટાયરવાલા | પુરુષ લીડ તરીકે પદાર્પણ |
કિડનેપ | કબીર શર્મા | સંજય ગઢવી | ||
૨૦૦૯ | લક | રામ મેહરા | સોહમ શાહ | |
૨૦૧૦ | આઈ હેટ લવ સ્ટોરીસ | જય ધિંગ્રા | પુનિત મલ્હોત્રા | |
ઝુઠા હી સહી | આકાશ (કોલર નં .1) | અબ્બાસ ટાયરવાલા | અવાજ | |
બ્રેક કે બાદ | અભય ગુલાટી | દાનિશ અસ્લમ | ||
૨૦૧૧ | દેલી બેલી | તાશી દોરજી લાહતુ | અભિનય દેઓ | અંગ્રેજી ભાષાની ફિલ્મ |
મેરે ભ્રધર કી દુલ્હન | કુશ અગ્નિહોત્રી | અલી અબ્સાસ ઝફર | ||
૨૦૧૨ | એક મેં ઓર એક તું | રાહુલ કપૂર | શકુન બત્રા | |
૨૦૧૩ | મટરુ કી બિજલી કા મનડોલા | હુકમ સિંહ મટરુ | વિશાલ ભારદ્વાજ | ગીત "ચાર દિના કી" ના ગાયક પણ |
બોમ્બે ટોકીઝ | પોતે | એક થી વધારે | ગીત "પના બોમ્બે ટોકીઝ" માં ખાસ દેખાવ | |
વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા! | અસ્લમ | મિલાન લુથ્રિયા | ||
ગોરી તેરે પ્યાર મેં | શ્રીરામ વેંકટ | પુનિત મલ્હોત્રા | ||
૨૦૧૫ | કટ્ટી બટ્ટી | માધવ 'મેડ્ડી' કાબ્રા | નિખિલ અડવાણી |
પુરસ્કારો અને નામાંકનો
[ફેરફાર કરો]વર્ષ | પુરસ્કાર | શ્રેણી | નામાંકન કાર્ય | પરિણામ | સંદર્ભ |
---|---|---|---|---|---|
૨૦૦૯ | ફિલ્મફેર અવોર્ડ્સ | શ્રેષ્ઠ પુરુષ પ્રવેશ | જાને તુ... યા જાને ના | Won | |
અપ્સરા ફિલ્મ & ટેલિવિઝિન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ અવોર્ડ્સ | શ્રેષ્ઠ પુરુષ પ્રવેશ | Won | [૧૧] | ||
સબસે ફેવરિટ કૌન અવોર્ડ્સ | Sabsey Naya Hero | Won | [૧૨] | ||
સ્ક્રીન અવોર્ડ્સ | સૌથી વધુ આશાસ્પદ નવાગંતુક - પુરૂષ | Nominated | [૧૩] | ||
સ્ટારડસ્ટ અવોર્ડ્સ | આવતી કાલનો સુપરસ્ટાર - પુરૂષ | Nominated | |||
ધ ન્યૂ મેનિસ | કિડનેપ | Nominated | |||
ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ | શ્રેષ્ઠ ખલનાયક | Nominated | |||
અપ્સરા ફિલ્મ & ટેલિવિઝિન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ અવોર્ડ્સ | નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા | Nominated | [૧૪] | ||
એએક્સએન ઍક્શન એવોર્ડ્સ | નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા | Won | [૧૫] | ||
૨૦૧૦ | સ્ટારડસ્ટ અવોર્ડ્સ | આવતી કાલનો સુપરસ્ટાર - પુરૂષ | લક | Nominated | [૧૬] |
૨૦૧૧ | સ્ક્રીન અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા (લોકપ્રિય પસંદગી) | આઈ હેટ લવ સ્ટોરીસ | Nominated | [૧૭] |
સ્ટારડસ્ટ અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા - કૉમેડી / રોમાન્સ | Nominated | [૧૮] | ||
જીક્યુ મેન ઓફ ધી યર અવોર્ડ્સ | ઉત્કૃષ્ટ પ્રપ્તિ માટે ચિવ્સ એવોર્ડ | Won | [૧૯] | ||
૨૦૧૨ | ઝી સિને અવોર્ડ્સ | આંતરરાષ્ટ્રીય પુરૂષ પ્રતિમા | Nominated | [૨૦] | |
સ્ક્રીન અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા (લોકપ્રિય પસંદગી) | દેલી બેલી & મેરે ભ્રધર કી દુલ્હન | Nominated | [૨૧] | |
શ્રેષ્ઠ એન્સેમ્બલ કાસ્ટ | દેલી બેલી | Nominated | |||
પીપલ્સ ચોઈસ અવોર્ડ્સ ઇન્ડિયા | પ્રિય યુવા પ્રતિમા | Nominated | [૨૨] | ||
૨૦૧૩ | સ્ક્રીન અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા (લોકપ્રિય પસંદગી) | એક મેં ઓર એક તું | Nominated | [૨૩] |
સ્ટારડસ્ટ અવોર્ડ્સ | શ્રેષ્ઠ અભિનેતા - કૉમેડી / રોમાન્સ |
Nominated | [૨૪] |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Why can't Alia Bhatt and Imran Khan vote?". Deccan Chronicle. મેળવેલ 26 June 2016.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Imran Khan's Bong Connection". Daily News and Analysis. મેળવેલ 14 October 2012.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Dasgupta, Priyanka. "Imran is happy". The Times of India. મૂળ માંથી 2013-07-26 પર સંગ્રહિત. મેળવેલ 13 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૪.૦ ૪.૧ "Imran Khan: White Chocolate". The Sunday Guardian. મૂળ માંથી 25 સપ્ટેમ્બર 2020 પર સંગ્રહિત. મેળવેલ 14 October 2012.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Birthday special: 10 popular uncle-nephew jodis in Bollywood". ક્રમાંક Mid Day. Mid.day.com. મેળવેલ 13 January 2015.
{{cite news}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૬.૦ ૬.૧ ૬.૨ Talati-Parikh, Sitanshi. "An Actor And A Gentleman". Verve. મેળવેલ 6 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "'Acting is something that I never learned'". Rediff.com. 8 February 2012. મેળવેલ 13 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Choudhury, Uttara. "I Went to Film School in L.A. as Making Movies Was My Dream". BrainGain. મેળવેલ 14 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Aamir spills it on Jaane Tu..." Sify. મૂળ માંથી 20 નવેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 13 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Bollywood's child actors: Then and now". CNN-IBN. મૂળ માંથી 2 એપ્રિલ 2013 પર સંગ્રહિત. મેળવેલ 31 March 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "4th Apsara Awards winners". Apsara Awards. મેળવેલ 5 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Sabsey Favourite Kaun 2009 Winners". મેળવેલ 5 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Imran Khan Awards". Bollywood Hungama. મેળવેલ 5 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "4th Apsara Awards Nominees". Apsara Awards. મેળવેલ 5 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Aamir, Akshay, Hrithik nominated for AXN action awards". Hindustan Times. મૂળ માંથી 11 એપ્રિલ 2013 પર સંગ્રહિત. મેળવેલ 2 March 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Nominations for Max Stardust Awards 2010". Bollywood Hungama. મેળવેલ 5 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "D-DAY nears". The Indian Express. મેળવેલ 5 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Nominations of Stardust Awards 2011". Sify. મૂળ માંથી 8 ફેબ્રુઆરી 2011 પર સંગ્રહિત. મેળવેલ 5 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Men Of The Year 2011 – The Winners". GQ. મૂળ માંથી 15 January 2012 પર સંગ્રહિત. મેળવેલ 16 March 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Zee Cine Awards 2012-Nomination List". Zee News. મૂળ માંથી 1 જાન્યુઆરી 2013 પર સંગ્રહિત. મેળવેલ 13 October 2012.
{{cite news}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Nominations for 18th Annual Colors Screen Awards 2012". Bollywood Hungama.
- ↑ "People's Choice Awards India 2012". મૂળ માંથી 25 February 2014 પર સંગ્રહિત.
{{cite web}}
: Check date values in:|archive-date=
(મદદ) - ↑ "Screen Awards Best Actor (Popular Choice) nominations". Screen India. મૂળ માંથી 8 ફેબ્રુઆરી 2013 પર સંગ્રહિત. મેળવેલ 4 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Nominations for Stardust Awards 2013". Bollywood Hungama. મેળવેલ 22 January 2013.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)